પાકિસ્તાનમાં બાલાકોટ જેવા જેશના 9 ટેરર કેમ્પ સક્રિય
26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં જેશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓની હકીકત દુનિયા સામે આવી ચુકી છે.
26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં ઇન્ડિયન એરફોર્સ ઘ્વારા કરવામાં આવેલી સર્જીકલ સ્ટ્રાઈકમાં જેશ-એ-મોહમ્મદના આતંકી અડ્ડાઓની હકીકત દુનિયા સામે આવી ચુકી છે. એક ભારતીય અધિકારી ઘ્વારા આપવામાં આવેલી જાણકારી અનુસાર હાલમાં પાકિસ્તાનમાં 22 આતંકી કેમ્પ સક્રિય છે, જેમાં જેશ-એ-મોહમ્મદના 9 કેમ્પ સક્રિય છે. અમેરિકામાં હાજર આ ભારતીય અધિકારી ઘ્વારા વોર્નિંગ આપવામાં આવી છે કે કોઈ પણ પ્રકારના આતંકી હુમલા થવા પર ભારત તરફથી બાલાકોટ જેવો એક્શન લેવામાં આવી શકે છે. ભારત હવે કોઈ પણ પ્રકારની કાર્યવાહીથી પાછળ નહીં હટે.
આ પણ વાંચો: પાકિસ્તાને કર્યો 182 મદરેસા પર નિયંત્રણનો દાવો, 121 લોકોની થઈ ધરપકડ

પાકિસ્તાન આતંકનું કેન્દ્ર
26 જાન્યુઆરીએ બાલાકોટમાં જેશના સૌથી મોટા આતંકી કેમ્પ પર એર સ્ટ્રાઇક કરવામાં આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેમાં ઓછામાં ઓછા 350 આતંકીઓ માર્યા ગયા છે. તેની સાથે તે ટ્રેનર્સ પણ માર્યા ગયા છે જેઓ 14 ફેબ્રુઆરીએ પુલવામાં હુમલા પછી સુરક્ષિત જગ્યા માટે અહીં લાવવામાં આવ્યા હતા. અમેરિકામાં ભારતીય અધિકારી ઘ્વારા જણાવવામાં આવ્યું કે પાકિસ્તાન દુનિયામાં આતંકનું કેન્દ્ર બની ચૂક્યું છે.

આતંકવાદીઓ પર પાકિસ્તાન નરમ
પોતાનું નામ નહીં જણાવવાની શરત પર આ અધિકારીએ અંગ્રેજી પેપર હિન્દુસ્તાન ટાઈમ્સ સાથે વાતચીતમાં પાકિસ્તાન પર આરોપ લગાવ્યો. તેમને કહ્યું કે હાલમાં પાકિસ્તાનમાં 22 જેટલા આતંકી કેમ્પ ચાલી રહ્યા છે તેમ છતાં તેના પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી નથી થઇ રહી. અધિકારી અનુસાર આતંકી સંગઠનો સામે કાર્યવાહી કરવાને બદલે પાકિસ્તાને 26 જાન્યુઆરીએ થયેલી કાર્યવાહીમાં તણાવ વધારી દીધો અને યુદ્ધ જેવી સ્થિતિ પેદા કરી દીધી.

પાકિસ્તાન દરેક હુમલાની કિંમત ચુકવશે
આ અધિકારી અનુસાર હવે જવાબદારી પાકિસ્તાનની છે કે તેઓ કેવી રીતે કાર્યવાહી કરે છે. જો પાકિસ્તાન નહીં સમજ્યું તો ભારત ફરી બાલાકોટ જેવી કાર્યવાહી કરવાથી પાછળ નહીં હટે અને પાકિસ્તાનની અંદર ચાલી રહેલા આતંકી અડ્ડાઓને તબાહ કરી દેશે. પુલવામાં હુમલા પછી ભારતે સાફ કરી દીધું છે કે તેઓ દરેક પ્રકારની આતંકી કાર્યવાહી સામે પગલાં લેશે અને પાકિસ્તાન દરેક હુમલાની કિંમત ચુકવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ
પુલવામાંમાં થયેલા આતંકી હુમલા પછી 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપતા પાકિસ્તાની અધિકૃત કાશ્મીરમાં ઘૂસીને આતંકી અડ્ડાઓ પર બૉમ્બ વરસાવ્યા. ભારતીય વાયુસેનાએ મિરાજ 2000 ઘ્વારા આતંકીઓના ટ્રેનિંગ સેન્ટરને બરબાદ કરી દીધું. જયારે પાકિસ્તાની વિમાનો પણ ભારતીય સીમમાં ઘુસી આવ્યા. ત્યારપછી સતત બંને દેશો વચ્ચે તણાવ પેદા થયો છે. બોર્ડર વિસ્તાર પર સતત ગોળીબારી કરવામાં આવી રહી છે.












Click it and Unblock the Notifications
