1984 રમખાણઃ સજ્જન કુમારને હાઇકોર્ટની નોટિસ

ન્યાયમૂર્તિ જી એસ સિસ્તાની તથા ન્યાયમૂર્તિ જી પી મિત્તલની ખંડપીઠે સજ્જન કુમાર પાસે 28 ઓગસ્ટ સુધીમાં જવાબ માંગ્યો છે. નીચલી અદાલતે 31 ઓક્ટોબર 1984એ તત્કાલિન પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની હત્યા બાદ સિખો વિરુદ્ધ ભડકેલા રમખાણ દરમિયાન દિલ્હી કેન્ટ વિસ્તારમાં પાંચ લોકોની હત્યા સાથે જોડાયેલા મામલામાં 30 મેના રોજ સજ્જન કુમારને છોડી મુકવામાં આવ્યા હતા.
સીબીઆઇએ સજ્જન કુમારને છોડી મુકવાના નીચલી અદાલતના નિર્ણય વિરુદ્ધ દાખલ કરેલી યાચિકામાં કહ્યું કે, નિચલી અદાલતે સજ્જન કુમારને છોડીને ભુલ કરી છે, કારણ કે રમખાણ દરમિયાન તેમણે ભીડની ઉશ્કેરી હતી.












Click it and Unblock the Notifications
