For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેન્દ્ર સરકારે હાફિઝ સઈદના બનેવી સહિત 18 લોકોને ઘોષિત કર્યા આતંકવાદી

ભારતમાં આતંકવાદને ખાત્મા માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે વધુ 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં આતંકવાદને ખાત્મા માટે પ્રતિબદ્ધ કેન્દ્ર સરકારે આજે(27 ઓક્ટોબર) યુપએપીએ અધિનિયમ 1967(2019માં સંશોધિત) હેઠળ વધુ 18 લોકોને આતંકવાદી ઘોષિત કર્યા છે. મંગળવારે નામોની ઘોષણા કરીને ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે કેન્દ્ર સરકાર આતંકવાદ સામે પોતાની ઝીરો ટોલરન્સ નીતિ પર સંપૂર્ણપણે અડગ છે. ગૃહ મંત્રાલયે જણાવ્યુ કે રાષ્ટ્રીય સુરક્ષને મજબૂત કરવા અને આતંકવાદને સહન ન કરવાની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરીને સરકારે UAPA અધિનિયમ 1967(2019માં સંશોધિત)ની જોગવાઈઓ હેઠળ વધુ અઢાર વ્યક્તિને આતંકવાદી ઘોષિત કર્યા છે.

hafiz saeed

ગૃહ મંત્રાલય દ્વારા જારી આતંકવાદીઓની લિસ્ટમાં પાકિસ્તાન સ્થિત આતંકવાદી શામેલ છે. આમાં 26/11 મુંબઈ હુમલામાં આરોપી લશ્કરનો યૂસુફ મુજમ્મિલ, અબ્દુર રહેમાન મક્કી- લશ્કર ચીફ હાફિજ સઈદનો બનેવી, 1999માં કંધાર IC-814 અપહરણકર્તા યૂસુફ અઝહર, બૉમ્બે બ્લાસ્ટનો માસ્ટર માઈન્ડ ટાઈગર મેમણ સહિત અંડર વર્લ્ડ ડૉન દાઉદ ઈબ્રાહીમની નજીક ગણાતો છોટા શકીલનુ નામ પણ શામેલ છે.

જુલાઈ, 2019માં પાસ થયુ હતુ બિલ

તમને જણાવી દઈએ કે આતંકવાદની કમર તોડવા માટે ગૃહમંત્રી અમિત શાહે ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) સંશોધન બિલ, 2019ને ગયા વર્ષે જુલાઈમાં લોકસભામાં રજૂ કર્યુ હતુ. આ બિલને 24 જુલાઈએ જ લોકસભામાંથી મંજૂરી મળી ગઈ હતી. તમને જણાવી દઈએ કે આ બિલ ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) એક્ટ, 1967માં સુધારા બાદ પાસ થયુ હતુ. કેન્દ્રની મોદી સરકારે જૂના એક્ટમાં અમુક ફેરફાર કર્યા હતા જેથી આતંકી અને નક્સલવાદી ગતિવિધિઓ પર કાબુ અને ભારત વિરુદ્ધ થઈ રહેલી આતંકવાદી ગતિવિધિઓ સામે કડકાઈથી લડી શકાય.

તમિલનાડુ કેસમાં પોલિસવાળાએ પિતા-પુત્રને પોલિસ સ્ટેશનમાં 7 કલાક સુધી માર્યાઃ CBIતમિલનાડુ કેસમાં પોલિસવાળાએ પિતા-પુત્રને પોલિસ સ્ટેશનમાં 7 કલાક સુધી માર્યાઃ CBI

English summary
18 people declared terrorists including Hafiz Saeed brother-in-law by central government.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X