2014ની તૈયારી : મહારાષ્ટ્રામાં NCPના નેતાઓએ આપ્યાં રાજીનામા

sharad-pawar
મુંબઇ, 8 જૂન : મહારાષ્ટ્ર સરકારમાં સામેલ એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના તમામ 20 મંત્રીઓએ શુક્રવારે પોતાના રાજીનામા સોંપી દીધા છે. આ રાજીનામુ સરકાર અને પાર્ટી બંને સ્તરો પર વ્યાપક ફેરફારોના સમાચારની વચ્ચે સોંપવામાં આવ્યા છે.

જે લોકોએ રાજીનામા આપ્યા છે તેમાં ઉપમુખ્યમંત્રી અજીત પવાર, લોકનિર્માણ મંત્રી છગન ભુજબળ, ગૃહ મંત્રી આર આર પાટિલ અને ગ્રામીણ વિકાસ મંત્રી જતીન પાટિલનો સમાવેશ થાય છે.

સૂત્રોએ જણાવ્યું કે આ પગલાંને અનસીપી પ્રમુખ શરદ પવાર દ્વારા પાર્ટીના નેતાઓને તાજેતરમાં આપવામાં આવેલા નિર્દેશોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યા છે. જેમાં તેમને આગામી લોકસભા ચૂંટણીઓ માટે તૈયાર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું કે એનસીપી મંત્રીઓએ શુક્રવારે સાંજે ઉપમુખ્યમંત્રીના આવાસ પર પાર્ટીના વરિષ્ઠ નેતાઓની બેઠકમાં પવારને રાજીનામા સોંપ્યા હતા.

એનસીપી પ્રદેશમાં કોંગ્રેસની સાથે યુતિ સરકારમાં સામેલ છે. એવા સમાચાર પણ આવ્યા છે કે મહારાષ્ટ્ર એનસીપી પ્રમુખ મધુકર પિચાડ અને પાર્ટીના નેતા તથા વિધાનસભા અધ્યક્ષ દિલિપ વાસલે પાટિલે પણ પોતાના રાજીનામા સોંપી દીધા છે. સૂત્રોએ જણાવ્યું કે લગભગ એક સપ્તાહમાં એનસીપીના પ્રદેશ એકમના નવા અધ્યક્ષની જાહેરાત થઇ શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X