લલિત મોદીએ ઇડીને કહ્યું આરોપ સાબિત તો કરો
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

લલિત મોદીએ ઇડીને કહ્યું આરોપ સાબિત તો કરો!
ભૂતપૂર્વ આઇપીએલ કમિશ્નર અને ફેમા ઉલ્લંધનના આરોપી લલિત મોદીએ મંગળવારે અનેક મોટા ખુલાસા કર્યા. તેમણે કહ્યું કે તેમને વિદેશ મોકલવામાં ક્રોંગ્રેસના નેતા રાજીવ શુક્લા, રાકાંપા અધ્યક્ષ શરદ પવાર, પ્રફુલ્લ પટેલ પણ સામેલ છે. ભાજપના રાજસ્થાનના મુખ્યમંત્રી વસુધરા રાજે પોતાના મિત્ર ગણાવી મોદીએ કહ્યું કે રાજેએ તેના સમર્થનમાં યુકેમાં પણ નિવેદન કર્યું છે. અને તે મારી પત્નીના ઇલાજ માટે મારી સાથે પણ આવી હતી. વધુમાં તેમણે કહ્યું કે કે ઇડીએ તેમની પર લગાવેલા તમામ આરોપ ખોટા છે. અને જો ઇડીમાં દમ હોય તો તે તેમની પર લગાવેલા આરોપ સાબિત કરીને બતાવે.

બેંગ્લોર- ચેન્નઇ એક્સપ્રેસ પાટા પરથી ઉતરી
આજે સવારે 5 વાગ્યાની આસપાસ બેસિન પુલ પાસે બેંગ્લોર-ચેન્નઇ એક્સપ્રેસના બે ડબ્બા પાટા પરથી ઉતરી ગયા. જો કે આ ધટનામાં કોઇ જાનહાનીના ખબર નથી મળ્યા.

મધર ડેરીના દૂધમાં મળ્યું ડિટર્જન્ટ, કંપનીએ કહ્યું દૂધ સુરક્ષિત છે
આગ્રામાં મધર ડેરીના દૂધમાં ડિટર્જન્ટ અને રિફાઇન્ડ મળ્યું. નોંધનીય છે કે આગ્રાના બાહમાં આવેલ મધર ડેરીના પ્લાન્ટમાંથી, ફૂડ સેફ્ટી અને ડ્રગ એડમિનિસ્ટ્રેશન એટલે કે FSDAએ દૂધના સેમ્પલની તપાસ કરી હતી. જે બાદ તેમણે મધર ડેરીનું લાયસન્ય રદ્દ કરવાની પ્રક્રિયા હાથ ધરી. જો કે કંપનીનો દાવો છે કે તેમનું દૂધ સુરક્ષિત છે.

નેસ્લેના વધુ એક પ્રોડક્ટ સેરેલેકમાં જીવડા મળ્યા
મેગીના લઇને વિવાદોમાં સપડાયેલા નેસ્લેના અન્ય એક ઉત્પાદનમાં પણ જીવડા મળી આવ્યા. કોયમ્બતૂરમાં શિશુ આહાર ગણાતા નેસ્લેના સેરેલેકના એક પેકેટમાં જીવડા જોવા મળ્યા. જે મામલે ફરિયાદ નોંધાતા, ખાદ્ય સુરક્ષા વિભાગે તેનું સેમ્પલ વધુ તપાસ માટે મોકલ્યું છે. જોકે આ જોતા નેસ્લેની મુશ્કેલીઓ આવનારા સમયમાં વધે તેવું લાગે છે.

લલિત મોદી વિવાદમાં હવે વસુંધરા રાજે પણ ફસાયા.
જો કે લલિત મોદીના આ નિવેદન, કે વસુંધરા રાજે મારી મિત્ર છે. તેણે બ્રિટિનમાં પણ મારું સમર્થન કર્યું. અને તે મારી સાથે પોર્ટુગલ મારી પત્નીની ખબર પુછવા આવી હતી. તે વાત હવે ભાજપના રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે માટે આફત સમાન બની ગઇ છે. નોંધનીય છે કે લલિત મોદીની પત્ની મીનલને મળવા પોર્ટુગલ ગયેલ વસુંધરાએ તેજ પોર્ટુગલની હોસ્પિટલની સાથે ત્યારબાદ ચાર મહિનામાં એમઓયુ પણ સાઇન કર્યા હતા.

