કોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશે
કોરોના સામેની લડાઈમાં મહત્વનું પગલું, દેશભરમાં 162 ઑક્સીઝન પ્લાન્ટ લાગશે
કોરોનાવાયરસની બીજી લહેરે નાગરિકોની સાથે જ સરકારની પણ ઊંઘ હરામ કરી છે, ભારતમાં હવે દરરોજ 2.5 લાખથી વધુ મામલા સામે આવવા લાગ્યા છે. આ ઉપરાંત એક્ટિવ કેસની સંખ્યા પણ 18 લાખની નજીક પહોંચી ગઈ છે. જે કારણે હોસ્પિટલમાં બેડ ઉપરાંત ઑક્સીજન અને દવાઓની પણ ભારે કમી આવી ગઈ છે. એવામાં કેન્દ્ર સરકારે મોટું પગલું ભર્યું છે. ઉમ્મીદ જતાવાઈ રહી છે કે આનાથી હાલાત ઘણા સુધરી શકે છે.

સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર નિવેદન મુજબ તમામ રાજ્યોમાં 162 પીએસએ ઑક્સીજન પ્લાન્ટ લગાવવાની મંજૂરી ભારત સરકારે આપી દીધી છે. આ ઑક્સીજન પ્લાન્ટ હોસ્પિટલને ઑક્સીજન સપ્લાઈ કરશે. જે શરૂ થયા બાદ મેડિકલ ઑક્સીઝન ક્ષમતા 154.19 મેટ્રિક ટન થઈ જશે. હાલના સમયમાં સુધી વધુ સમસ્યા મેડિકલ ઑક્સીજનની છે. જે કારણે ઉદ્યોગોને જતી સપ્લાઈ પણ રોકવી પડી છે.
તરત જરૂર પડી
નિષ્ણાંતો મુજબ કોરોનાનો આ નવો સ્ટ્રેન વધુ ખતરનાક છે. જે સીધી જ માણસોના ફેફસાં પર અસર કરે છે. જે કારણે દર્દીઓને તરત જ ઑક્સીજનની જરૂરત પડે છે. એક્ટિવ કેસની સંખ્યા વધવાથી સતત ઑક્સીજનની ખપત વધતી જઈ રહી છે, જ્યારે પહેલી લહેરમાં બહુ ગંભીર દર્દીઓને જ ઑક્સીજન બેડ અથવા આઈસીયૂની જરૂરત પડતી હતી.












Click it and Unblock the Notifications
