20 માર્ચ: આજના મુખ્ય સમાચારો પર એક નજર

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નવી દિલ્હી

નવી દિલ્હી

જંતર-મંતર પર મ્યાનમારના સ્વતંત્રતા સમર્થક કાર્યકર્તાઓ કર્યું વિરોધ પ્રદર્શન. તેમનું કહેવું હતું કે મ્યાનમારના લેટપાદન વિસ્તારમાં શાંતિપૂર્ણ અને અશસ્ત્ર રીતે સ્વતંત્રતાની માંગ કરી રહેવા વિદ્યાર્થીઓ પર પોલિસે બર્બતાપૂર્વક લાઠીચાર્જ અને બળનો ખોટો ઉપયોગ કર્યો છે. વધુમાં તેમણે પોસ્ટર બતાવી નારેબાજી કરી ન્યાય માંગ્યો છે.

રાયબરેલી

રાયબરેલી

ઉત્તરપ્રદેશના રાયબરેલીમાં આવેલા બછરાવાં સ્ટેશન પર ટ્રેનના બે ડબ્બા પાટા પરથી ઉતરી જતા લગભગ 25 લોકોની મૃત્યુ થઇ છે. અને 150 જેટલા લોકો ધાયલ થયા છે. નોંધનીય છે કે ટ્રેન ચાલક દ્વારા આપાતકાલીન બ્રેક લગાવા જતા ટ્રેનના બે ડબ્બાનું સંતુલન બગડ્યું અને ડબ્બા ટ્રેક પરથી નીચે ઉતરી ગયા.

રાયબરેલી

રાયબરેલી

રાયબરેલીના બછરાવાં સ્ટેશન પર ટ્રેનના ડબ્બા ટ્રેક પરથી ઉતરી જતા અત્યારસુધીમાં 25 લોકોની મોત થઇ હોવાની આશંકા છે. વધુમાં હાલ રાહત બચાવ કામગીરી ચાલુ છે અને ફસાયેલા લોકોને નિકાળવામાં આવી રહ્યા છે

શ્રીનગર

શ્રીનગર

શ્રીનગરમાં ધો.10ની પરીક્ષાઓ શરૂ. ગુરુવારે વિદ્યાર્થીઓ શ્રીનગર સેન્ટર ખાતે બોર્ડની પરીક્ષા આપવા પહોંચ્યા. નોંધનીય છે કે ગત સપ્ટેમ્બરમાં પૂર આવવાના કારણે આ પરીક્ષા પાછી ઠેલવાઇ હતી.

નવી દિલ્હી

નવી દિલ્હી

ગુરુવારે, બીજેપી પ્રમુખ અમિત શાહે પાર્ટીના નોર્થ ઇસ્ટ નેતાઓને નવી દિલ્હીમાં મળ્યા.

નવી દિલ્હી

નવી દિલ્હી

ગુરુવારે, નવી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, જર્મનીના બાવેરિયન રાજ્યની સંસદ સમિતિના નેતા ફીઓરીયન હેરમનને મળ્યા હતા. ફોઓરીયને કેજરીવાલને ભેટ રૂપે સ્મૃતિચિન્હ આપ્યું હતું.

મુંબઇ

મુંબઇ

યુટ્યૂબ ફનફેસ્ટ 2015 દ્વારા યોજવામાં આવેલ અમેરિકન બ્યૂટી એન્ડ ફેશન એક્સપર્ટ?માં લીલી સિંહ (સુપરવૂમન) અને બેથાની મોટાએ પ્રેસને સંબોધ્યા.

કોલકત્તા

કોલકત્તા

રાનાધાટમાં નન પર થયેલા ગેંગરેપના વિરોધમાં કોલકત્તામાં મોટી સંખ્યામાં લોકોએ રેલી કાઢી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

પટના

પટના

ડાક બંગ્લોઝ ખાતે ભારત બાંગ્લાદેશની વર્લ્ડ કપ ક્વાટર ફાઇનલ મેચમાં ભારતની શાનદાર જીત બાદ ક્રિકેટ પ્રેમીઓએ ઇન્ડિયા ઇન્ડિયા ના નારા લગાવી, ભારતની જીતનો ઉલ્લાસ મનાવ્યો.

મુરાદાબાદ

મુરાદાબાદ

વર્લ્ડ કપમાં બાંગ્લાદેશ સામે ટીમ ઇન્ડિયાની શાનદાર વિજય બાદ બોલર મોહમ્મદ શમીના યુપીના ગામ મુરાદાબાદમાં છોકરીઓએ જીતની ખુશી કંઇક આ રીતે ઉજવી.

બેંગ્લોર

બેંગ્લોર

કર્ણાટકના વિરોધી પાર્ટીના નેતા જગદીશ શેટ્ટાર, જેડી(એસ)ના પ્રમુખ ડી.કે. કુમારસ્વામી અને અન્ય નેતાઓએ IAS અધિકારી ડી.કે.રવિની શંકાસ્પદ મોત પર સીબીઆઇની તપાસ કરવાની માંગ સાથે રેલી કાઢી વિરોધપ્રદર્શન કર્યું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X