For Daily Alerts
Live: લોકસભાનું પહેલું સત્ર શરુ, સૌથી પહેલા પીએમ મોદીએ શપથ લીધા
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સતત બીજી વાર સરકાર બન્યા પછી સંસદનું પહેલું સત્ર સોમવારે એટલે કે 17 જૂને શરુ થઇ ગયું છે.
પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં સતત બીજી વાર સરકાર બન્યા પછી સંસદનું પહેલું સત્ર સોમવારે એટલે કે 17 જૂને શરુ થઇ ગયું છે. આ સત્રમાં પીએમ મોદીના બીજા કાર્યકાળનું બજેટ પણ રજુ કરવામાં આવશે અને ત્રણ તલાક જેવા અગત્યના વિધેયક પર સરકાર આગળ વધશે. લોકસભામાં નવા ચહેરા વિશે વાત કરતા પીએમ મોદીએ કહ્યું કે સંસદ સત્ર ઉત્સાહ અને નવી સોચ સાથે શરુ થવું જોઈએ. 26 જુલાઇએ પુરા થતા આ સત્રમાં કુલ 30 બેઠક થશે. પહેલા બે દિવસોમાં સ્પીકર વિરેન્દર કુમાર સાંસદોને શપથ અપાવશે. 19 જૂને લોકસભા અધ્યક્ષની પસંદગી થશે. 5 જુલાઈ દરમિયાન બજેટ રજુ કરવામાં આવશે.
Newest First Oldest First
પીએમ મોદીએ કહ્યું કે સરકારે સતત બીજા વાર સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત કરી છે. લોકોએ અમને ફરીથી આ દેશની સેવા કરવાની તક આપી છે. હું તમામ પક્ષોને અપીલ કરું છું કે તેઓ લોકોની તરફેણમાં લેવામાં આવેલા નિર્ણયોને સમર્થન આપે છે. મોદીએ કહ્યું કે નવું સત્ર શરુ થઇ ચૂક્યું છે, શરૂઆતમાં હોઈ તેથી આ સત્રથી લોકો નવી આશા છે, લોકોને નવા સપના છે.
Comments
English summary
17th Lok Sabha LIVE: Parliament session began, PM takes oath of duty