For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jammu air base: કસ્ટડીમાં લેવાયા બે શંકાસ્પદો, જાણો ઘટનાક્રમ સાથે જોડાયેલ અત્યાર સુધીની અપડેટ

જમ્મુ કાશ્મીર પોલિસ ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધીને બે શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે.

|
Google Oneindia Gujarati News

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરમાં સ્થિત ભારતીય વાયુસેનાના એરબેઝ પર 26-27 જૂનની રાતે ડ્રોનથી કરવામાં આવેલા બૉમ્બમારા બાદથી વિસ્તારમાં એલર્ટ ચાલુ છે. આ હુમલામાં ભારતીય વાયુસેનાના બે જવાનોને સામાન્ય ઈજા આવી. ઘટનાની તપાસ કરી રહેલી ટીમો દ્વારા રજૂ કરવામાં આવેલ ઘણા પ્રારંભિક રિપોટથી જાણવા મળ્યુ છે કે એરફોર્સ સ્ટેશન પર આઈઈડી બૉમ્બ ફેંકવા માટે ઓછી ઉંચાઈ પર ઉડતા બે ડ્રોન્સનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. હુમલાખોરોના નિશાના પર સ્ટેશન પર ઉભેલા હેલીકૉપ્ટર હતા. ભારતીય વાયુ સેના અનુસાર વિસ્ફોટમાં કોઈ પણ ઉપકરણને કોઈ નુકશાન પહોંચ્યુ નથી. આવો, જાણીએ આ ઘટનાક્રમ સાથે જોડાયેલ અત્યાર સુધીની અપડેટ...

airforcejammu

કસ્ટડીમાં લેવાયા બે શંકાસ્પદો

અત્યાર સુધી આ મામલે જમ્મુ કાશ્મીર પોલિસ ગેરકાયદે ગતિવિધિ(રોકથામ) અધિનિયમ હેઠળ એફઆઈઆર નોંધીને બે શંકાસ્પદ વ્યક્તિઓને કસ્ટડીમાં લીધા છે. વાયુસેના પ્રમુખ એર ચીફ માર્શલ આરકેએસ ભદોરિયા કે જેઓ અધિકૃત નિમંત્રણ પર બાંગ્લાદેશ છે તેઓ સતત સ્થિતિનુ નિરીક્ષણ કરી રહ્યા છે.

મામલાની તપાસમાં લાગી ટીમો

ભારતીય વાયુસેનાની ઈન્ટરનલ ટીમ ઉપરાંત રાષ્ટ્રીય તપાસ તપાસ એજન્સીની એક ટીમ વાયુ સેના સ્ટેશન પર પહોંચી ગઈ છે અને સાઈટની સારી રીતે તપાસ કરવામાં આવી રહી છે. એજન્સી અને પોલિસ બધા એંગલથી તપાસ કરી રહી છે. પુરાવા એકઠા કરવા માટે રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડની ટીમ અને વિશેષ બળની ટીમ પણ સ્ટેશન પહોંચી ગઈ છે.

હેલીકૉપ્ટરોને બનાવવામાં આવ્યા નિશાન

પ્રારંભિક તપાસ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે જમ્મુ વાયુ સેના સ્ટેશનની અંદર એક ઈમારતની છતમાં એક મોટો છેદ થઈ ગયો છે. ડ્રોનનો ઉપયોગ કરીને હવાઈ હુમલો હેલીકૉપ્ટરોને નિશાન બનાવવાના ષડયંત્રનો એક હિસ્સો હતો. વિસ્ફોટ હેંદર પાસે ટેકનિકલ ક્ષેત્રમાં થયો હતો જેમાંથી જાણવા મળે છે કે ત્યાં હેલીકૉપ્ટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

દેશની સેના પર ડ્રોનથી કરવામાં આવ્યો પહેલો હુમલો

આઈઈડીને પાડવા માટે ઓછી ઉડાનવાળા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સંભવતઃ દેશમાં કોઈ પણ સેનાના એરબેઝ પર પહેલો ડ્રોન હુમલો છે. સૂત્રોએ જણાવ્યુ કે વાયુસેનાની પેટ્રોલિંગ પાર્ટીએ હવાથી દારૂગોળો પડતો જોયો હતો. જમ્મુ હવાઈ ક્ષેત્રમાં બંને ધમાકામાં પેલોડ સાથે ડ્રોનના ઉપયોગથી વિસ્ફોટક સામગ્રી પડવાની શંકા છે. પોલિસે FIR નોંધી લીધી છે અને તપાસ ચાલુ છે. રિપોર્ટ મુજબ ઘટના સ્થળેથી કોઈ પણ ડ્રોનના અવશેષ મળ્યા નથી.

