પાકિસ્તાનની NSAને હુર્રિયતના નેતાઓને ના મળવાની સલાહ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

પાકિસ્તાનની NSAને હુર્રિયતના નેતાઓને ના મળવાની સલાહ

પાકિસ્તાનની NSAને હુર્રિયતના નેતાઓને ના મળવાની સલાહ

ભારત અને પાકિસ્તાનની વચ્ચે NSA સ્તરની વાર્તાને થવામાં હવે બે જ દિવસ રહી ગયા છે. ભારતના વિરોધ બાદ પણ પાકિસ્તાન હુર્રિયતના નેતાઓની મળવાની જીદ્દ પકડીને બેઠો છે. જે પર વિદેશ વિભાગના પ્રવક્તા વિકાસ સ્વરૂપે આજે પ્રેસ કોન્ફર્ન્સ કરીને જાણકારી આપી કે ભારત પાકની આ વાર્તા ઉફા એન્જડા મુજબ થશે. જેમાં ખાલી આતંકવાદના મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે. હુર્રિયતથી મુલાકાત ઉફામાં નક્કી કરેલ એજન્ડાનું ઉલ્લંધન છે. જેથી ભારતની સલાહ છે કે પાક. NSAએ હુર્રિયત નેતાઓને ના મળે.

ક્રોંગ્રેસે કહ્યું મોદી સરકાર પોતાનો મજાક ઉડાવી રહી છે!

ક્રોંગ્રેસે કહ્યું મોદી સરકાર પોતાનો મજાક ઉડાવી રહી છે!

તો ભારત અને પાકિસ્તાન વચ્ચે થનારી NSA વાર્તા મામલે ક્રોંગ્રેસ પ્રવક્તા મનીષ તિવારીએ કહ્યું કે પાકથી વાર્તાને લઇને મોદી સરકાર પોતાનો મજાક ઉડાવી રહી છે. પાકિસ્તાન વાતચીત કરવા તૈયાર નથી અને ભારત કારણ વગરની ઉત્સુકતા બતાવી રહ્યો છે. તો વળી ક્રોંગ્રેસના નેતા મણિશંકર અય્યરે પણ કહ્યું કે આ વાર્તાનો કોઇ ફાયદો નથી.

ઓમર: મુફ્તી પાસે આકાઓનો આદેશ સાંભળવા સિવાર કોઇ ચારો નથી

ઓમર: મુફ્તી પાસે આકાઓનો આદેશ સાંભળવા સિવાર કોઇ ચારો નથી

તો બીજી તરફ ભારત પાકની વાતચીત મામલે જમ્મુ કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા ટ્વિટ કરીને જણાવ્યું કે ગોળીબારી, ઘૂસણખોરી, આતંક અને હુર્રિયત નેતાઓની ધરપકડ આ મુફ્તી સરકાર પાસે તેના આકાઓનો આદેશ સાંભળવા સિવાય કોઇ કામ નથી. વધુમાં તેમણે કહ્યું કે ભારત અને પાક. બન્ને આ વાર્તાને બંધ કરવા માટે એક બીજાને કારણ આપવાની હરિફાઇમાં ઉતર્યા છે.

I&B મંત્રાલયની ટીમ પહોંચી FTII

I&B મંત્રાલયની ટીમ પહોંચી FTII

સૂચના અને પ્રસારણ મંત્રાલયની ત્રણ સદસ્યોની ટીમ આજે પુનામાં આવેલ ભારતીય ફિલ્મ અને ટેલિવિઝન સંસ્થામાં પહોંચી. આ ટીમ અહીંના શિક્ષકો, પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ અને સંસ્થાના નિર્દેશકોને મળશે અને સમસ્યાનું નિરાકરણ શોધવાનો પ્રયાસ કરશે. નોંધનીય છે કે પાછલા કેટલાય સમયથી વિદ્યાર્થીઓ અહીંના ચેરમેન પદ પર ગજેન્દ્ર ચૌહાણની નિયુક્તિનો વિરોધ કરી રહ્યા છે.

ઉપહાર સિનેમાના પીડિતો કેજરીવાલને મળ્યા

ઉપહાર સિનેમાના પીડિતો કેજરીવાલને મળ્યા

ઉપહાર સિનેમા અગ્નિકાંડના મૃતકોના પરિવારજનો આજે દિલ્હીમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને મળ્યા હતા. જે બાદ કેજરીવાલે તેમની કાનૂની સલાહ લઇને આ મામલે મદદ કરવાની વાત કરી હતી.

