• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

જયલલિતા મામલે કર્ણાટક સરકાર, સુપ્રિમ કોર્ટે ગઇ

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

જયલલિતા મામલે કર્ણાટક સરકાર, સુપ્રિમ કોર્ટે ગઇ

જયલલિતા મામલે કર્ણાટક સરકાર, સુપ્રિમ કોર્ટે ગઇ

તમિલનાડુના મુખ્યમંત્રી જયલલિતાના આવકથી વધુ સંપત્તિના મામલે હાઇકોર્ટ બાદ હવે કર્ણાટક સરકારે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જો કે બીજી તરફ જયલલિતાએ ચેન્નઇમાં તેના ચૂંટણી પ્રચારની જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે.

મિશનરીઝ ઓફ ચેરીટીના પ્રમુખ સિસ્ટર નિર્મલાનું નિધન

મિશનરીઝ ઓફ ચેરીટીના પ્રમુખ સિસ્ટર નિર્મલાનું નિધન

કોલકત્તામાં આજે મિશનરીઝ ઓફ ચેરીટીના પ્રમુખ સિસ્ટર નિર્મલાનું 81 વર્ષની ઉંમરે નિધન થયું છે. મધર ટેરેસાની મૃત્યુ બાદ સિસ્ટર નિર્મલા જ આ સંસ્થાની પ્રમુખ હતી. જે બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની શ્રદ્ધાજંલી અર્પી હતી.

CPM સાંધ્યો મમતા પર નિશાનો

CPM સાંધ્યો મમતા પર નિશાનો

તૃણમૂલ ક્રોંગ્રેસના નેતા અભિષેક બેનર્જીના વિવાદિત ટિપ્પણી બાદ સીપીએમ નેતા મોહમ્મદ સલીમે મમતા પર કટાક્ષ કરતા કહ્યું કે "જબ સૈયા ભયે કોટવાલ તો ડર કાહે કા" નોંધનીય છે કે મમતા બેનર્જીના ભત્રીજા અભિષેકે થોડા દિવસ પહેલા વિવાદિત નિવેદન કર્યું હતું કે પશ્ચિમ બંગાળ સામે કોઇ આંખ નીકાળશે તો તે તેની આંખ નીકાળી દેશે જેના જવાબરૂપે સીપીએમએ આ જવાબ આપ્યો હતો.

કૈલાશ માનસરોવરના તીર્થયાત્રીઓ પહોંચ્યા ચીન

કૈલાશ માનસરોવરના તીર્થયાત્રીઓ પહોંચ્યા ચીન

સોમવારે, તે ઐતિહાસિક પળ આવી ગઇ જેની લાંબા સમયથી રાહ જોવાતી હતી. સોમવાર કૈલશ માનસરોવરની યાત્રાનો પહેલો જૂથ નાથુલા દ્વાર પર પહોંચ્યો. જ્યાં તેમણે ચીનની સીમામાં પ્રવેશ કર્યો. હર હર મહાદેવના જયધોષ સાથે તેમણે તેમની યાત્રાને આગળ વધારી.

IRCTCએ મોકલ્યા ખોટા SMS અનેક લોકોની ટ્રેન છૂટી

IRCTCએ મોકલ્યા ખોટા SMS અનેક લોકોની ટ્રેન છૂટી

ઇન્ડિયન રેલ્વે કેટરિંગ અને ટૂરિઝમ કોર્પોરેશન એટલે કે IRCTCએ એક દિવસમાં 34,000થી વધુ યાત્રીઓને ટ્રેન કેન્સર થવાનો ખોટો SMS કરીને હજારો યાત્રીઓની ટ્રેનને છોડાવી દીધી. જો કે જે બાદ પોતાની ભૂલ સ્વીકારતા રેલ્વેએ યાત્રીઓના ભરપાઇની વાત સ્વીકારી છે. વધુમાં થોડા સમય માટે SMS દ્વારા ટ્રેન કેન્સલ થવાથી સુવિધા બંધ પણ કરવામાં આવી છે.

