ભારતભરના મુખ્ય સમાચારો પર એક નજર
"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.
વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.
ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.
દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

દિલ્હી પોલિસેને કેજરીવાલે "ઠુલ્લા" કહ્યું
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલ ફરી એક વાર વિવાદોમાં સંપડાયા છે. આ વખતે તેમણે એક પ્રાઇવેટ ન્યૂઝ ચેનલને ઇન્ટરવ્યૂ આપતી વખતે દિલ્હી પોલિસ માટે "ઠુલ્લા" જેવા આપત્તિજનક શબ્દોનો ઉપયોગ કરીને વિવાદ સર્જ્યો છે. જે બાદ દિલ્હી પોલિસ આયુક્ત બીએસ બસ્સીએ આ મામલે કહ્યું કે તેમની વિરુદ્ધ અમે કોઇ ફરિયાદ નોંધાવા નથી ઇચ્છતા પણ તેમણે આવા આપત્તિજનક શબ્દોનો ઉપયોગ ના કરવો જોઇએ અને તેમને તમામ સંસ્થાઓનું સન્માન કરવું જોઇએ.

જમીન સંપાદન બિલ પર સપાએ આપ્યો ભાજપને સાથ
દિલ્હી ખાતે સદનમાં ચોમાસુ સત્ર આજથી શરૂ થશે. ત્યારે આ સત્ર શાંતિપૂર્ણ રીતે પસાર થાય તે માટે આજે દિલ્હી ખાતે સર્વદલીય બેઠક બોલવવામાં આવી. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ દળોને જમીન સંપાદન બિલ પર આગળ વધવાની અપીલ કરી. જે પર સમાજવાદી પાર્ટીએ સરકારને સપોર્ટ કર્યો. તો બીજી તરફ કેન્દ્રિય પ્રધાન વૈકંયા નાયડૂએ પણ કહ્યું કે તમને સરકારે કંઇ ખોટું નથી કર્યું અને તે વિપક્ષના તમામ સવાલોનો જવાબ આપવા તૈયાર છે.

મોદીએ કહ્યું મજૂરો વિકાસનું મહત્વનું પાસુ છે.
દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે 46માં ભારતીય મજૂર સંમેલનનું ઉદ્ધાટન કર્યું. તે સમયે તેમણે કહ્યું કે શ્રમિકો તેમના અને તેમના પરિવારના સપનાની આહૂતિ આપીને બીજા લોકોના સ્વપ્નને સાકાર કરે છે. વધુમાં તેમણે કહ્યું કે મજૂરો વિકાસનો મહત્વનું પાસુ છે અને તેમના વિકાસ માટે કાનૂનમાં બદલાવ લાવવા પડશે તો પણ તેમની સરકાર લાવશે. વધુમાં તેમણે એક કેરિયર પોર્ટલને પણ આ દિવસે લોન્ચ કર્યું.

પાક. ફરી કર્યું સીઝફાયર, એક જ અઠવાડિયામાં પાંચમી વાર સીઝફાયર
પાકિસ્તાને જમ્મુ કાશ્મીરના પુંછના શાહપુર વિસ્તારમાં રવિવારે રાતે 11 વાગ્યાની આસપાસ રહેણાંક વિસ્તારો પર ફાયરિંગ કર્યું. જે બાદ ભારતીય સેના પણ તેનો કડક શબ્દોમાં જવાબ આપ્યો. જો કે આ અઠવાડિયામાં પાકિસ્તાને 5મી વખત સીઝફાયર કરીને આંતરાષ્ટ્રિય સીમાનું ઉલ્લંધન કર્યું છે.

વ્યાપંમ: STF પણ દાખલ કરે આરોપ પત્ર, સુપ્રિમ કોર્ટની મંજૂરી
વ્યાપંમ કૌભાંડ પર સુપ્રિમ કોર્ટે એસઆઇટી અને એસટીએફને પણ આરોપ પત્ર દાખલ કરવાની છૂટ આપી. આ વાત કોર્ટે સીબીઆઇની અરજી પર સુનવણી કરતી વખતે જણાવ્યું.

મધ્યપ્રદેશમાં ચોમાસુ સત્ર શરૂ, વિપક્ષનો જોરદાર હંગામો
મધ્યપ્રદેશના ભોપાલમાં આજથી ચોમાસું સત્ર શરૂ થતા વિપક્ષે વિધાનસભામાં શિવરાજ સિંહ ચૌહાણની વ્યાપંમ કૌભાંડ મામલે રાજીનામાની માંગ કરીને જોરદાર હંગામો કર્યો. વધુમાં કોંગ્રેસે વ્યાપંમ કૌભાંડ પર મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ઘાજંલિ આપીને શત્રની શરૂઆત કરવાની માંગ પણ કરી.

