ઝિકા વાયરસે લખનઉમાં દીધી દસ્તક, 2 નવા કેસ નોંધાયા
કોરોના વાયરસની બીજી લહેરે ઉત્તર પ્રદેશમાં એપ્રિલ-મેમાં તબાહી મચાવી દીધી હતી. હવે જો સ્થિતિ સુધરે તો ઉત્તર પ્રદેશમાં એક નવી સમસ્યા ઉભી થઈ છે. હાલ લખનઉમાં ઝિકા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે.
નવી દિલ્હી : કોરોના વાયરસની બીજી લહેરે ઉત્તર પ્રદેશમાં એપ્રિલ-મેમાં તબાહી મચાવી દીધી હતી. હવે જો સ્થિતિ સુધરે તો ઉત્તર પ્રદેશમાં એક નવી સમસ્યા ઉભી થઈ છે. હાલ લખનઉમાં ઝિકા વાયરસનો પ્રકોપ વધી રહ્યો છે. ગુરુવારના રોજ પણ ઉત્તર પ્રદેશના પાટનગર લખનઉ શહેરમાં બે નવા કેસ નોંધાયા હતા. આ સાથે રાજ્યમાં કુલ કેસનો આંકડો 100ને વટાવી ગયો છે. આ વાયરસ જીવલેણ પણ છે, જેના કારણે આરોગ્ય વિભાગે પહેલાથી જ એલર્ટ જાહેર કરી દીધું હતું.

પરિસ્થિતિને પહોંચી વળવા લેવામાં આવી રહ્યા છે કડક પગલાં
આ અંગે ઉત્તર પ્રદેશના મેડિકલ અને હેલ્થ ડાયરેક્ટર જનરલ વેદ વ્રત સિંહે જણાવ્યું હતું કે, ઝિકા વાયરસે લખનઉમાં પણ દસ્તક આપી છે. લખનઉમાંથી બે કેસ મળીઆવ્યા છે.
આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે, આ સાથે જ પરિસ્થિતિને પહોંચી વળવા કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. લખનઉ ઉપરાંત કાનપુર, કન્નૌજ,મથુરામાં પણ ઝિકા વાયરસના ઘણા કેસ નોંધાયા છે.

જો તમને આ લક્ષણો દેખાય તો થઈ જાવ સાવધાન
ઝિકાના મુખ્ય લક્ષણોમાં હળવો તાવ, ત્વચા પર લાલ નિશાન, ફોલ્લીઓ, ડાઘ, સ્નાયુ અને સાંધાનો દુઃખાવો અને માથાનો દુઃખાવોનો સમાવેશ થાય છે.
ઝિકા વાયરસરોગનો સમયગાળો 3-14 દિવસનો છે. જો કોઈ વ્યક્તિ તેનાથી સંક્રમિત હોય તો ઝિકા વાયરસના લક્ષણો સામાન્ય રીતે 2 થી 7 દિવસ સુધી રહે છે.
WHO અનુસાર,ઝિકા વાયરસના સંક્રમણથી પીડિત મોટાભાગના લોકોમાં લક્ષણો નથી દેખાતા.

ઝિકા સારવાર શું છે?
વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસની રસી તૈયાર કરી લીધી છે, પરંતુ ઝિકા વાયરસ પર સંશોધન હજૂ પણ ચાલુ છે. આની કોઈ રસી કે દવા બજારમાં ઉપલબ્ધ નથી.
જોકોઈને તેનું સંક્રમણ લાગે તો તેણે પુષ્કળ આરામ કરવો જોઈએ. આ સિવાય વધુ ને વધુ પ્રવાહી ખોરાક લેવો જોઈએ.
તાવ અને શરીરના દુઃખાવા માટે સામાન્ય દવાલેવાની સલાહ આપવામાં આવે છે.












Click it and Unblock the Notifications
