ગુજરાતના રમખાણો બાદ થયું ઇન્ડિયન મુઝાહિદ્દીનનું ગઠન: શકીલ અહેમદ

અહેમદે ટ્વિટર પર લખ્યું છે કે 'એનઆઇએ પોતાના આરોપ પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતના રમખાણો બાદ ઇન્ડિયન મુઝાહિદ્દીનનું ગઠન થયું. બીજેપી અને આરએસએસ હજી પણ પોતાની કોમ્યુનલ રાજનીતિમાંથી બહાર નહીં આવે.'
કોંગ્રેસ મહાસચિવનો જ્યારે આ બાબતે સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે જણાવ્યું કે આતંકવાદના મુદ્દા પર પ્રતિક્રિયા માટે બીજેપીની સાંપ્રદાયિક રાજનીતિ જવાબદાર છે.
તેમણે જણાવ્યું કે 'ઇન્ડિયન મુઝાહિદ્દીનની સ્થાપનાની પાછળ 2002ના રમખાણો જવાબદાર છે. જો તેઓ પોતાની સાંપ્રદાયિક રાજનીતિ છોડી દે તો આઇએમ જેવા સંગઠન બનવા બંધ થઇ જશે.' અહમદે આરોપ લગાવ્યો છે કે 'દેશમાં સાંપ્રદાયિકતાનો મુખ્ય સ્રોત આરએસએસ અને બીજેપી છે. જે લોકો સાંપ્રદાયિક રાજનીતિ રોકવા માંગે છે, તેમને બીજેપી અને સંઘ પર દબાણ બનાવવું જોઇએ.'












Click it and Unblock the Notifications
