For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક દિવસમાં મળ્યા કોરોનાના 16488 નવા કેસ, અત્યાર સુધી 1.42 કરોડ લોકોને મૂકાઈ રસી

દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ એક વાર ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દેશમાં કોરોના વાયરસના સંક્રમણના કેસ એક વાર ફરીથી ઝડપથી વધવા લાગ્યા છે. જો કે સૌથી વધુ કેસ હાલમાં મહારાષ્ટ્ર સહિત અમુક રાજ્યોમાં જ મળી રહ્યા છે પરંતુ બાકીના રાજ્યોમાં પણ કોરોના વાયરસ નિયમો માટે કડકાઈ વધારી દેવામાં આવી છે. શનિવારે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય તેમજ પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા એક દિવસમાં દેશમાં કોરોના વાયરસના 16488 નવા કેસ સામે આવ્યા છે જ્યારે આ દરમિયાન 113 દર્દીઓના મોત થયા છે. નવા દર્દી મળ્યા બાદ દેશમાં કોરોના વાયરસ સંક્રમણના કુલ કેસ વધીને 1,10,79,979 થઈ ગયા છે.

corona vaccine

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 12,771 દર્દી રિકવર થયા છે જે બાદ રિકવર થનાર દર્દીઓની કુલ સંખ્યા વધીને 1,07,63,451 થઈ ગઈ છે. આ રીતે દેશમાં હવે કોરોના વાયરસના માત્ર 1,59,590 સક્રિય કેસ જ બચ્યા છે. આ ઉપરાંત અલગ અલગ રાજ્યોમાં ચાલી રહેલ કોરોના વાયરસ રસીકરણ અભિયાનના પહેલા તબક્કા હેઠળ લોકોને રસી પણ મૂકવામાં આવી રહી છે. આરોગ્ય મંત્રાલયે જણાવ્યુ કે અત્યાર સુધીમાં કુલ 1,42,42,547 લોકોને કોરોના વાયરસની રસી મૂકવામાં આવી ચૂકી છે.

1 માર્ચથી શરૂ થશે કોરોના વાયરસ રસીકરણનો બીજો તબક્કો

તમને જણાવી દઈએ કે એક માર્ચ એટલે કે સોમવારથી દેશમાં કોરોના વાયરસની વેક્સીન આપવાનો બીજો તબક્કો શરૂ થઈ રહ્યો છે. બીજા તબક્કા હેઠળ 60 વર્ષથી ઉપરની ઉંમરના વડીલો અને 45 વર્ષથી વધુ ઉંમરના એ લોકોને કોરોના વેક્સીન આપવામાં આવશે જે ગંભીર બિમારીઓથી પીડિત છે. સરકારના જણાવ્યા મુજબ કોરોના વેક્સીન લેનાર લોકોની સંખ્યા 27 કરોડ છે. બીજા તબક્કામાં કોરોના વાયરસ રસીકરણ અભિયાન માટે કેન્દ્ર તરફથી ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે.

ગુજરાતમાં કોંગ્રેસ ખતમ, લોકોએ વિપક્ષને લાયક પણ ન સમજ્યુગુજરાતમાં કોંગ્રેસ ખતમ, લોકોએ વિપક્ષને લાયક પણ ન સમજ્યુ

English summary
16488 New coronavirus cases India and 14242547 people have been vaccinated.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X