For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નાબાલિક મુસ્લિમ યુવકે જય શ્રી રામ કહેવાની ના પાડી, તો સળગાવી દીધો

ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવે છે. અહીં 17 વર્ષના એક નાબાલિકને કથિત રીતે જય શ્રી રામ નારો નહીં લગાવવાને કારણે જીવતો સળગાવી દેવામાં આવ્યો છે.

|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશમાં ફરી એકવાર કાળજું કંપાવી નાખે તેવી ઘટના સામે આવે છે. અહીં 17 વર્ષના એક નાબાલિકને કથિત રીતે જય શ્રી રામ નારો નહીં લગાવવાને કારણે જીવતો સળગાવી દેવામાં આવ્યો છે. ત્યારપછી આ યુવકને કાશી કબીર ચૌરા હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો હતો. આરોપ છે કે યુવકને જય શ્રી રામ નારો લગાવવા માટે કહેવામાં આવ્યું હતું, પરંતુ જયારે તેને આવું કરવાની ના પાડી ત્યારે તેને જીવતો સળગાવી દીધો. પરંતુ પોલીસે આ બંધ જ આરોપોને નકારી નાખ્યા છે.

mob lynching

ચંદોલી એસપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું કે પીડિતે બે અલગ અલગ નિવેદનો આપ્યા છે. અગાઉ પીડિતે કહ્યું હતું કે તે દોડવા માટે મહારાજપુર ગામે ગયો હતો, જ્યાં તેને ચાર લોકો મળ્યા હતા જેણે તેને ખેંચીને આગની હવાલે કરી દીધો હતો. પીડિતે બાદમાં આરોપ પણ લગાવ્યો હતો કે આરોપીએ જય શ્રી રામને સૂત્રોચ્ચાર કરવા કહ્યું હતું, જ્યારે તેણે આવું કરવાની ના પાડી ત્યારે લોકોએ તેને આગની હવાલે કરી દીધો.

એસપી સંતોષ કુમાર સિંહે જણાવ્યું હતું કે પીડિતને બીએચયુમાં રેફર કરવામાં આવ્યો છે, જ્યાં તેણે પોતાનું નિવેદન બદલ્યું છે. તેણે ઈન્સ્પેક્ટરને જણાવ્યું છે કે ચાર લોકોએ મોટરસાયકલોથી તેનું અપહરણ કરી તેને હતીજા ગામે લઈ ગયા હતા. પોલીસના જણાવ્યા મુજબ મહારાજપુર ગામ અને હાતીજા ગામ બંને જુદી જુદી દિશામાં છે. એસપીએ જણાવ્યું હતું કે પીડિત 45 ટકા બળી ગયો છે. જે રીતે તેણે બે જુદાં જુદાં નિવેદનો આપ્યાં છે, તે શંકા પેદા કરે છે, એવું લાગે છે કે તેને ટોર્ચર કરવામાં આવ્યો છે. પોલીસ સીસીટીવી ફૂટેજની તપાસ કરી રહી છે અને આ મામલે તપાસ કરી રહી છે.

આ પણ વાંચો: જમીન વિવાદની તપાસ કરવા ગયેલા પોલીસકર્મીની મારી મારીને હત્યા

English summary
17 year muslim boy was burnt allegedly for not chanting Jai Shri Ram
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X