યોગી સરકારના એજન્ડામાં સૌથી મોખરે છે ઉત્તર પ્રદેશના 17 નગર નિગમ, જાણો કારણ
ઉત્તર પ્રદેશમાં નગર નિગમની ચૂંટણીના પડઘમ વચ્ચે યોગી સરકારે ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દીધી છે. સરકાર હવે ઉત્તર પ્રદેશની 17 મ્યુનિસિપલ કોર્પોરેશન પર ધ્યાન કેન્દ્રિત કરશે અને ત્યાં મળેલા રોકાણને કન્વર્ટ કરવાનો પ્રયાસ કરશે.
ઉત્તર પ્રદેશમાં ગત મહિને સમાપન થયેલી ઉત્તર પ્રદેશ ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમીટ 2023 બાદ હવે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની સરકારે રાજ્યમાં 17 નગર નિગમો માટે પ્રાપ્ત રોકાણ પ્રસ્તાવોને પ્રાથમિકતાના આધારે લાગુ કરવા અને 51 લાખ યુવાનો માટે રોજગારીની તકો ઉભી કરવા બાબતે ધ્યાન કેન્દ્રીત કર્યું છે. જોકે, ઉત્તર પ્રદેશમાં થનારા નગર નિગમની ચૂંટણી વચ્ચે સરકારનો આ નિર્ણય ઘણો મહત્વનો માનવામાં આવે છે.

મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં મળેલી દરખાસ્તો પર સરકારનું વિશેષ ધ્યાન
રાજ્ય સરકારના અધિકારીઓના જણાવ્યા અનુસાર, 16.31 લાખ નોકરીની તકો ઊભી કરવા માટે 782 દરખાસ્તો દ્વારા 1,96,261 કરોડનુંરોકાણ કરવામાં આવશે. ફિરોઝાબાદને રૂપિયા 14,874 કરોડની દરખાસ્તો મળી છે, જે 8.57 લાખ નોકરીઓનું સર્જન કરશે.
બ્રાસ પ્રોડક્ટ્સ માટે પ્રખ્યાત મુરાદાબાદને રૂપિયા 22,520 કરોડના રોકાણની દરખાસ્તો મળી છે. સરકારનું લક્ષ્ય સહારનપુરમાં 42,898યુવાનો માટે રોજગારીનું સર્જન કરવાનું છે. શાહજહાંપુરમાં, જ્યાં પ્રથમ વખત નગરપાલિકાની ચૂંટણી યોજાશે, 66,502 કરોડના રોકાણનીદરખાસ્તો પ્રાપ્ત થઈ છે.

રોજગારી સર્જન પર છે સરકારનું ધ્યાન
અયોધ્યા અને મથુરા-વૃંદાવનની મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં, રાજ્ય સરકારનું લક્ષ્ય દરેક શહેરમાં 50,000 નોકરીઓનું સર્જન કરવાનું છે.
સરકારના જણાવ્યા અનુસાર, ટિચેન ગૃપ ઓફ કંપનીઝ, જે GIS-23માં ભાગ લેનારી ટોચની 10 કંપનીઓમાં સામેલ છે, તે આગ્રા, લખનઉઅને વારાણસીમાં રોકાણ કરશે. આવા સમયે આરજી સ્ટ્રેટેજી ગૃપ ગોરખપુર અને ગાઝિયાબાદમાં વિવિધ ક્ષેત્રોમાં રોકાણ કરશે.

યુપીમાં સર્જાયું છે રોકાણનું વાતાવરણ
ઉત્તર પ્રદેશ સરકાર ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટની તૈયારીમાં વ્યસ્ત છે. સરકારે અગાઉ આ સમિટ માટે રૂપિયા 17 લાખ કરોડનું રોકાણ લક્ષ્યનક્કી કર્યું હતું.
સરકારના જણાવ્યા અનુસાર, તેને ગ્લોબલ ઇન્વેસ્ટર્સ સમિટ-2023 (UPGIS-2023)માં લગભગ રૂપિયા 34 લાખ કરોડનારોકાણની દરખાસ્તો મળી છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં રોકાણ માટે અનુકૂળ વાતાવરણઊભું કરવામાં આવ્યું હતું.

યોગીની ટીમે કર્યો હતો વિદેશ પ્રવાસ
યોગી સરકારે વિદેશમાં અને દેશમાં રોડ-શો કર્યા હતા. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે વિદેશમાં રોકાણકારો આકર્ષવા માટે આંતરરાષ્ટ્રીયરોડ-શોનું આયોજન કરવા માટે બે નાયબ મુખ્યપ્રધાનો કેશવ પ્રસાદ મૌર્ય અને બ્રજેશ પાઠકના નેતૃત્વ હેઠળ આઠ ટીમો મોકલી હતી.
પાછળથી, યોગીએ મુંબઈમાં એક રોડ શોનું નેતૃત્વ કર્યું અને સ્થાનિક રોડ શો યોજવા માટે અન્ય સાત મોટા શહેરોમાં ટીમો મોકલી, જેનાથીયુપી સરકારને ઘણો ફાયદો થયો અને લક્ષ્યાંક કરતાં વધુ રોકાણો આકર્ષાયા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
