ઓવૈસી: મુસ્લિમ હોવાના કારણે યાકૂબ મેમણને મળી છે ફાંસી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઓવૈસી: મુસ્લિમ હોવાના કારણે યાકૂબ મેમણને મળી છે ફાંસી

ઓવૈસી: મુસ્લિમ હોવાના કારણે યાકૂબ મેમણને મળી છે ફાંસી

મુંબઇ બોમ્બ ધડકાના દોષી યાકૂબ મેમણને 30 જુલાઇના રોજ ફાંસી આપવામાં આવશે. ત્યારે આ પહેલા જ તેની ફાંસીને લઇને રાજનિતી રમાવાનું શરૂ થઇ ગયું છે. એમઆઇએમના અધ્યક્ષ અસદઉદ્દીન ઓવૌસીએ યાકુબ ફાંસી મામલે તીવ્ર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે યાકુબ મુસ્લમાન છે માટે તેને ફાંસી અપાય છે. જો ફાંસીએ ચઢાવવા છે તો રાજીવ ગાંધીના હત્યારાને કેમ ફાંસી નથી આપતા. ફાંસી આપવા માટે ધર્મ કારણભૂત ના હોવું જોઇએ.

ખેડૂતોનો મુદ્દો લઇને રાહુલ ગાંધીએ કરી આંધ્ર પ્રદેશમાં પદયાત્રા

ખેડૂતોનો મુદ્દો લઇને રાહુલ ગાંધીએ કરી આંધ્ર પ્રદેશમાં પદયાત્રા

પંજાબ, મહારાષ્ટ્ર, તેલંગાના અને રાજસ્થાન બાદ રાજ્યોમાં પદયાત્રા કરી ખેડૂતોની સમસ્યા સાંભળવા ક્રોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે આંધ્રપ્રદેશથી પોતાની 10 કિલોમીટર લાંબી પદયાત્રા શરૂ કરી. આંધ્રપ્રદેશના ઓબલાદેવરા ચેરુવુ ગામથી તે મામિલાકુંતાપલ્લી સુધી ચાલીને જશે. જે દરમિયાન તે ખેડૂતો, વિદ્યાર્થીઓ અને વણકરોને મળશે અને તેમના પ્રશ્નોને સમજશે.

200 રૂપિયા માટે રમતવીરને ચાલતી ટ્રેનથી ફેંક્યો

200 રૂપિયા માટે રમતવીરને ચાલતી ટ્રેનથી ફેંક્યો

કાસગંઝના તલવારબાજીના ખેલાડી એવા હોશિયાર સિંહને રેલ્વે પોલિસે ચાલુ ટ્રેનથી નીચે ફેંકી દીધો. તેમની પત્નીના કહેવા મુજબ તે ટ્રેનના મહિલા કોચમાં તેની પત્નીની તબિયત ખરાબ થયા બાદ આવ્યા હતા. પણ ત્યાં રોકાવા માટે રેલ્વે પોલિસે તેમની પાસે 200 રૂપિયા માંગ્યા. જેની હોશિયાર સિંહ ના પાડતા પોલિસ અને તેમની વચ્ચે હાથપાઇ થઇ અને પોલિસે તેમને ચાલતી ટ્રેનથી નીચે ફેંકી દીધા. જેમાં તેમની મોત થઇ ગઇ.

શ્રીનગરમાં બે ગ્રેનેડ બ્લાસ્ટ થયા

શ્રીનગરમાં બે ગ્રેનેડ બ્લાસ્ટ થયા

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં આજે બે ગ્રેનેડ વિસ્ફોટ થયા. મોબાઇલ દૂરસંચાર કાર્યલયને ટાર્ગેટ કરીને કરવામાં આવેલ આ વિસ્ફોટમાં બે મોબાઇલ શોરૂમ અને એક બીએસએનએલ ટાવર પર હુમલો કરવામાં આવ્યો છે. જેમાં એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો છે. જો કે આ પહેલા મોકો નથી જ્યારે આંતકીઓએ અહીંના મોબાઇલ સંશાધનોને ટાર્ગેટ કર્યા હોય.

