કોંગ્રેસના 23 મોટા નેતાઓએ પક્ષમાં મોટાપાયે ફેરફાર માટે સોનિયા ગાંધીને લખ્યો પત્ર

કોંગ્રેસમાં નવા નેતૃત્વ અને મોટાપાયે ફેરફાર અંગે પહેલી વાર પાર્ટીની અંદર મોટો અવાજ ઉઠ્યો છે.

નવી દિલ્લીઃ કોંગ્રેસમાં નવા નેતૃત્વ અને મોટાપાયે ફેરફાર અંગે પહેલી વાર પાર્ટીની અંદર મોટો અવાજ ઉઠ્યો છે. 2014માં લોકસભા ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસ પાર્ટીનુ પતન સતત ચાલુ છે અને ત્યારબાદથી પાર્ટી પોતાની વાપસી કરી શકી નથી. આ દરમિયાન પાર્ટીમાં મોટા ફેરફાર વિશે પાર્ટીના 23 વરિષ્ઠ નેતાઓએ પાર્ટીના પ્રમુખ સોનિયા ગાંધીને પત્ર લઈને પાર્ટીની અંદર મોટાથી લઈને નીચે સુધી મોટા ફેરફારની વાત કહી છે. જે 23 વરિષ્ઠ નેતાઓએ સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે તેમાં પાંચ પૂર્વ મુખ્યમંત્રી, ઘણા કોંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય, વર્તમાન સાંસદ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શામેલ છે. આ લોકોએ પાર્ટીની અંદર ઉપરથી લઈને નીચે સુધી મોટા ફેરફારન વકીલાત કરી છે.

ભાજપના ઉદયની વાતનો સ્વીકાર કર્યો

ભાજપના ઉદયની વાતનો સ્વીકાર કર્યો

પાર્ટીના મોટા નેતાઓએ પોતાના પત્રમાં ભાજપના ઉદયની વાતનો સ્વીકાર કર્યો છે અને એ વાત માની છે કે દેશના યુવાએ નિર્ણાયક રીતે નરેન્દ્ર મોદીને પોતાનો મત આપ્યો છે. પત્રમાં એ વાતો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે લોકોનો ભરોસો પાર્ટીમાં ઘટ્યો છે અને યુવાનોનો પણ પક્ષ પ્રત્યે વિશ્વાસ ઓછો થયો છે કે દે ગંભીર ચિંતાનો વિષય છે. માહિતી મુજબ આ પત્ર થોડા દિવસ પહેલા સોનિયા ગાંધીને લખવામાં આવ્યો છે જેમાં મોટા સ્તરે પાર્ટીની અંદર સુધારાની વકીલાત કરવામાં આવી છે. પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ કોંગ્રેસ માટે પૂર્ણકાલિન અને પ્રભાવી નેતૃત્વની વકીલાત કરી છે કે જે માત્ર લોકોને દેખાય જ નહિ પરતુ જમીની સ્તરે સક્રિય પણ હોય, પાર્ટીને નવુ રૂપ આપવામાં તે નેતા પ્રભાવ સાબિત થાય.

આ નેતાઓએ કર્યા હસ્તાક્ષર

આ નેતાઓએ કર્યા હસ્તાક્ષર

આ પત્ર પર રાજ્યસભામાં વિપક્ષના નેતા ગુલામ નબી આઝાદ, પક્ષના સાંસદ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આનંદ શર્મા, કપિલ સિબ્બલ, મનીષ તિવારી, શશિ થરૂર અને વિવેક તનખાના હસ્તાક્ષર છે. આ નેતાઓએ પક્ષની અંદર ઉપરથી લઈને નીચે સુધી મોટા ફેરફારની વકીલાત કરી છે. આ ઉપરાંત ઑલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીના સભ્ય, સીડબ્લ્યુસીના સભ્ય મુકુલ વાસનિક, જિતિન પ્રસાદ, પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્રસિંહ હુડા, રાજેન્દ્ર કોર ભટ્ટલ, એમ વીરપ્પા મોઈલી, પૃથ્વીરાજ ચવ્હાણ, પીજે કુરિયન, અજય સિંહ, રેણુકા ચૌધરી, મિલિન્દ દેવડા, પૂર્વ પીસીસી ચીફ રાજ બબ્બર, અરવિંદર સિંહ લવલી, કૌલ સિંહ ઠાકુર, બિહારમાં ચૂંટણી પ્રચાર પ્રમુખ અખિલેશ પ્રસાદસિંહ, હરિયાણાા પૂર્વ સ્પીકર કુલદીપ શર્મા, દિલ્લીના પૂર્વ સ્પીકર યોગાનંદ શાસ્ત્રી, પૂર્વ સાંસદ સંદીપ દીક્ષિતે પણ આ પત્ર પર પોતાના હસ્તાક્ષર કર્યા છે.

સોમવારે કોંગ્રેસ કાર્યસમિતિની વીડિયો કૉન્ફરન્સ

સોમવારે કોંગ્રેસ કાર્યસમિતિની વીડિયો કૉન્ફરન્સ

તમને જણાવી દઈએ કે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીના કાર્યકાળને એક વર્ષ પૂરુ થયા બાદ હવે પક્ષમાં પૂર્ણકાલિન અધ્યક્ષની માંગ વધી ગઈ છે. જો કે હજુ સોનિયા ગાંધી ત્યાં સુધી કોંગ્રેસની કમાન સંભાળશે જ્યાં સુધી પાર્ટીને નવો અધ્યક્ષ ન મળી જાય. આ ક્રમમાં સોમવારે કોંગ્રેસ કાર્યસમિતિની એક વીડિયો કૉન્ફરન્સ થવા જઈ રહી છે. કોંગ્રેસ મહાસચિવ કેસી વેણુગોપાલે આ વિશે માહિતી આપી છે. કોરોના સંકટને જોતા આ મીટિંગ વીડિયો કૉન્ફરન્સિંગના માધ્યમથી થશે. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે આ બેઠકમાં રાહુલ, પ્રિયંકા અને સોનિયા ગાંધી સહિત કોંગ્રેસના ઘણા વરિષ્ઠ નેતા પણ શામેલ થઈ શકે છે. એવી શંકા છે કે કોંગ્રેસની આ મીટિંગ ઝૂમના માધ્યમથી નહિ પરંતુ ડિજિટલ પ્લેટફોર્મ વેબએક્સના માધ્યમથી થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X