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ યોગ પર લગાવ્યો પ્રતિબંધ

મુસ્લિમ પર્સનલ લો બોર્ડ યોગ પર લગાવ્યો પ્રતિબંધ

યોગ પર ચાલી રહેલા વિવાદમાં મુસ્લિમ સમુદાયની સૌથી મોટી સંસ્થા ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના સચિવ મૌલાના વલી રહમાનીએ યોગને ગૈર ઇસ્લામિક કહીને તમામ મુસ્લિમ સંસ્થાઓને ચિઠ્ઠી લખીને યોગ ન કરવાનું ફરમાન જાહેર કર્યું છે.

1500 લોકોથી 100 કરોડની ઠગી કરનાર જૂથ પકડાયું

1500 લોકોથી 100 કરોડની ઠગી કરનાર જૂથ પકડાયું

દેશભરમાં લગભગ દોઢ હજાર લોકોથી 100 કરોડથી વધુ રૂપિયાની ઠગી કરનાર દિલ્હીની એક ગેંગને ક્રાઇમ બ્રાંચે પકડી પાડી ઠએ. 20 લોકોની આ ગેંગ આલીશાન કોર્પોરેટ ઓફિસમાં બેસીને ફોન દ્વારા લોકોને ઠગવાનું કામ કરતી હતી. એટલું જ નહીં આ ગેંગના માસ્ટરમાઇન્ડ સુમિત રંજને MBA કર્યું છે અને તે ઇગ્લેન્ડ પણ જઇ ચૂક્યો છે.

દિલ્હીમાં ફરી દેખાયા સંજય જોષીના પોસ્ટર

દિલ્હીમાં ફરી દેખાયા સંજય જોષીના પોસ્ટર

દિલ્હીમાં ફરી દેખાયા બીજેપી નેતા સંજય જોષીના પોસ્ટર. જેમાં લખ્યું છે કે ના સંવાદ, ના મનની વાત, ના બધાનો સાથ, ના વિકાસ તો કેમ કરે જનતા મોદી પર વિશ્વાસ? નોંધનીય છે કે આ પોસ્ટર સુષ્મા સ્વરાજ અને અડવાણીના ઘરની આસપાસ લગાવામાં આવ્યા છે. અને તેમાં રાજનાથ, સુષ્માને વસુંધરા વિવાદમાં પણ મોદીનો હાથ છે તેવો આરોપ લગાવવામાં આવ્યો છે.

અવૈધ દારૂના વેચાણ પર મકોકા જેવા કાનૂન હેઠળ કાર્યવાહી

અવૈધ દારૂના વેચાણ પર મકોકા જેવા કાનૂન હેઠળ કાર્યવાહી

મહારાષ્ટ્ર સરકારે રાજ્યમાં અવૈધ દારૂ વેચનાર પર મકોકા જેવા કાનૂન હેઠળ કાર્યવાહી કરવાનું મન બનાવી રહી છે. નોંધનીય છે કે હાલમાં જ દેશી દારૂ પીને મુંબઇમાં 102 લોકોની મોત થઇ હતી.

રામ માધવ પ્રકરણ પર સરકારે માફી માંગી

રામ માધવ પ્રકરણ પર સરકારે માફી માંગી

ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીની યોગ દિવસના કાર્યક્રમમાં ગેરહાજરી પર નિવેદન કરનાર ભાજપના મહાસચિવ રામ માધવે મામલે સોમવારે સરકારે માફી માંગતા સ્પષ્ટતા આપી કે પ્રોટોકોલ પ્રમાણે ઉપરાષ્ટ્રપતિની શ્રેષ્ઠતા વડાપ્રધાનથી વધુ છે વધુમાં તેમણે રામ માધવની ટિપ્પણીને અયોગ્ય પણ કહી છે અને તે પર માફી પણ માંગી.

