'જનતાનો વિશ્વાસ ઘટી રહ્યો છે, અમે દબાણમાં છીએ', 21 પૂર્વ જજોએ ચીફ જસ્ટીસને લખ્યો ચોંકાવનારો પત્ર
DY Chandrachud: સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના 21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને પત્ર લખ્યો છે. જેમાં તેમણે દેશની વર્તમાન પરિસ્થિતિમાં ન્યાયતંત્ર પર વધી રહેલા દબાણ અંગે વાત કરી છે. તેમણે એમ પણ કહ્યું છે કે ન્યાયતંત્રમાં લોકોનો વિશ્વાસ હવે ઘટી રહ્યો છે.
આ પત્ર લખનારાઓમાંથી 17 હાઈકોર્ટના પૂર્વ જજ છે અને બાકીના સુપ્રીમ કોર્ટના પૂર્વ જજ છે. આ ન્યાયાધીશોએ 14 એપ્રિલના રોજ એક સામૂહિક પત્રમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડને જે પણ કહ્યું છે તે દેશના દરેક જાગૃત નાગરિકે વાંચવું જોઈએ.

21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ લખ્યું છે કે, "અમુક જૂથો દ્વારા દબાણ, ખોટી માહિતી અને જાહેર અપમાન દ્વારા ન્યાયતંત્રને નબળું પાડવાનો ઇરાદાપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યો છે, જેને લઈને અમે ચિંતિત છીએ. અમારા ધ્યાનમાં આવ્યું છે કે સંકુચિત રાજકીય હિતો અને અંગત લાભોથી પ્રેરિત આ તત્વો આપણી ન્યાયિક વ્યવસ્થામાં લોકોના વિશ્વાસને ઠેસ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે."
21 ભૂતપૂર્વ ન્યાયાધીશોએ પત્રમાં આગળ લખ્યું, "અમે ખાસ કરીને ન્યાયતંત્રની વિરુદ્ધ ખોટી માહિતી અને જાહેર ભાવનાઓને ભડકાવવાની યુક્તિઓથી ચિંતિત છીએ, જે ફક્ત અનૈતિક નથી પરંતુ આપણા લોકશાહીના મૂળભૂત સિદ્ધાંતો માટે પણ નુકસાનકારક છે.
21 નિવૃત્ત ન્યાયાધીશોએ પત્રમાં વધુમાં જણાવ્યું હતું કે, "કોઈના મંતવ્યો સાથે મેળ ખાતા ન્યાયિક ચુકાદાઓની પસંદગીપૂર્વક પ્રશંસા કરવાની અને ન્યાયિક સમીક્ષાના સારને અને એ ચુકાદાઓની આકરી ટીકા કરવાની પ્રથા જે ન્યાયિક સમીક્ષા અને કાયદાના શાસનના સારને નબળુ નથી પાડતા."
સુપ્રીમ કોર્ટના ચાર ન્યાયાધીશો સહિત નિવૃત્ત ન્યાયાધીશોએ પત્રમાં એવી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો નથી કે જેના કારણે તેઓએ CJIને પત્ર લખ્યો છે. ઉલ્લેખનીય છે કે ભ્રષ્ટાચારના મામલામાં કેટલાક વિપક્ષી નેતાઓ સામે કાર્યવાહીને લઈને સત્તાધારી ભાજપ અને વિરોધ પક્ષો વચ્ચે ચાલી રહેલી ચર્ચા દરમિયાન આ પત્ર લખવામાં આવ્યો છે.
21 Retired Judges write to Chief Justice of India (CJI) Dy Chandrachud
— ANI (@ANI) April 15, 2024
"We write to express our shared concern regarding the escalating attempts by certain factions to undermine the judiciary through calculated pressure, misinformation, and public disparagement. It has come to… pic.twitter.com/bPZ0deczI2












Click it and Unblock the Notifications
