For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં 2 જવાનો શહીદ, JCO સહિત 4 શહીદ

જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા વધુ બે જવાન શહીદ થયા છે. આ સાથે એક JCO સહિત ચાર જવાન ઓપરેશનમાં અત્યાર સુધી શહીદ થયા છે. એન્કાઉન્ટર હજૂ ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના પૂંચ જિલ્લામાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં ઘાયલ થયેલા વધુ બે જવાન શહીદ થયા છે. આ સાથે એક JCO સહિત ચાર જવાન ઓપરેશનમાં અત્યાર સુધી શહીદ થયા છે. એન્કાઉન્ટર હજૂ ચાલુ છે. ગુરૂવારની મોડી સાંજે પૂંચના મેંધર વિસ્તારમાં ત્રણ આતંકવાદીઓના છૂપાયા હોવાની માહિતી મળતા સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.

JCO

આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં બે રાઇફલમેન વિક્રમ સિંહ અને રાઇફલમેન યોગમ્બર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા

સંરક્ષણ પીઆરઓએ જણાવ્યું હતું કે, સૈનિકો આતંકવાદીઓ સાથે લડ્યા જેમાં બંને તરફથી ફાયરિંગ થયું હતું. મોડી રાત્રે ઓપરેશનમાં આતંકવાદીઓ સાથેના એન્કાઉન્ટરમાં એક જેસીઓ અને જવાન શહીદ થયા હતા. આ આતંકવાદ વિરોધી કાર્યવાહીમાં બે રાઇફલમેન વિક્રમ સિંહ અને રાઇફલમેન યોગમ્બર સિંહ ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેનું શુક્રવારના રોજ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.

સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે

આ એન્કાઉન્ટર આતંકવાદીઓના તે જ જૂથ સાથે થઈ રહ્યું છે, જેની સાથે તાજેતરમાં એક કાર્યવાહીમાં પાંચ સૈનિકો શહીદ થયા હતા. ત્યારથી સુરક્ષા દળો તેમનો પીછો કરી રહ્યા હતા, પરંતુ આતંકીઓ ડોજિંગ કરીને ભાગી જવામાં સફળ રહ્યા હતા. ગુરુવારના રોજ સચોટ માહિતી મળતા જવાનોએ આતંકવાદીઓને ઘેરી લીધા અને કાર્યવાહી શરૂ કરી હતી. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો છે અને કહેવામાં આવી રહ્યું છે કે, આ વિસ્તારમાં 3 આતંકીઓ છૂપાયેલા છે.

જૈશ કમાન્ડર માર્યો ગયો

કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોમાં આતંકવાદી ઘટનાઓ વધી છે, જે બાદ સેનાએ આતંકવાદીઓ સામે કાર્યવાહી ઝડપી બનાવી છે. બુધવારના રોજ અવંતિપોરાના ત્રાલ વિસ્તારમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી હતી, જ્યારે જૈશ એ મોહમ્મદના ટોચના કમાન્ડર શામ સોફી જવાનોના એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.

સેનાએ પૂંછ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું

આઈજીપી વિજય કુમારે જણાવ્યું હતું કે, સુરક્ષા દળોના વિસ્તારમાં આતંકવાદીઓના છૂપાયેલા હોવાની માહિતી મળી હતી, ત્યારબાદ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. સૈનિકોને જોતા જ આતંકીઓએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં જૈશના ટોચના કમાન્ડરને જવાનોએ મારી નાખ્યો હતો. ત્યાર બાદ સેનાએ પૂંછ વિસ્તારમાં સર્ચ ઓપરેશન પણ શરૂ કર્યું હતું.

NIA એ કાશ્મીરમાંથી આતંકવાદીઓના 4 મદદગારોની ધરપકડ કરી

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી આતંકવાદી ઘટનાઓ બાદ સુરક્ષા એજન્સીઓ તેમજ કેન્દ્રીય તપાસ એજન્સીઓ ચોંકી ઉઠી છે. એક તરફ ખીણમાં આતંકવાદી હુમલામાં સ્થાનિક નાગરિકો અને આપણા જવાનો શહીદ થઈ રહ્યા છે, તો બીજી તરફ રાજધાની દિલ્હી સહિત ઘણા મોટા શહેરોમાંથી આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. આવી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસોમાં NIA એ કાશ્મીરથી દિલ્હી સુધી આતંકવાદીઓના ઠેકાણાઓ અથવા તેમના સહાયકોના ઠેકાણાઓ પર રેડ કરી રહી છે. NIA ની આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં આવા 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જે આતંકવાદીઓને મદદરૂપ છે.

પકડાયેલા ચાર આરોપીઓની ઓળખ

ઉલ્લેખનીય છે કે, આતંકવાદી ગતિવિધિઓમાં વધારા વચ્ચે NIA એ એક ખાસ ઓપરેશન હેઠળ જમ્મુ -કાશ્મીરમાં 16 સ્થળો પર રેડ કરી હતી. 10 ઓક્ટોબરના રોજ, NIA દ્વારા આ રેડ અંગે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 4 ધરપકડ કરવામાં આવી છે. NIAના પ્રવક્તા અનુસાર જે 4 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં વસીમ અહમદ સોફી, તારિક અહમદ ડાર, બિલાલ અહેમદ મીર ઉર્ફે બિલાલ ફાફુ અને તારિક અહમદ બાફુંડાનો સમાવેશ થાય છે. ચારેયની શ્રીનગરથી ધરપકડ કરવામાં આવી છે. મંગળવારના રોજ NIAએ તેમને શ્રીનગર, પુલવામા અને શોપિયાંમાં શોધ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, એનઆઇએની આ કાર્યવાહી ઇસ્લામિક સંગઠનોના ઓવર ગ્રાઉન્ડ વર્કર્સ સાથે સંકળાયેલા નવા કેસમાં કરવામાં આવી છે, જેમાં ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ એટલે કે ટીઆરએફ સામેલ છે, જે એક આતંકવાદી સંગઠન છે. તમને જણાવી દઈએ કે છેલ્લા એક સપ્તાહમાં ઘાટીમાં સ્થાનિક લોકો માર્યા ગયાની આતંકવાદી ઘટનાઓ પાછળ TRF નું નામ સામે આવ્યું છે. કહેવાય છે કે આ સંગઠન લશ્કર-એ-તૈયબાનું છે.

ઉલ્લેખનિય છે કે, છેલ્લા 24 કલાકમાં જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે 4 અથડામણ થઈ હતી. ઇમામસાહિબ વિસ્તારમાં પોલીસે આતંકવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી હતી. પૂંછ જિલ્લામાં પાંચ સુરક્ષા જવાનો શહીદ થયા બાદ ગુસ્સાનું વાતાવરણ છે. સેનાનો એક વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં પોલીસ આતંકવાદીઓને આત્મસમર્પણ માટે અપીલ કરતી જોવા મળી રહી હતી.

English summary
Two more jawans have been martyred in clashes with militants in Poonch district of Jammu and Kashmir. Along with this four jawans including one JCO have been martyred so far in the operation. The encounter is still ongoing.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X