છઠ્ઠા ધોરણથી શરૂ થશે યોગનું ભણતર

છઠ્ઠા ધોરણથી શરૂ થશે યોગનું ભણતર

સોમવારે, માનવ સંશાધન વિકાસ પ્રધાન સ્મૃતિ ઇરાનીએ રાષ્ટ્રિય શૈક્ષણિક અનુસંધાન પરિષદની તરફથી છઠ્ઠા ધોરણથી દસમાં ધોરણ સુધી યોગ પાઠ્યક્રમ ભણવાની જાહેરાત કરી છે. જેમાં 80 ટકા પ્રેક્ટિકલ અને 20 ટકા થિયરેટિકલ હશે. વધુમાં તમામ સરકારી સ્કૂલો અને કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલિત તમામ સ્કૂલોમાં તેના શિક્ષણ તેમને ફરજિયાત કર્યું છે.

મોદીગેટ પર નિદ્રાસનથી ઉઠો પીએમ

મોદીગેટ પર નિદ્રાસનથી ઉઠો પીએમ

સોમવારે, કોંગ્રેસે લલિત મોદી વિવાદ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુપ્પી પર સવાલ ઉઠાવતા કહ્યું કે મોદી મુખ્યમંત્રી વસુંધરા રાજેના પુત્ર દુષ્યંતને બચાવી રહ્યા છે. વધુમાં તેમણે નિદ્રાસનથી ઉઠીને તેમના સવાલોનો જવાબ આપવાની પણ ટિપ્પણી કરી.

80 વર્ષના થયા તિબ્બતી ધર્મગુરુ દલાઇલામા

80 વર્ષના થયા તિબ્બતી ધર્મગુરુ દલાઇલામા

સોમવારે, તિબ્બતના ધર્મગુરુ દલાઇલામાએ હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ સાથે કેક કાપીને તેમના 80માં વર્ષના જન્મદિવસની ઉજવણી કરી.

મુંબઇમાં હાઇટાઇડની ચેતવણી

મુંબઇમાં હાઇટાઇડની ચેતવણી

ભારે વરસાદે જ્યાં એક બાજુ મુંબઇકરોનું મુસીબત વધારી દીધી છે. વધુમાં દાદર, બાંદ્રામાં ઠેર ઠેર પાણી ભરાયા છે. જેના કારણે મુંબઇના જનજીવનને માઠી અસર પડી છે.

વરસાદથી બેહાલ પણ વરસાદથી મઝાથી સદાબહાર

વરસાદથી બેહાલ પણ વરસાદથી મઝાથી સદાબહાર

એક બાજુ મુંબઇમાં હાઇટાઇટની ચેતવણી આપવામાં આવી ત્યાં જ બીજી બાજુ મરિન ડ્રાઇવ પર હાઇ ટાઇટની મઝા પણ માણી રહ્યા છે.

શ્રીનગરમાં રમઝાનની નમાઝ

શ્રીનગરમાં રમઝાનની નમાઝ

સોમવારે, શ્રીનગરમાં રમઝાનના 4 પવિત્ર દિવસે શાહ એ હમાદાન દરગાહમાં નમાઝ ભરી રહ્યા છે.

ચિંકમંગલૂરમાં ભારે વરસાદે મચાવી તબાહી

ચિંકમંગલૂરમાં ભારે વરસાદે મચાવી તબાહી

કર્ણાટકના ચિંકમંગલૂરમાં સોમવારે ભારે વરસાદ અને તોફાનના કારણે એક ઝાડ ટ્રક પર પડતા ટ્રકનો કચૂંબર બોલાઇ ગયો હતો.

ભોપાલમાં વરસાદે કર્યું સામાન્ય જનજીવન ઠપ્પ

ભોપાલમાં વરસાદે કર્યું સામાન્ય જનજીવન ઠપ્પ

સોમવારે, મધ્યપ્રદેશના ભોપાલમાં ભારે વરસાદ પડતા ઠેર ઠેર પાણી ભરાઇ ગયા હતા. ત્યારે રસ્તા પર એક છોકરીનું સ્કૂટર ખાડામાં પડી ગયું.

