For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોના વાયરસે ભારતીય નૌકાદળ પર કર્યો એટેક, 20 જવાન કોરોના પૉઝિટીવ

પશ્ચિમી નૌકાદળ કમાનના તટ પર હાજર લૉજિસ્ટિક અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ બેઝ આઈએનએસ આંગ્રે પર લગભગ 20 જવાન કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસનો કહેર હવે ભારતીય નૌકાદળ પર વર્તાઈ રહ્યો છે. પશ્ચિમી નૌકાદળ કમાનના તટ પર હાજર લૉજિસ્ટિક અને એડમિનિસ્ટ્રેટિવ સપોર્ટ બેઝ આઈએનએસ આંગ્રે પર લગભગ 20 જવાન કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે. જો કે સંખ્યા વિશે હજુ સુધી કોઈ પ્રકારની પુષ્ટિ કરવામાં આવી નથી. માહિતી અનુસારઆઈએનએસ આંગ્રે અત્યારે મુંબઈના સમુદ્ર તટ પર છે. જહાજમાં હાજર લોકોના કોરોના પૉઝિટીવ હોવાની વાત સામે આવતા જ તત્કાલ પ્રશાસન હરકતમાં આવી ગયુ છે. જહાજ પર હાજર અન્ય લોકોના પણ ટેસ્ટ કરવામાં આવ્યા છે.

navy

અત્યાર સુધીની તપાસમાં માલુમ પડ્યુ છે કે લૉકડાઉનના કારણે આ સૈનિક પોતાના ઘરોમાં જ હતા અને બહાર કોઈના સંપર્કમાં આવ્યા નહોતા. જો કે એ સ્પષ્ટ નથી થઈ શક્યુ કે તેમણે INS આંગ્રેમાં આવતા નાવિકો કે અધિકારીઓને સંક્રમિત કર્યા છે કે નહિ. જણાવવામાં આવી રહ્યુ છે કે જે નૌકાદળ સૈનિક કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે તેમને મુંબઈની નૌકાદળ હોસ્પિટલ આઈએનએસએસ અશ્વિનીમાં ક્વૉરંટાઈન કરવામાં આવ્યા છે.

આ પહેલી વાર છે જ્રાયે નૌકાદળમાંથી કોરોનાના કેસ સામે આવ્યા છે. હાલમાં નૌકાદળ તરફથી મોટાપાયે અભિયાન ચલાવીને એ જાણવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ સંક્રમિત લોકોના સંપર્કમાં કોણ કોણ આવ્યુ. તમને જણાવી દઈએ કે પૉઝિટીવ મળનાર બધા નાવિક મુંબઈના આઈએનએસ આંગ્રેના રેસિડેન્સિયલ કૉમ્પ્લેક્સમાં રહે છે. આઈએનએસ આંગ્રેથી જ વેસ્ટર્ન નવલ કરમાનનુ લૉજિસ્ટિક અને ઑફિસનુ કામ થાય છે.

હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલ રિપોર્ટ મુજબ સેનામાં અત્યાર સુધી 8 કોરોના પૉઝિટીવ કેસ સામે આવ્યા છે. આ પહેલા આર્મી ચીફ જનરલ એમ એમ નરવાનેએ કુપવાડામાં ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યુ હતુ કે કોઈ પણ કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં નથી આવ્યા એ આપણા જવાનોને યુનિટમાં પાછા લઈ જવામાં આવી રહ્યા છે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં 1 દિવસમાં કોરોનાના 92 નવા કેસ નોંધાયા, 5 જિલ્લા રેડ ઝોનમાંઆ પણ વાંચોઃ ગુજરાતમાં 1 દિવસમાં કોરોનાના 92 નવા કેસ નોંધાયા, 5 જિલ્લા રેડ ઝોનમાં

English summary
20 Indian Navy Sailors In Mumbai Test Positive For Coronavirus, several feared infected on INS Angre.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X