દેશમાં 200 કરોડ લોકોને રસીનો ડોઝ મળ્યો, PM મોદીએ પાઠવ્યા અભિનંદન

ભારતમાં કોરોનાના નવા કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે અને તેની સાથે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ફરી એકવાર કોરોનાની લહેર આવી શકે છે. જોકે, સારી વાત એ છે કે, દેશના મોટાભાગના લોકોને કોરોનાની રસી મળી ગઈ છે.

નવી દિલ્હી, 17 જુલાઇ : ભારતમાં કોરોનાના નવા કેસ ફરી એકવાર ઝડપથી વધી રહ્યા છે અને તેની સાથે એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે, ફરી એકવાર કોરોનાની લહેર આવી શકે છે. જોકે, સારી વાત એ છે કે, દેશના મોટાભાગના લોકોને કોરોનાની રસી મળી ગઈ છે, જેના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘણી ઓછી છે.

દેશમાં રસીના 200 કરોડ ડોઝ અપાયા

દેશમાં રસીના 200 કરોડ ડોઝ અપાયા

કોવિન એપ્લીકેશન દ્વારા બહાર પાડવામાં આવેલા તાજેતરના આંકડાઓ અનુસાર, દેશમાં કોરોના રસીનો ડોઝ હવે 200 કરોડ સુધી પહોંચીગયો છે.

હાલમાં દેશમાં કોરોના રસીના 2,00,02,85,000 થી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. એટલે કે, આજે 163168 કોરોના રસીના ડોઝઆપ્યા બાદ દેશમાં રસીના 200 કરોડ ડોઝ પૂરા થઈ ગયા હતા.

આ દેશ માટે ગર્વની વાત છે - મનસુખ માંડવિયા

આજના આંકડા જોઈએ તો દેશમાં 200 કરોડ કોરોના વેક્સિનનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ જણાવ્યુંહતું કે, ભારતે આજે 200 કરોડ રસીકરણનો લક્ષ્યાંક હાંસલ કર્યો છે.

આ દેશ માટે ગર્વની વાત છે, અમે આ લક્ષ્ય માત્ર 18 મહિનામાં પૂર્ણકર્યું છે.

આ સાથે જ આ લક્ષ્ય હાંસલ કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને અભિનંદન પાઠવ્યા છે.

કોરોના સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી મળી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટર પર લખ્યું કે, ભારતે ફરી એકવાર ઈતિહાસ રચ્યો છે. તમામ ભારતીયોને અભિનંદન, ભારતે 200 કરોડરસીના ડોઝના આંકને પાર કર્યો છે.

ભારતના રસીકરણ અભિયાનને આ સ્તરે અને આટલી ઝડપે સફળ બનાવવા માટે યોગદાનઆપનારાઓ પર ગર્વ છે. તેનાથી કોરોના સામેની વૈશ્વિક લડાઈને મજબૂતી મળી છે.

રસીના 71 ટકાથી વધુ ડોઝ ગ્રામીણ વિસ્તારો અપાયા

રસીના 71 ટકાથી વધુ ડોઝ ગ્રામીણ વિસ્તારો અપાયા

ઉલ્લેખનીય છે કે, માત્ર 18 મહિનામાં દેશમાં આટલું મોટું લક્ષ્ય હાંસલ કરવામાં આવ્યું છે. દેશમાં કોરોના રસીકરણ અભિયાન 16 જાન્યુઆરી2021 ના​રોજ શરૂ કરવામાં આવ્યું હતું.

શનિવારની રાત્રે 9 કલાક સુધી દેશમાં કુલ 199.7 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંશનિવાર સુધી 5.48 કરોડ સાવચેતીના બુસ્ટર ડોઝ લેવામાં આવ્યા છે.

તેમજ 12-14 વર્ષના બાળકોને 3.79 કરોડ કોરોના રસીનો પ્રથમ ડોઝઆપવામાં આવ્યો છે. રસીના 71 ટકાથી વધુ ડોઝ ગ્રામીણ વિસ્તારોમાં લાગુ કરવામાં આવ્યા છે.

રવિવારના રોજ 4 કલાક સુધીમાં 4,50,000 થી ડોઝ અપાયા

રવિવારના રોજ 4 કલાક સુધીમાં 4,50,000 થી ડોઝ અપાયા

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં હું 200 કરોડ કોરોના રસીના ડોઝનોઈતિહાસ જોઈ રહ્યો છું. અંતિમ ગણતરી શરૂ થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ લોકોને કોરોના રસીના 25 લાખથી વધુ ડોઝઆપવામાં આવ્યા છે. આ સાથે રવિવારના રોજ 4 કલાક સુધીમાં 4,50,000 થી ડોઝ આપવામાં આવ્યા છે. આ સાથે દેશમાં કુલ વેક્સિનડોઝનો આંક 2,00,02,85,000થી વધુ પહોંચ્યો છે.

ચીનમાં 340 કરોડ કોરોના રસીના ડોઝ અપાયા

ચીનમાં 340 કરોડ કોરોના રસીના ડોઝ અપાયા

15 જુલાઈથી, રસીનો ત્રીજો ડોઝ દેશના સરકારી કેન્દ્રો પર 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને મફતમાં આપવામાં આવી રહ્યો છે. હવે ભારતરસીની બાબતમાં માત્ર ચીનથી પાછળ છે, જ્યાં અત્યાર સુધીમાં લોકોને 340 કરોડ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જોકે, ચીનનીરસી વિશે હજૂ સુધી ઘણી માહિતી સામે આવી નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X