મિથુન ચક્રવર્તીએ શારદાના 1.20 કરોડ રૂપિયા ઇડીને પરત કર્યા
બોલીવૂડ ડાન્સીંગ લેજન્ડ મિથુન ચક્રવર્તીએ શારદા ચીટ ફંડ દ્વારા મળેલા 1.20 કરોડ રૂપિયા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)ને પરત કર્યા.

પપ્પુ યાદવ પર એર હોસ્ટેસ સાથે છેડછાડ કરવાનો આરોપ
આરજેડીના ભૂતપૂર્વ સાંસદ પપ્પુ યાદવ પર જેટ એરવેઝની એક એર હોસ્ટેસે ગેરવર્તન કરવાનો આરોપ લગાવ્યો છે. આ ધટના મંગળવારે, જ્યારે યાદવ પટનાથી દિલ્હી જઇ રહ્યા હતા ત્યારે બની હતી. એરહોસ્ટેસે પપ્પુ યાદવને પ્લેનમાં કચરો ના ફેંકવાનું જણાવતા યાદવે તેની સાથે ગેરવર્તણૂક કરી હતી. જો કે પપ્પુ યાદવે આ તમામ આરોપોનું ખંડન કરતા કહ્યું છે કે તે નિર્દોષ છે.

મોદીએ શરીફ અને હસીનાને ફોન કરી રમજાનની બધાઇ આપી
હાલ જ્યાં ભારત અને પાકિસ્તાન વચ્ચે સામસામે વાકયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન નવાજ શરીફ અને બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને ફોન કરીને રમજાનની શુભેચ્છા પાઠવી. વધુમાં તેમણે અફધાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીને પણ ફોન કરી આ અંગે વાતચીત કરી.

મોદી અને અમિત શાહ અયોધ્યાને ભૂલી ગયા છે: VHP
મંગળવારે, અયોધ્યામાં રામ મંદિર બનાવા માટે વિશ્વ હિંદુ પરિષદે અને અન્ય સાધુ સમાજે એક બેઠક યોજી. જે બાદ પ્રેસને સંબોધતા વિહપના વરિષ્ઠ નેતા રામ વિલાસ વેદાંતી કહ્યું કે મોદી વારાણસી, મથુરા અને નેપાળ પણ જઇ આવ્યા છે. પણ તેમની પાસે અયોધ્યા આવવાનો ટાઇમ નથી. તેમણે કહ્યું કે મોદી અને અમિત શાહ રામ મંદિર બનાવાની વાતને ભૂલી ગયા છે.

ભાજપે રામ મંદિર મામલે આપી સફાઇ
તો બીજી તરફ કાનૂન રાજ્ય મંત્રી સદાનંદ ગૌડાએ આ મામલે સ્પષ્ટતા આપતા કહ્યું કે રામ મંદિર હંમેશાથી એનડીએ સરકારના એજન્ડામાં હતું અને રહેશે. પણ તેની પર કોઇ પણ નિર્ણય વિચાર- વિર્મશ કર્યા બાદ જ લેવામાં આવશે.

મુંબઇમાં ઓટો-રિક્ષાની હડતાલ
મુંબઇ, થાણે અને નવી મુંબઇમાં ઓટા-રિક્ષા યુનિયન આજે એક દિવસની હડતાલ પર ઉતર્યું છે. જેના કારણે સામાન્ય જીનજીવન પર તેની માઠી અસર થઇ છે. નોંધનીય છે કે આટો યુનિયનની માંગ છે કે મુંબઇમાં ઓલા અને ઉબેર જેવી કેબ સર્વિસને પર પ્રતિબંધ લગાવામાં આવે અને તેમનું ભથ્થુ વધારવામાં આવે.

