For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2 મહિનાથી ગુમ છે 17 વર્ષની છોકરી, આત્માઓની દુનિયામાં હતો ભરોસો, માતાપિતાએ કહી ચોંકાવનારી વાત

બેંગલુરુની રહેવાસી 17 વર્ષની એક છોકરી છેલ્લા 2 મહિનાથી ગુમ છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ બેંગલુરુની રહેવાસી 17 વર્ષની એક છોકરી છેલ્લા 2 મહિનાથી ગુમ છે. છોકરીના માતાપિતા પોતાની દીકરીને શોધવા માટે પોલિસ પાસે ગે અને હવે સોશિયલ મીડિયાનો પણ સહારો લીધો છે. ચિંતિત માતાપિતાએ દીકરીના ગુમ થવાને લઈને ચોંકાવનારા ખુલાસા કર્યા છે. ગાયબ છોકરીના માતા પિતાને શંકા છે કે તેમની દીકરી એકલી ગાયબ ના થઈ શકે. માતાપિતાને શંકા છે કે છોકરીના ગુમ થવા પાછળ શમનવાદ(શમનિઝ્મ) છે. સગીર બાળકી અનુષ્કા પોતાના બેંગલુરુના ઘરમાંથી 31 ઓક્ટોબરે નીકળી હતી. માતાપિતાએ કહ્યુ, 'કોઈએ મારી દીકરીને પ્રભાવિત કરી છે, તે ઘર છોડીને એકલી ના જઈ શકે.'

2 જોડી કપડા અને અઢી હજાર રુપિયા લઈને ગાયબ થઈ છે છોકરી

2 જોડી કપડા અને અઢી હજાર રુપિયા લઈને ગાયબ થઈ છે છોકરી

અનુષ્કા લગભગ બે મહિનાથી ગુમ છે. તે 31 ઓક્ટોબરે બે જોડી કપડા અને 2500 રુપિયા રોકડા લઈને ઘરમાંથી નીકળી હતી. હવે તમે વિચારી રહ્યા હશો કે છેવટે આ શમનવાદ(શમનિઝ્મ) શું છે? તો તમને જણાવી દઈએ કે શમનવાદ(શમનિઝ્મ) એક પ્રાચીન પરંપરા છે. જે હેઠળ લોકો દેવી-દેવતાઓ, આત્માઓ અને રાક્ષસોની અનદેખી દુનિયામાં વિશ્વાસ કરે છે. અનુષ્કાને પણ આ બધી વાતોમાં ભરોસો હતો. અમુક લોકો માટે શમનવાદ આત્માઓની દુનિયાના માધ્યથી આધ્યાત્મિક અને શારીરિક ઉપચારનો એક પ્રાચીન અભ્યાસ છે.

'આત્માઓની દુનિયા વિશે જાણવા માંગતી હતી અનુષ્કા'

'આત્માઓની દુનિયા વિશે જાણવા માંગતી હતી અનુષ્કા'

અનુષ્કાને શમનવાદ એટલે કે આત્માઓની દુનિયા વિશે જાણવા અને ડિટેશન કરવાનો શોખ હતો. 12મુ ધોરણ પાસ કર્યા બાદ અનુષ્કા તેના પ્રત્યે આકર્ષિત થઈ. અનુષ્કાની મા અર્ચનાએ કહ્યુ, 'તેણે(અનુષ્કા)એ જણાવ્યુ કે તે શમનિઝ્મ મેડિટેશન કરવા માંગે છે. તે આધ્યાત્મિક જીવનના પ્રશિક્ષકો અને સાઈકેડેલિક શિક્ષકોથી પ્રભાવિત હતી. ત્યારબાદ અમે તેને ઘરે જ શમનિઝ્મ મેડિટેશન કરવાની સલાહ આપી. ત્યારબાદ તે ઘરે મેડિટેશન કરતી હતી. હું તેને પાછી આવવાનો અનુરોધ કરુ છુ.'

સપ્ટેમ્બરથી બદલાઈ ગયુ હતુ તેનુ વલણ

સપ્ટેમ્બરથી બદલાઈ ગયુ હતુ તેનુ વલણ

પિતા અભિષેકે કહ્યુ કે તેને શોધવા માટે પોલિસના પ્રયાસો અત્યાર સુધી સફળ થયા નથી અને તે ટ્વિટર અને ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફૉર્મનો પણ ઉપયોગ કરી રહ્યા છે. તેના પિતા અભિષેકે કહ્યુ કે કોઈએ ઘર છોડવાના તેના નિર્ણયને પ્રભાવિત કર્યુ. પિતા અભિષેકે કહ્યુ, 'તે સગીર છે. બની શકે કે તે સ્વયં નિર્ણય લેવાની સ્થિતિમાં ના હોય. તેણે મને કહ્યુ કે તે શમનિઝ્મનુ પાલન કરવા માંગે છે.' પિતા અભિષેકે કહ્યુ, અનુષ્કા સપ્ટેમ્બરથી ઘણી બદલાવા લાગી હતી. તે એકાંતપ્રિય થઈ ગઈ અને દરેકથી બચવાની કોશિશ કરવા લાગી હતી.

'અમે તેમને કાઉન્સેલર પાસે પણ લઈ ગયા હતા..'

'અમે તેમને કાઉન્સેલર પાસે પણ લઈ ગયા હતા..'

પિતા અભિષેકે કહ્યુ, 'હું તેને એક કાઉન્સેલર પાસે લઈ ગયો. અમે જે વ્યવહારમાં પરિવર્તન જોયુ તે એ હતુ કે તેની સાથે અમે વાત કરવાનુ બંધ કરી દીધુ. તે ખુદને રૂમમાં કલાકો સુધી બંધ રાખતી હતી. ખુદને ઘરેલુ ગતિવિધિઓથી પ્રતિબંધિત કરી રહી હતી.' તેમણે કહ્યુ કે અનુષ્કા 31 ઓક્ટોબરે તેમના ઘરેથી ભાગી ગઈ હતી. બેંગલુરુ પોલિસ હજુ પણ સુરાગ શોધી રહી છે. પોલિસે તેને ટ્રિકી કેસ ગણાવ્યો છે. પોલિસ ઘણી જગ્યાએ લાગેલા સીસીટીવી કેમેરાની ફૂટેજ શોધી રહી છે. તેમણે કહ્યુ કે જે જગ્યાએથી અનુષ્કા ટ્રેસલેસ થઈ હતી ત્યાં કોઈ સીસીટીવી કેમેરા નહોતા.

English summary
17 year old Bengaluru girl missing for 2 months, parents suspect Shamanism
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X