કારગિલ વિજય દિવસ પર આજે શહિદોને અપાઇ શ્રદ્ધાજંલિ

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

કારગિલ વિજય દિવસ પર આજે શહિદોને અપાઇ શ્રદ્ધાજંલિ

કારગિલ વિજય દિવસ પર આજે શહિદોને અપાઇ શ્રદ્ધાજંલિ

આજે કારગિલ વિજય દિવસ નિમિત્તે દ્રાસમાં કારગિલ યુદ્ઘમાં માર્યા ગયેલા શહિદોને લેફ્ટિનેન્ટ જનરલ કે. એસ. સિંહે શ્રદ્ધાજંલિ આર્પી.

સાંસદમાં હવે રોબર્ટ વાડ્રાના નામે બબાલ શરૂ

સાંસદમાં હવે રોબર્ટ વાડ્રાના નામે બબાલ શરૂ

ચોમાસુ સત્રના ત્રીજા દિવસે ભારે હોહાપા સાથે સંસદની કાર્યવાહી શરૂ કરવામાં આવી. જે દરમિયાન ભાજપના સાંસદ અર્જૂન મેઘવાલે રોબર્ડ વાડ્રાનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે વાડ્રાના ફેસબુક પોસ્ટ પર આપત્તિ વ્યક્ત કરીને વિશેષાધિકારના હનનની નોટિસ આપી. વાડ્રાએ તેમની પોસ્ટ પર લખ્યું હતું સંસદ શત્રની શરૂઆતથી ધ્યાન ભટકાવાની રાજનિતી શરૂ થઇ ગઇ.

રાહુલ: મોદી ભાજપનો નહીં દેશનો પીએમ છે.

રાહુલ: મોદી ભાજપનો નહીં દેશનો પીએમ છે.

ચોમાસુ સત્રના ત્રીજા દિવસે પણ સદનમાં ભારે હોહાપો થયો. ક્રોંગ્રેસ સુષ્મા સ્વરાજ પર આરોપ લગાવતા કહ્યું કે તેણે એક ભગોડાને મદદ કરીને ક્રિમિનલ એક્ટ કર્યો છે. વળી ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી પણ કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખાલી ભાજપના જ નહીં દેશના વડાપ્રધાન છે તો શું તે પોતાના જ એક પ્રધાનને જેલમાં નાખશે?

સ્ટિંગ ઓપરેશન બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની મુસીબત વધી

સ્ટિંગ ઓપરેશન બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીની મુસીબત વધી

ભાજપે ક્રોંગ્રેસ પર પલટવાર કરતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી હરિશ રાવત પર ભષ્ટ્રાચારનો આરોપ લગાવીને એક સ્ટિંગ વીડિયો જાહેર કર્યો છે. જે બાદ ઉત્તરાખંડના મુખ્યમંત્રીએ આ પર તપાસના આદેશ આવી પોતાના સચિવને નીકાળી દીધો છે. નોંધનીય છે કે આ વીડિયોમાં દારૂ અને બાઢ રાહત કૌભાંડમાં ભષ્ટ્રાચારની વાત કરી છે.

 DCWના પદને લઇને સ્વાતી માલીવાલે માંગ્યો જવાબ

DCWના પદને લઇને સ્વાતી માલીવાલે માંગ્યો જવાબ

આમ આદમી પાર્ટીએ દિલ્હીના મહિલા આયોગના અધ્યક્ષ તરીકે તેમની પાર્ટીની નેતા સ્વાતી માલીવાલની નિયુક્તિ કરી હતી જેને ઉપરાજ્યપાલ નામંજૂર કરી છે. જે બાદ સ્વાતીએ ટ્વિટ કરીને કાર્યલયને તેમને નેમ પ્લેટ હટાવાનું કારણ પૂછ્યું છે. વળી સ્વાતિએ ટ્વિટમાં લખ્યું છે કે ઉપરાજ્યપાલ કે અધિકારીઓએ આ વિષે કોઇ પણ માહિતી નથી આપી. વળી તેણે કહ્યું કે તે ઉપરાજ્યપાલને ત્રણ દિવસથી મળવાનો પ્રયાસ કરી રહી છે. જો કે તેમણે કહ્યું કે આ તમામ વાતો બાદ પણ તે આજે પણ કાર્યાલય જઇને રોજની જેમ કામ કરશે.

અસમમાં ઇંફેલાઇટિસ તાવથી 13ના મોત

અસમમાં ઇંફેલાઇટિસ તાવથી 13ના મોત

અસમમાં જાપાની ઇફેલાઇટિસ તાવથી અત્યાર સુધી 6 લોકોની અને એક્યૂટ ઇંફેલાઇટિસ સિંડ્રોમથી 7 લોકોની મોત થઇ છે.

અચ્છે દિનની વાત કરી ભાજપે લોકોને છેતર્યા છે.

અચ્છે દિનની વાત કરી ભાજપે લોકોને છેતર્યા છે.