પાક.માં ફેન્ટમ પર પ્રતિબંધ, સૈફ કહ્યું પાક.થી આ જ આશા સેવી શકાય

પાક.માં ફેન્ટમ પર પ્રતિબંધ, સૈફ કહ્યું પાક.થી આ જ આશા સેવી શકાય

પાકિસ્તાન હાઇ કોર્ટે આતંકી હાજિફ સઇદની અરજી પર બોલીવૂડ ફિલ્મ ફેન્ટમને પાકિસ્તાનમાં બેન કરી દીધી છે. જેના ફિલ્મના નિર્માતા કબીર ખાને હાસ્યાસ્પદ ગણાવી છે ત્યાં જ સૈફ કહ્યું છે ફિલ્મ પાકિસ્તાન વિરોધી નથી તથ્યો પર આધારિત છે. પણ પાકિસ્તાન જોડેથી આવા જ કામની આશા રાખી શકાય તેમ છે.

પૂર્વોત્તરમાં પૂરથી લોકોના હાલ બેહાલ

પૂર્વોત્તરમાં પૂરથી લોકોના હાલ બેહાલ

પૂર્વી રાજ્યોમાં ભારે વરસાદ અને પૂરના કારણે આસામના 13 જિલ્લાઓના 611 ગામોમાં પાણી ધૂસી ગયા છે. જેનાથી લગભગ ત્રણ લાખ ગામના લોકો પ્રભાવિત થયા છે. અનેક લોકોને પૂરના કારણે પોતાના ઘરોને છોડીને સુરક્ષિત સ્થળો પર જવું પડી રહ્યું છે.

મણિપુર હુમલામાં સામેલ પાંચ આતંકીઓ પકડાયા

મણિપુર હુમલામાં સામેલ પાંચ આતંકીઓ પકડાયા

મણિપુરમાં સેનાના 18 જવાનોને મોતને ધાટ ઉતારનાર આતંકીઓમાંથી 5 નક્સલવાદીને પકડી લેવામાં આવ્યા છે. આ આંતકીઓ એનએસસીએન-કેના સદસ્ય છે. ત્યારે હાલ તો પોલિસ આ તમામ લોકોની સધન પૂછપરછ કરી રહી છે.

એ.રાજાને ત્યાં પોલિસે માર્યા છાપા, 6 કિલો સોનું મળ્યું

એ.રાજાને ત્યાં પોલિસે માર્યા છાપા, 6 કિલો સોનું મળ્યું

આવક કરતા વધુ સંપત્તિ રાખવાના આરોપમાં જેલની હવા ખાઇ રહેલા ભૂતપૂર્વ દૂરસંચાર પ્રધાનએ.રાજાના વિવિધ ઠેકાણે સીબીઆઇ દ્વારા રેડ પાડતા લગભગ 1.60 કરોડના રૂપિયાના મૂલ્યનું 6 કિલો સોનું સીબીઆઇને મળ્યું છે. સાથે જ 20 કિલો ચાંદી અને 200 સંદિગ્ધ દસ્તાવેજો પણ મળ્યા છે.

સીબીઆઇએ લલિત મોદીથી જોડાયેલા દસ્તાવેજ ઇન્ટપોલને મોકલ્યા.

સીબીઆઇએ લલિત મોદીથી જોડાયેલા દસ્તાવેજ ઇન્ટપોલને મોકલ્યા.

સીબીઆઇએ આઇપીએલ ક્રિકેટમાં ભષ્ટ્રાચારના આરોપી એવા લલિત મોદીની વિરુદ્ધ રેડ કોર્નર નોટિસ જાહેર કરીને તેના જરૂરી દસ્તાવેજ ઇન્ટરપોલને મોકલ્યા છે.

તિહાડ જેલમાં નિર્ભરા રેપના દોષીની કરાઇ પીટાઇ

તિહાડ જેલમાં નિર્ભરા રેપના દોષીની કરાઇ પીટાઇ

દિલ્હીના નિર્ભયા રેપ કાંડના દોષી વિનય શર્માએ પટિયાલા હાઉસ કોર્ટમાં અરજી કરીને સુરક્ષા માંગી છે. વિનયે આરોપ લગાવ્યો છે કે 15મી ઓગસ્ટના રાજ જેલના કેટલાક કેદીઓએ તેની જોડે મારપીટ કરીને તેના ડાબા હાથ અને પગના હાડકાને તોડી નાંખ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X