એરઇન્ડિયાના પાયલોટે એક્ટ્રેસને કોકપિટમાં બેસાડી, મળ્યું સસ્પેન્સન
નવી દિલ્હી, 19 જુલાઇ : બેંગલુરુથી હૈદરાબાદ આવી રહેલી એરઇન્ડિયાની ફ્લાઇના બે પાયલોટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ બન્ને પાયલોટને ફિલ્મી પ્રેમ ભારી પડી ગયો. બંનેએ વિમાનની ઉડાન દરમિયાન કન્નડ ફિલ્મની અભિનેત્રી નિત્યા મેનનને ફ્લાઇટના કોકપિટમાં બેસાડી હતી. ત્યારબાદ બંને પાયલોટને સસ્પેન્ડ કરી દેવાયા છે.
જોકે નિયમ અનુસાર વિમાનના કોકપિટમાં સ્ટાફ ઉપરાંત કોઇ અન્યને પ્રવેશ આપવો એ સુરક્ષા નિયમોનું ઉલ્લંઘન માનવામાં આવે છે. પરંતુ આ બંને પાયલટોએ પોતાના ફિલ્મી પ્રેમના કારણે અભિનેત્રીને કોકપિટમાં બેસાડી દીધી જેના બાદ બંને પાયલોટને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા.

અધિકારીક સૂત્રો અનુસાર વિમાનન નિયમનકાર નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાયલએ ગયા મહિને બનેલી આ ઘટનાને ખૂબ જ ગંભીરતાથી લીધી છે અને યાત્રીઓ માટે બનેલા સુરક્ષા નિયમોમાં ઉલ્લંઘનની વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે.












Click it and Unblock the Notifications
