17મી લોકસભાનું પહેલુ સત્ર આજથી થશે શરૂ, આ મુદ્દાઓ પર રહેશે નજર

17મી લોકસભાનુ પહેલુ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે. આજથી શરૂ થઈ રહેલા સંસદના સત્રમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે.

17મી લોકસભાનુ પહેલુ સત્ર આજથી શરૂ થઈ રહ્યુ છે. આજથી શરૂ થઈ રહેલા સંસદના સત્રમાં કેન્દ્રીય બજેટ રજૂ કરવામાં આવશે. આ ઉપરાંત ઘણા મહત્વના બિલ પણ સંસદમાં આગળ વધારવામાં આવશે. જેમાં સૌથી મહત્વનું ત્રણ તલાકનું બિલ છે. સરકાર ત્રણ તલાકના બિલને પાસ કરાવવાની પૂરી કોશિશ કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી શરૂ થતા સંસદના સત્ર પહેલા તમામ વિપક્ષી દળોના નેતાઓ સાથે રવિવારે મહત્વની બેઠક કરી હતી. સાથે જ પીએમ મોદીએ એક, દેશ, એક ચૂંટણી ઉપરાંત તમામ મહત્વના મુદ્દાઓ પર વાત કરવા માટે સર્વપક્ષીય બેઠક 19 જૂનના રોજ બોલાવી છે.

parliament

નવી સરકારની રચના બાદ આજથી શરૂ થતા સંસદના સત્ર પહેલા પીએમ મોદીએ કહ્યુ કે નીચલા ગૃહની શરૂઆથ આપણે નવા ઉત્સાહ અને નવા વિચારો સાથે કરવી જોઈએ. સર્વપક્ષીય બેઠકમાં કોંગ્રેસે બેરોજગારી, ખેડૂતોની સમસ્યાઓ, દુષ્કાળ, પ્રેસની આઝાદી જેવા મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા. સાથે જમ્મુ કાશ્મીરમાં વહેલી તકે ચૂંટણી કરાવવાની પણ માંગ કરી. વિપક્ષી દળોએ માંગ કરી છે કે સંસદની અંદર બધા મહત્વના વિષયો પર ચર્ચા થવી જોઈએ. વળી, કોંગ્રેસે આ વાત પર પુનરાવર્તિતકરી કે વિચારધારાની લડાઈ છે. આ બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામનબી આઝાદ, કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરી, કે સુરેશ, એનસી મુખિયા, ફારુખ અબ્દુલ્લા અને ટીએમસી નેતા ડેરેક ઓ બ્રાઉન હાજર હતા.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં થયેલી કેન્દ્રીય મંત્રીમંડળ (કેબિનેટ)ની પહેલી બેઠકમાં 17 જૂનના રોજ લોકસભાના સત્રને મંજૂરી આપવામાં આવી હતી. આ સત્ર 26 જુલાઈ સુધી ચાલશે. એક અધિકૃત નિવેદનમાં એ માહિતી આપવામાં આવી. રાજ્યસભાનું સત્ર 20 જૂનથી શરૂ થશે. રાજ્યસભાના સત્રનું સમાપન લોકસભાના સત્ર સાથે 26 જુલાઈ સુધી ચાલશે. સંસદના સત્ર પહેલા બે દિવસ નવા સાંસદોના શપથગ્રહણ માટે રાખવામાં આવ્યા છે. 19 જૂને લોકસભાના સ્પીકર ચૂંટવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને અનુરોધ કરવામાં આવશે કે તે બંધારણના અનુચ્છેદ 87(1) હેઠળ 20 જૂન (ગુરુવાર)ના રોજ સંસદના સેન્ટ્રલ હોલમાં સંસદના બંને સંસદોને સંબોધિત કરે. આર્થિક સર્વેક્ષણ 4 જુલાઈના રોજ રજૂ કરવામાં આવશે. વર્ષ 2019-20ના રોજ કેન્દ્રીય બજેટ 5 જુલાઈ (શુક્રવાર) નારોજ સવારે 11 વાગે લોકસભામા રજૂ કરવામાં આવશે. 17મી લોકસભાના પહેલા સંસદ સત્રમાં કુલ 30 બેઠકો હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X