યુવતીએ દોસ્તી કરવાની ના પાડી તો યુવકે મારી દીધા ચાકૂના ઘા, Video થયો વાયરલ, આરોપીની ધરપકડ

દિલ્લીમાં 21 વર્ષીય યુવતીએ દોસ્તી રાખવાની ના પાડી દેતા યુવકે તેને ચાકૂના ઘા મારી દીધા.

દિલ્લીમાં સુલતાનપુરીના કાંઝાવાલા વિસ્તારમાં 20 વર્ષીય યુવતીને કારની નીચે ઢસડીને મારવાની ઘટનાની તપાસ હજુ ચાલી રહી છે ત્યાં બીજો એક શરમજનક બનાવ અહીં સામે આવ્યો છે. દિલ્લીના આદર્શ નગર વિસ્તારમાં 22 વર્ષના એક યુવકે એક યુવતીને ચાકૂના ઘા માર્યા છે. હાલમાં ઘટનાનો વીડિયો સામે આવ્યો છે. આ ઘટના 2 જાન્યુઆરીની છે અને આરોપી સુખવિંદર સિંહની ધરપકડ કરવામાં આવી છે.

delhi stabbing

પોલીસે જણાવ્યુ કે યુવક અને યુવતી બંને મિત્રો હતા અને બંને વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો. વિવાદ વધતાં સુખવિન્દરે યુવતી પર છરી વડે 3-4 વાર કર્યા હતા. યુવતીને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, જ્યાં તેની હાલત હાલમાં સ્થિર હોવાનુ કહેવાય છે. પ્રાથમિક માહિતી મુજબ એવુ કહેવામાં આવી રહ્યુ છે કે સુખવિંદર ગુસ્સામાં હતો કારણ કે યુવતી તેની સાથે દોસ્તી તોડવા માંગતી હતી. આનાથી ગુસ્સે થયેલા સુખવિંદર સિંહે યુવતી પર ચાકૂ વડે હુમલો કર્યો હતો, જેમાં યુવતીને ઘણી ઈજાઓ થઈ હતી.

યુવતીની ઉંમર 21 વર્ષ હોવાનુ કહેવાય છે. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા બાદ પોલીસે આ મામલે તપાસ કરી અને આરોપી સુખવિંદરની ધરપકડ કરી. જહાંગીરપુરીની બાબુ જગજીવન રામ હૉસ્પિટલમાં દાખલ પીડિત છોકરીની સ્થિતિ સ્થિર છે અને પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે. દિલ્લી પોલીસે સુખવિંદર સામે કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ કેસ નોંધ્યો છે.

મીડિયા રિપોર્ટ મુજબ બંને વચ્ચે છેલ્લા ઘણા સમયથી મિત્રતા હતી પરંતુ અચાનક આ દોસ્તીમાં ખટાશ આવી ગઈ અને યુવતીએ સુખવિંદર સાથે વાત કરવાનુ બંધ કરી દીધુ. આનાથી નારાજ થઈને સુખવિન્દરે યુવતી પર છરી વડે ઘા ઝીંકી દીધા અને સ્થળ પરથી ભાગી ગયો. જ્યારે પોલીસે તપાસ કરી તો જાણવા મળ્યુ કે આરોપી અંબાલા ભાગી ગયો હતો, જ્યાંથી પોલીસે મંગળવારે તેની ધરપકડ કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X