દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 18,732 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર

દેશમાં ગત 24 કલાકમાં કોરોનાના 18,732 નવા કેસ, સંક્રમિતોની સંખ્યા 1 કરોડને પાર

Covid 19 Update: દેશમાં કોરોનાની ગતિ ધીમી જરૂર પડી છે પરંતુ તેનો પ્રકોપ ઓછો નથી, રવિવારે સવારે જાહેર આંકડાઓ મુજબ ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 18732 નવા મામલા સામે આવ્યા છે અને 279 દર્દી આ કારણે દમ તોડી ચૂક્યા છે. આની સાથે જ દેશમાં કુલ સંક્રમિતોની સંખ્યા 10187850 થઈ ગઈ છે.

coronavirus

જણાવી દઈએ કે દેશમાં 1 જુલાઈ બાદ એક દિવસમાં મળેલા આ સૌથી ઓછા મામલા છે. ભારતીય ચિકિત્સા અનુસંધાન પરિષદે કહ્યું કે ભારતમાં કાલે 26 ડિસેમ્બર સુધી કોરોના વાયરસ માટે કુલ 16,81,02,657 સેમ્પલ ટેસ્ટ કરાયાં છે, જેમાંથી 9,43,368 સેમ્પલ કાલે ટેસ્ટ કરાયાં છે.

જણાવી દઈએ કે અગાઉ સ્વાસ્થ્ય મંત્રી ડૉ હર્ષવર્ધને કહ્યું હતું કે બ્રિટેન અને અમેરિકામાં કોરોના વાયરસ વેક્સીનની રસી મળવી લોકોને શરૂ થઈ ગઈ છે. હવે જલદી જ ભારતમાં પણ કોરોના વાયરસની રસી લગાવવી શરૂ થઈ જશે. અમારી પ્રાથમિકતા અને સુરક્ષા વેક્સીનના પ્રભાવને લઈને છે. અમે કોઈપણ મામલામાં સમજૂતી કરવા નથી માંગતા.

કોરોનાએ સ્થિતિ બગાડી

જ્યારે હેલ્થ મિનિસ્ટરને પૂછવામાં આવ્યું કે શું ભારતમાં કોરોના વાયરસનો સૌથી ખરાબ જમાનો ચાલી રહ્યો છે તો તેના પર સ્વાસ્થ્ય મંત્રીે કહ્યું કે હા, આવું વિચારી શકાય. હાલ આખા ભારતમાં ત્રણ લાખ એક્ટિવ કેસ છે. થોડા મહિનાઓ પહેલાં આપણી પાસે કોરોનાના 10 લાખ એક્ટિવ કેસ હતા, જો 1 કરોડ કુલ સંક્રમિતોની વાત કરીએ તો તેમાં 95 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ પણ સૌથી સારો છે પરંતુ ખતરો ટળ્યો નથી એવામાં બધાએ સાવધાની વરતવાની જરૂરત છે.

સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે વેક્સીનને લઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે મળી પાછલા 4 મહિનાથી રાજ્ય, જિલ્લા અને પ્રખંડ સ્તરે તૈયારીઓ કરી રહી છે, અમે રાજ્ય,જિલ્લા અને બ્લૉક સ્તરે ટાસ્ક ફોર્સની રચના કરી છે. દેશભરમાં હજારો માસ્ટર ટ્રેનર પ્રશિક્ષિત કરાયા છે. અમે રાજ્ય સ્તરે પ્રશિક્ષણ આયોજિત કર્યું છે અને લગભગ 260 જિલ્લામાં 20 હજારથી વધુ કાર્યકર્તાઓને પ્રશિક્ષિત કર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X