આસામમાં પુલ નીચેથી મળ્યો લાઇવ બોમ્બ

આસામમાં પુલ નીચેથી મળ્યો લાઇવ બોમ્બ

સોમવારે, આસામના સોનિતપુરમાં એક પુલ નીચેથી લાઇવ બોમ્બ મળી આવતા તંત્ર સાબદું થયું હતું. જો કે બોમ્બ ડિઝપોઝલ સ્કોર્ડે તેને ડિફ્યુઝ કરી દેતા મોટી જાનહાની ટળી હતી.

જમ્મુમાં બજરંગ દળના કાર્યકર્તાઓનો કેમ્પ

જમ્મુમાં બજરંગ દળના કાર્યકર્તાઓનો કેમ્પ

જમ્મુના અખનુરમાં શૌર્ય પ્રશિક્ષણ કેમ્પના છેલ્લા દિવસે બજરંગ દળના સ્વયંસેવકોએ એર રાઇફલ સાથે કવાયત કરી હતી.

ન ખાઇશ ના ખાવા દઇશ કહેનાર મોદી ક્યાં ગયા?

ન ખાઇશ ના ખાવા દઇશ કહેનાર મોદી ક્યાં ગયા?

રાજસ્થાન પ્રદેશ ક્રોંગ્રેસ કમિટિના પ્રમુખ સચિન પાયલોટે મંગળવારે પ્રેસ કોન્ફર્ન્સ યોજીને રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજેનું લલિત મોદી વિવાદ મામાલે નૈતિક ધોરણ પર રાજનામું આપવાની માંગ કરી. વધુમાં તેમણે કહ્યું કે મોદી કહેતા હતા કે ના ખાઇશ ના ખાવા દઇશ તો પછી કેવી રીતે તે આ ભષ્ટ્રાચારને ચાલવા દે છે?

મમતા બેનર્જીએ આપી સિસ્ટર નિર્મલાને શ્રદ્ધાજંલિ

મમતા બેનર્જીએ આપી સિસ્ટર નિર્મલાને શ્રદ્ધાજંલિ

મિશનરી ઓફ ચેરીટીના પ્રમુખ સિસ્ટર નિર્મલાના નિધન બાદ મંગળવારે કોલકત્તામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સેન્ટ જોહ્ન ચર્ચ જઇને તેમના પાર્થિવ દેહને શ્રદ્ધાજંલિ અર્પી હતી.

દિલ્હીના ચોમાસુ સત્ર પહેલા બીજેપીનો વિરોધ

દિલ્હીના ચોમાસુ સત્ર પહેલા બીજેપીનો વિરોધ

દિલ્હીમાં મંગળવારથી ચોમાસુ સત્ર શરૂ થયું. જેની શરૂઆતમાં જ વિધાનસભા સમક્ષ બીજેપી કાર્યકર્તાઓ તોમર મુદ્દે દિલ્હી સરકારને ધેરવા માટે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું. લોકોને હટાવવા પોલિસે છેવટે પાણીના બંબા છોડવા પડ્યા.

મુંબઇ બાદ યુપીમાં પણ દારૂએ 2 લોકોના પ્રાણ લીધા

મુંબઇ બાદ યુપીમાં પણ દારૂએ 2 લોકોના પ્રાણ લીધા

મુંબઇમાં દેશી દારૂ પીને 100 થી વધુ લોકોની મોત થયા બાદ મંગળવારે, ઉત્તરપ્રદેશના મુરાદાબાદમાં એક દારૂની દુકાનથી દારૂ લીધા બાદ બે લોકોની મોત થતા. લોકોએ આ દારૂની દુકાનને ધેરી હતી.

ગુવાહાટીમાં APCCનું વિરોધ પ્રદર્શન

ગુવાહાટીમાં APCCનું વિરોધ પ્રદર્શન

મંગળવારે, ગુવાહાટીમાં આસામ પ્રદેશ ક્રોંગ્રેસ સમિતિ (APCC)ના સભ્યોએ ગુવાહાટીના રાજ્યભવન સામે આસામના ગવર્નરના વિરોધમાં કર્યું વિરોધપ્રદર્શન.

English summary
23 June: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more