દિલ્હીમાં વાલ્મિકી સમાજે રાહુલ ગાંધીનું સન્માન કર્યું
દિલ્હીમાં વાલ્મિકી સમાજે ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીનું સન્માન કર્યું. નોંધનીય છે કે રાહુલે થોડા સમય પહેલા પૂર્વ દિલ્હીના કર્મચારીઓના વેતન ભથ્થા માટે અવાજ ઉઠાવ્યો હતો. જે બાદ તેમને વેતન મળ્યુ હતું. આ પ્રસંગે રાહુલ ગાંધીએ લોકોને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે તે આવી રીતે ગરીબ અને અસહાય લોકોને મદદ કરતા રહેશે.

સિવિલ હોસ્પિટલના ઓફિસરનું મોઢું કાળું કરાયું
મુંબઇમાં મંગળવારે, સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર રધુરામ રાઠોડ પર એક શંકાસ્પદ વ્યક્તિએ કાળી શાહી ઢોળી. નોંધનીય છે કે રધુરામે એક ઘાયલ મહિલાની અવણના કરી હતી. જે બાદ NCP અને અન્ય સ્થાનિક લોકોએ તેમનો જોરશોરથી વિરોધ કર્યો હતો.

બીજેપી ઓફિસ સામે ક્રોંગ્રેસે મોદીના પૂતળા બાળ્યા
મંગળવારે, નવી દિલ્હીમાં ક્રોંગ્રેસની મહિલા કાર્યકર્તાઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજના લલિત મોદી વિવાદ મામલે પૂતળા બાળીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

જમ્મુમાં PDP-BJPની સરકારનો કરાયો વિરોધ
મંગળવારે, જમ્મુ કાશ્મીરના નેશનલ કોન્ફર્ન્સના કાર્યકર્તાઓએ પીડીપી-બીજેપીની સરકારના 100 દિવસના શાસનને કુશાસન ગણાવી વિશાળ રેલી નીકાળી તેનો વિરોધ કર્યો.

દિલ્હીમાં માટલા લઇ,પાણીની તંગીનો વિરોધ કર્યો રહેવાસી
મંગળવારે, દિલ્હીના તુગલકાબાદ વિસ્તારના નિવાસીઓએ માટલા ઉપાડી કર્યું વિરોધ પ્રદર્શન . દિલ્હીના જળ બોર્ડ સામે કરેલા આ વિરોધમાં રહેવાસીઓની માંગ હતી કે પ્રશાસન જલ્દી જ તેમના પાણીની સમસ્યાનું નિરાકરણ લાવે.

જમ્મુમાં AIIMS મામલે વિરોધ પ્રદર્શન
મંગળવારે, જમ્મુ વાસીઓએ તાવી પૂલને બ્લોક કરીને કર્યું વિરોધ પ્રદર્શન. નોંધનીય છે કે આ લોકો જમ્મુના બદલે કાશ્મીરમાં AIIMS હોસ્પિટલ ખોલવાના સરકારના વિચારનો વિરોધ કરી રહ્યા હતા.

અલ્હાબાદમાં છવાયો શોક અને માતમ
મંગળવારે, નક્સલી હુમલામાં માર્યા ગયેલા સીઆરપીએફના જવાન વરુણ કુમારનું પાર્થિવ શરીર અલ્હાબાદ પહોંચતા તેમના પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઇ ગઇ.

મોદી મળ્યા "ગર્લ રાઇઝિંગ" અભિયાનના પ્રતિનિધિને
મંગળવારે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગર્લ રાઇઝિંગ અભિયાનના પ્રતિનિધિઓને મળ્યા.

ઇંગ્લિશ રગ્બી ટીમે કોલકત્તાના બાળકો જોડે રગ્બી રમી
મંગળવારે, કોલકત્તામાં હર્લક્વિન એફસી ઇંગ્લિશ રગ્બી ટીમના ખેલાડીઓએ ગરીબ બાળકો જોડે રગ્બી રમી થોડીક મસ્તીની પળો માણી.

મુંબઇમાં શ્રૃતિ હસને ફેશનનો ઝલવો બતાવ્યો
મંગળવારે, મુંબઇમાં શ્રૃતિ હસને એક ઇવેન્ટમાં રેમ્પ વોક કરીને ફેશનનો ઝલવો લોકોને બતાવ્યો હતો.












Click it and Unblock the Notifications