શિવસેનાએ તેના સહયોગી ભાજપને સલાહ આપતા કહ્યું છે કે રાજ્યમાં ભાજપના નેતૃત્વવાળી સરકાર બન્યા પછી પણ જમીની સ્તરે કોઇ ખાસ બદલાવ નથી આવ્યો. વધુમાં ઉદ્ધવ ઠાકરે કહ્યું કે સારા દિવસોની વાત કરીને ભાજપે લોકોને છેતર્યા છે. વધુમાં તેણે ભાજપને સલાહ આપતા કહ્યું કે ભાજપ જો દિવસ રાત કામ કરશે તો જ જે જૂની સરકારે કામ કાજ બગાડ્યું છે તેને સુધારી શકશે.

અબ્દુલ કલામ શ્રદ્ધાજંલિ મામલે શિક્ષા મંત્રીની સફાઇ

અબ્દુલ કલામ શ્રદ્ધાજંલિ મામલે શિક્ષા મંત્રીની સફાઇ

ઝારખંડના શિક્ષામંત્રી નીરા યાદવે હજારીબાગની એક શાળામાં આયોજીત એક કાર્યક્રમમાં ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામને શ્રદ્ધાજંલિ આપતો ફોટો વાયરલ થતા શિક્ષા મંત્રી નીરા યાદવે સફાઇ આપતા કહ્યું હતું કે તે જ્યારે શાળામાં પહોંચી ત્યારે તેમના ફોટા પર માળા પહેલાથી જ પહેરાવામાં આવી હતી અને તેમણે ખાલી ફોટોને તિલક જ કર્યું હતું. જો કે તેમણે સ્વીકાર્યું કે ફોટા પરની માળા પર તેમનું કોઇ ધ્યાન નહોતું ગયું.

થોડી વાર માટે સુષ્મા વિદેશ મંત્રી ના રહી!

થોડી વાર માટે સુષ્મા વિદેશ મંત્રી ના રહી!

સંસદમાં પાછલા ત્રણ દિવસથી ચાલતા હંગામા બાદ બુધવારે ટ્વિટર પર સુષ્મા સ્વરાજ દ્વારા વિદેશ પ્રધાન પદ તેવી લખાણ નીકાળી દેવામાં આવતા ચર્ચાઓ વધી ગઇ કે સુષ્માએ તેના પદથી રાજીનામું આપી દીધું છે. જો કે જે બાદ વિદેશ મંત્રાલય દ્વારા સ્પષ્ટતા આપવામાં આવી કે સુષ્મા જોડે બે ટ્વિટર એકાઉન્ટ છે અને તે પોતાના વિદેશ પ્રધાન વાળા ટ્વિટર એકાઉન્ટથી પોતાના પર થયેલા વ્યક્તિગત આરોપાનું ખંડન નથી કરવા માંગતી માટે આમ થયું છે.

દેવેન્દ્ર ફડણવીસને મળ્યા ગુલાબ

દેવેન્દ્ર ફડણવીસને મળ્યા ગુલાબ

બુધવારે, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના જન્મ દિવસ નિમિત્તે મુંબઇના વિધાન ભવન ખાતે બાળકો દ્વારા ગુલાબ આપી તેમને શુભેચ્છા પાઠવવામાં આવી.

કોલકત્તામાં અભિષેકે તેના ફેવરેટ ક્રિકેટર જોડે સેલ્ફી પડાવી

કોલકત્તામાં અભિષેકે તેના ફેવરેટ ક્રિકેટર જોડે સેલ્ફી પડાવી

બુધવારે, કોલકત્તામાં પ્રો કબડ્ડી લીગ મેચનું આયોજન કરવામાં આવ્યું. જેમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ હાજરી આપી હતી. તો બીજી તરફ જાણીતા ક્રિકેટર સૌરભ ગાંગુલી પણ આ કાર્યક્રમ દરમિયાન હાજર રહ્યા હતા. ત્યારે ગુલાબી પેન્થર્સના માલિક અભિષેક બચ્ચને સૌરવ ગાંગુલી જોડે એક સેલ્ફી ખેંચાવી હતી.

કુરુક્ષેત્રમાં સાત લાઇવ રોકેટ મળી આવ્યા

કુરુક્ષેત્રમાં સાત લાઇવ રોકેટ મળી આવ્યા

કુરુક્ષેત્રમાં ડોલા મિર્ઝા રેલ્વે સ્ટેશન પાસેથી પોલિસ અને આર્મીના અધિકારીઓને સાત લાઇવ રોકેટ મળી આવ્યા. જે બાદ પોલિસે વધુ તપાસ હાથ ધરી હતી.

જ્યારે એક કાબરે કરી કાબર જોડે ફાઇટ

જ્યારે એક કાબરે કરી કાબર જોડે ફાઇટ

કહેવાય છે કે એક ચારે ચાર કાબર જોવા મળી જાય તો તેને ખૂબ જ સુકનયાળ માનવામાં આવે છે. જો કે અહીં દેખાતી ચાર કાબરો ફાઇટીંગ કરવામાં વ્યસ્ત છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X