હુમલાને અંજામ આપનાર સીમાની અંદર હાજર

જમ્મુ કાશ્મીરના પોલિસ મહાનિર્દેશક દિલબાગ સિંહે રવિવારે જમ્મુના ઉચ્ચ સુરક્ષાવાળા ભારતીય વાયુસેના સ્ટેશન પર થયેલા બમણા વિસ્ફોટોને આતંકવાદી હુમલા ગણાવી દીધી. ઈન્ડિયા ટુડેના રિપોર્ટ મુજબ તેમણે કહ્યુ કે ડ્રોનને હુમલાવાળી જગ્યા પાસેના લોકો ચલાવી રહ્યા હતા, ષડયંત્ર ભલે સીમા પાર કરવામાં આવ્યુ હોય પરંતુ અંજામ આપનાર સીમાની અંદર હાજર હતા. એવુ લાગે છે કે ડ્રોનને જમ્મુ શહેરની અંદરથી સંચાલિત કરવામાં આવ્યુ હતુ.

24 જૂને જ જાહેર કરી દેવામાં આવ્યુ હતુ ડ્રોન હુમલાનુ એલર્ટ

કાશ્મીરના પોલિસ મહાનિર્દેશકે નાગરિક ઉડ્ડયન સુરક્ષા બ્યુરો, ભારતીય વાયુસેના, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, સીઆરપીએફ, એરપોર્ટના નિર્દેશક, બડગામના વરિષ્ઠ પોલિસ અને અન્ય અધિકારીઓએ એક તત્કાલ બેઠક કરી. બેઠકમાં એરપોર્ટની સુરક્ષાની સમીક્ષા કરવામાં આવી. ડ્રોન હુમલાઓની સંભાવના અને વળતા ઉપાયો પર ચર્ચા કરવામાં આવી. 24 જૂને કાશ્મીરમાં આંતકવાદીઓ દ્વારા ડ્રોન હુમલાનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ હતુ.

હાઈ એલર્ટ પર બધા એરપોર્ટ

વિસ્ફોટો બાદ ત્રણ મુશ્કય એરપોર્ટ - શ્રીનગર એરપોર્ટ, શ્રીનગર ટેકનિકલ એરપોર્ટ અને અવંતીપોરા એરપોર્ટને હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે. અંબાલા અને પઠાણકોટ વાયુ સેના સ્ટેશનોને પણ સવારે એલર્ટ પર રાખવામાં આવ્યા હતા. જમ્મુ એરપોર્ટ પર બધી ઉડાનો સામાન્ય છે.

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે કર્યુ હુમલાનુ નિરીક્ષણ

સંરક્ષણ મંત્રી રાજનાથી સિંહે રવિવારે સવારે જમ્મુમાં બનેલી ઘટના વિશે વાઈસ એર ચીફ અને એર માર્શલ એસએચ અરોરા સાથે વાત કરી. કેન્દ્રીય મંત્રીએ પોતાના અધિકૃત હેન્ડલથી ટ્વિટ કરીને જણાવ્યુ કે એર માર્શલ વિક્રમ સિંહ સ્થિતિનુ નિરીક્ષણ કરવા જમ્મુ પહોંચી રહ્યા છે. તેની થોડી વાર પછી જ પશ્ચિમી વાયુ કમાનથી એર માર્શલ વિક્રમસિંહ જમ્મુ પહોંચ્યા અને સ્થિતિનુ નિરીક્ષણ કરવા માટે વિસ્ફોટ સ્થળની મુલાકાત લીધી.

English summary
2 suspects taken into custody in Jammu air base, Read the complete update.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X