For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આજે અબુધાબીથી પાછા આવશે 179 ભારતીય, મુસાફરોને મળવા પહોંચ્યા રાજદૂત

જે અબુ ધાબીથી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટથી 179 ભારતીયોને પાછા લાવવામાં આવશે.

|
Google Oneindia Gujarati News

ભારત સરકારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે વંદે ભારત મિશન લૉન્ચ કર્યુ છે. આ મિશન હેઠળ આજે અબુ ધાબીથી એર ઈન્ડિયાની વિશેષ ફ્લાઈટથી 179 ભારતીયોને પાછા લાવવામાં આવશે. આ બધા કેરળના રહેવાસી છે. કોરોના મહામારીના કારણે બધા યુએઈમાં ફસાઈ ગયા હતા. વળી, ઘરે પાછા આવવાની ખુશીઓ મુસાફરોને ચહેરા પર સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમને મદદ માટે ભારત સરકાર અને ભારતીય રાજદૂતોનો આભાર માન્યો.

abudhabi

કેરળ પ્રશાસનના જણાવ્યા મુજબ આ વિમાન બધા મુસાફરોને લઈને કોચ્ચિ ઉતરશે. જ્યાં ટર્મિનલમાં પ્રવેશ કરતા પહેલા બધાનુ થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવશે. જો આ દરમિયાન કોઈમાં કોરોનાના લક્ષણ દેખાયા તો તેને હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા કરવામાં આવી છે. એરપોર્ટ પર તપાસ બાદ બધાને ક્વૉરંટાઈન કરવામાં આવશે. તેમની બેગને સંક્રમણ મુક્ત કરવા માટે હાઈડ્રોફ્લોરાઈડમાં નાખવામાં આવશે. વળી, મુસાફરોની સ્થિતિ જાણવા અબુધાબીના રાજપૂત પવન કપૂર પોતાની ટીમ સાથે એરપોર્ટ પહોંચ્યા. આ દરમિયાન મદદ માટે મુસાફરોએ તેમનો આભાર માન્યો.

નૌકાદળે પણ મોકલ્યા ત્રણ જહાજ

ઈન્ડિયન નેવીએ કોરોના વાયરસ મહામારી વચ્ચે સંયુક્ત આરબ અમીરાત(યુએઈ) અને માલદીવમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે ત્રણ જહાજ રવાના કર્યા છે. આ ત્રણમાંથી એક આઈએનએસ જલાશ્વ માલદીવની રાજધાની માલેના બંદર પર પહોંચી ગયુ છે. આઈએનએસ જલાશ્વ ઉપરાંત આઈએનએસ મગર અને આઈએનએસ શાર્દૂલને પણ નેવીએ રવાના કર્યુ છે. આઈએનએસ જલાશ્વ ભારતીયોને લઈને કોચ્ચિ પહોંચશે.

આ પણ વાંચોઃ જૂન-જુલાઈમાં પોતાના ચરમ પર હશે કોરોના વાયરસઃ એઈમ્સના ડાયરેક્ટરઆ પણ વાંચોઃ જૂન-જુલાઈમાં પોતાના ચરમ પર હશે કોરોના વાયરસઃ એઈમ્સના ડાયરેક્ટર

English summary
178 indians coming back from Abu Dhabi on Air India special flight
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X