For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કાશ્મીરના અલગાવવાદી નેતા મસરત આલમના વિરુદ્ધ પ્રદર્શન

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ સ્લાઇડર.

શ્રીનગર

શ્રીનગર

જમ્મુ કાશ્મીરના અલગાવવાદી નેતા મસરત આલમને પાકિસ્તાનથી મળ્યો સપોર્ટ. લશ્કર એ તૈયબાના સુપ્રીમો હાફિઝ સઇદએ મસરત આલમને કર્યો સપોર્ટ. ત્યારે સઇદીના આ સપોર્ટથી ભારતની મુશ્કેલી વધી.

શ્રીનગર

શ્રીનગર

તો બીજી તરફ ત્રાલમાં એક હુમલામાં એક કાશ્મીરી યુવકની મોત બાદ લોકો અને પોલિસ આમને સામને આવી ગઇ છે. ત્રાલમાં છેલ્લા બે દિવસથી પથ્થરમારો અને તોફાનો થઇ રહ્યા છે. પોલિસ પણ ટીયરગેસના સેલ છોડીને અને કર્ફ્યૂ લાદી સ્થિતિ સંભાળવાનો સંભવ પ્રયાસ કરી રહી છે.

શ્રીનગર

શ્રીનગર

શુક્રવારે, હુર્રિયત કોર્ન્ફરન્સના ચેરમેન મિરવાઝ ઉમર ફારુકે શ્રીનગરના ત્રાલમાં એક યુવકની મોતના પગલે વિરોધ પ્રદર્શન કરીને કાળા ઝંડા ફરકાવ્યા.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં મુસ્લિમ મહિલાઓએ કાશ્મીરના અલગાવવાદી નેતા મસરત આલમના વિરુદ્ધ કર્યું પ્રદર્શન. આ મહિલાઓએ મસરતના ફોટાને અને ચપ્પલથી મારીને તેની પાકિસ્તાની વિરોધી નીતીઓ વિરુદ્ધ તેને આલોચના કરી.

પુરી

પુરી

એક યાત્રીની મોતના પગલે ઉશ્કેરાયેલા ટોળાએ પુરીમાં ડેલાન્ગાની એક ટ્રેનના બે ડબ્બાને આંગ ચાપીને બાળી નાંખ્યા.

હૈદરાબાદ

હૈદરાબાદ

હૈદરાબાદથી થોડી દૂર આવેલા થોરુરમાં પશુપાલન વિભાગ અને પશુ ચિકિત્સા સ્ટાફે શંકાસ્પદ બર્ડ ફ્લૂ સંક્રમણના કારણે 2.5 લાખ મરધીઓને મારી નાખી.

બેંગ્લોર

બેંગ્લોર

કર્ણાટક બંધના એલાન બાદ આજે બેંગ્લોરમાં સંપૂર્ણ પણે બંધ પાળવામાં આવ્યો. કાવેરી નદી પર મેકેદાતૂ બંધનો તમિલનાડુએ વિરોધ કર્યો છે. જેના હેઠળ આજે બેંગ્લોરની જન જીવન ઠપ્પ થઇ ગયું.

હિસાર

હિસાર

હિસારને ધઉં વિશ્વમાં પ્રખ્યાત છે. પણ ત્યાં શુક્રવારે કમોસમી વરસાદ પડતા મોટી માત્રામાં ધઉંનો પાક ક્ષતિગ્રસ્ત થયો.

અલ્હાબાદ

અલ્હાબાદ

શુક્રવારે અલ્હાબાદમાં ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ જમીન સંપદાન બિલનો વિરોધ કરવા માટે ભાજપ વિરોધી પોસ્ટરો શહેરમાં લગાવ્યા. જેમાં લખ્યું હતું કે પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ નારો આપ્યો "જય જવાન જય કિસાન" વર્તમાન વડાપ્રધાનનો નારો છે "મર જવાન મર કિસાન".

મુંબઇ

મુંબઇ

શુક્રવારે, મુંબઇમાં કેન્દ્રીય શીંપીંગ પ્રધાન નીતિન ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે નવી શીંપીંગ પેસેન્જર સેવાની શરૂવાત કરી.

દીમાપૂર

દીમાપૂર

ભાજપ પ્રમુખ અમિત શાહ હાલ નાગાલેન્ડની યાત્રા પર છે. જ્યાં તેમણે દીમાપુરમાં યોજવામાં આવેલ એક કાર્યક્રમમાં ત્યાંનો પરંપરાગત પોશક પહેર્યો હતો.

અલ્હાબાદ

અલ્હાબાદ

અલ્હાબાદના ક્રોંગ્રેસીએ ફરી આલોપ્યો પ્રિયંકા ગાંધીનો રાગ. પ્રિયંકા ગાંધી યૂથ બ્રિગેડના સદસ્યોએ શુક્રવારે પ્રિયંકા ગાંધીને વર્કિંગ વાઇઝ પ્રેસિડન્ટ બનાવાની માંગ સાથે શહેરભરમાં પોસ્ટ લગાવ્યા.

નવી દિલ્હી

નવી દિલ્હી

શુક્રવારે, દિલ્હીમાં, પૂર્વ પ્રધાનમંત્રી ચંદ્રશેખરની 88મી વર્ષગાંઠ નિમિત્તે "સ્મૃતિ સ્થળ" નામના એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં કેન્દ્રીય રાજ્યમંત્રી વી.કે. સિંહ, ભાજપાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સાંસદ નીરજ શેખર હાજરી આપી તેમને શ્રદ્ધાજંલિ અર્પી.

બિકાનેર

બિકાનેર

બિકાનેરમાં દારૂની દુકાન અને દારૂ વેચાણનો વિરોધ કરવા મહિલાઓ રસ્તા પર ઉતરી આવી. રસ્તો રોકીને તેમણે દારૂ બંધી કરવાની માંગ સાથે કર્યું વિરોધ પ્રદર્શન.

કોયમ્બતૂર

કોયમ્બતૂર

શુક્રવારે કોયમ્બતૂરમાં થંડુ મરિયમ્મા મંદિરમાં ચીથીરાઇ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. જેમાં શ્રદ્ધાળુઓએ દીવો પ્રગટાવીને પરંપરાગત રીતે મરિયમ્માની પ્રાર્થના કરી.

તમિલનાડુ

તમિલનાડુ

શુક્રવારે વેલિંગ્ટનમાં મદ્રાસ રેજિમેન્ટ સેન્ટર યોજાયો શપથ વિધિ કાર્યક્રમ. જેમાં મદ્રાસ રેજિમેન્ટના કેડેટે છેલ્લા શ્વાસ સુધી ભારતની સેવા કરવાની શપથ લીધી.

ચેન્નઇ

ચેન્નઇ

શુક્રવારે જાણીતા બોલિવુડ અભિનેતા અમિતાભ બચ્ચન અને બોલિવુડ અભિનેત્રી ઐશ્વર્યા રાયે ચેન્નઇમાં એક જ્વેલરી શોરૂમનું ઉદ્ધાટન કર્યું. આ સમયે ખૂબ જ સુંદર લાગતી ઐશ્વર્યા રાય બચ્ચનની એક ઝલક.

English summary
18 April important news. Today's all top news in pics.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X