છત્તીસગઢમાં અનેક અધિકારીઓને ત્યાં એસીબીના છાપા
છત્તીસગઢમાં રાજ્યના એન્ટી કરપ્શન બ્યૂરો (એસીબી)એ આજે રાયપુરમાં અનેક અધિકારીઓને ત્યાં રેડ પાડી કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરી છે. વધુમાં એસીબીએ પ્રદેશમાં 7-8 સ્થળો પર છાપા પાડ્યા છે.

વધુ એક નઠારી કાંડ: 15 માસૂમ બાળકોનો ભોગ લીધો
રવિવારે, દિલ્હી પોલિસે રવિન્દ્ર નામના સિરીયલ કિલરની અટક કરી ત્યારે તેની કરતૂતોએ દિલ્હીના નઠારી કાંડની યાદો તાજા કરી દીધી. રવિન્દ્રએ અત્યાર સુધીમાં 15 માસૂમ બાળકોની સાથે દુષ્કર્મ અને હત્યા કરે છે. જેમાંથી મોટાભાગના બાળકોની આયુ 10 વર્ષથી પણ ઓછી છે. વધુમાં તે આ બાળકોની હત્યા કર્યા બાદ પણ તેમની સાથે દુષ્કર્મ કરતો હતો.

ભારે વરસાદના લીધે ઉજ્જૈનમાં પૂરની સ્થિતિ
પાછલા 24 કલાકમાં ભારે વરસાદ પડતા મધ્યપ્રદેશના ઇન્દોર, ઉજ્જૈનમાં પૂરની પરિસ્થિતી ઊભી થઇ છે. મધ્યપ્રદેશની શિપ્રા નદીમાં ભય સપાટીથી ઉપર વહી રહી છે. જેના કારણે અહીંના અનેક વિસ્તાર ટાપુમાં ફેરવાઇ ગયા છે. વળી મહાકાલનું મંદિર પણ જળમગ્ન થઇ ગયું છે.

મેરઠમાં યુવાનની મૃત્યુ બાદ કુંટુંબીઓ અને પોલિસ આમનેસામને
રવિવારે, મેરઠમાં એક વિરોધ પ્રદર્શનમાં પોલિસ દ્વારા એક યુવકની મૃત્યુ થયા બાદ યુવકના પરિવારજનો અને પોલિસ વચ્ચે હિંસક અથડામણ થઇ હતી.

દિલ્હીમાં એક ચાર માળની ઇમારત પડતા 4 લોકોની મોત
રવિવારે, દિલ્હીના વિષ્ણુ ગાર્ડન વિસ્તારમાં એક ચાર માળનું મકાન અચાનક જ પડી ભાંગતા NDRFના જવાનો દ્વારા બચાવ કામગિરી હાથ ધરવામાં આવી. નોંધનીય છે કે આ ધટનામાં 4 લોકોની મોત થઇ છે અને 8 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત છે.

અરવિંદ કેજરીવાલે ખોલ્યું આમ આદમી ક્લિનિક
રવિવારે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પ્રથમ આમ આદમી ક્લિનિકનું ઉદ્ધાટન કર્યું. જેમાં સસ્તા દરે લોકોને મેડિકલ સેવાઓ પૂરી પાડવામાં આવશે. વધુમાં તેમણે દિલ્હીમાં આવા 1000 નવા આમ આદમી ક્લિનિક ખોલવાની પણ જાહેરાત કરી.

ઝારખંડમાં એક ટ્રકે કંઇક આ રીતે ફસાડાઇ પડ્યો
ઝારખંડમાં ભારે વરસાદના કારણે અનેક જગ્યાએ જમીન ધોવાતા ભૂસ્ખલન થયું છે. ત્યારે આવા જ એક કિસ્સામાં રવિવારે એક ટ્રક જ્યારે પસાર થઇ રહ્યો હતો ત્યારે નીચેનો રસ્તો તૂટતા કંઇક આ પ્રકારનું દ્રશ્ય સર્જાયું હતું.

યવતમાલમાં રાજ્યમંત્રીઓએ આત્મહત્યા કરેલા ખેડૂતના જમીનમાં વાવણી કરી
રવિવારે, યવતમાલમાં મહારાષ્ટ્રના પરિવહન મંત્રી દ્વિવાકર રાઓટે અને મહેસૂલ મંત્રી સંજય રાઠોડે યવતમાલના એક ગામમાં આત્મહત્યા કરેલ ખેડૂતના ખેતરમાં વાવળી માટે હળ ચલાવ્યું.












Click it and Unblock the Notifications