ચોથા દિવસે ભાજપનો નારો: સંસદ ચલાવો, દેશ બચાવો

ચોથા દિવસે ભાજપનો નારો: સંસદ ચલાવો, દેશ બચાવો

ચોમાસુ સત્રના ચોથા દિવસે ક્રોંગ્રેસ અને વિપક્ષ દ્વારા સંસદ કાર્યક્રમમાં હસ્તક્ષેપ કરવામાં આવતા ભાજપ અને એનડીએના તમામ સાંસદ સંસદ ભવન પરિસરમાં સ્થિત ગાંધી પ્રતિમાની સામે ધરણા પર બેસી ગયા છે. અને નારા પાડી રહ્યા છે કે "સંસદ ચલાવો દેશ બચાવો". વધુમાં ભાજપની માંગ છે કે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશમાં કથિત ભષ્ટ્રાચાર બાદ તે બન્ને ક્રોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ રાજીનામું આપે.

બિહારમાં નરેન્દ્ર મોદી પર માનવ બોમ્બ દ્વારા હુમલો થવાનો ભય

બિહારમાં નરેન્દ્ર મોદી પર માનવ બોમ્બ દ્વારા હુમલો થવાનો ભય

ગુપ્તચર વિભાગે પટનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર માનવ બોમ્બ દ્વારા હુમલો થઇ શકે છે તેવો એલર્ટ જાહેર કર્યો છે. આઇબીના એલર્ટ બાદ એસપીજી મુખ્યાલયે સ્થાનીય અધિકારીઓને વિશેષ સતર્કતા રાખવાનું કહ્યું છે. નક્સલિઓ દ્વારા આ કામને અંજામ આપવાનો પ્રયાસ કરવામાં આવશે તેવું ગુપ્તચર વિભાગે જણાવ્યું છે.

યાકૂબ મેમણે કહ્યું તેની ફાંસી ગેરકાનૂની છે

યાકૂબ મેમણે કહ્યું તેની ફાંસી ગેરકાનૂની છે

ફાંસીની સજાથી બચવા મુંબઇ બોમ્બ ધડાકાના આરોપી યાકુબ મેમણે હવે તમામ પ્રયાસો શરૂ કરી દીધા છે. તેણે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરીને કહ્યું છે કે તેની ફાંસીની સજા ગેરકાનૂની છે. યાકૂબનું કહેવું છે કે તેના સજા માટે કાનૂનની પ્રક્રિયાને યોગ્ય રીતે પૂરી નથી કરવામાં આવી. તેના ક્યૂરેટિવ અરજી પર સુપ્રિમ કોર્ટે સુનવણી બાકી છે. અને ખાલી ટાડા કોર્ટ દ્વારા જ તેની ક્યૂરેટિવ અરજી ફગાવી તેને ફાંસીની સજા આપવાનું જાહેર કરવામાં આવ્યું છે.

રાવત બાદ હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્રનો વારો

રાવત બાદ હિમાચલના મુખ્યમંત્રી વીરભદ્રનો વારો

ભાજપે ઉત્તરાખંડના ક્રોંગ્રેસી મુખ્યમંત્રી હરીશ રાવતના સ્ટ્રિંગ ઓપરેશનનો ખુલાસો કર્યા બાદ હવે ક્રોંગ્રેસ શાસિત હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ પર પણ આયકર ચોરી અને લાંચ લેવાનો આરોપ લગાવ્યો છે. નોંધનીય છે કે આ મામલે તેમની પર સીબીઆઇની તપાસ પણ હાલ ચાલુ છે. ત્યારે સસંદમાં ક્રોંગ્રેસેને ધેરવા માટે ભાજપે હાલમાં આ હથકંડો અપનાવ્યો છે.

ક્રોંગ્રેસ સુષ્માના રાજીનામાં પર અડી

ક્રોંગ્રેસ સુષ્માના રાજીનામાં પર અડી

તો બીજી તરફ ભાજપના તમામ હથકંડા સામે ક્રોંગ્રેસ નમતું જોખવા તૈયાર નથી. આજે ચોમાસુ સત્રના ચોથા દિવસ પણ સંસદમાં ક્રોંગ્રેસે ભારે હંગામો કરી વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજના રાજીનામાની માંગ કરી. વધું તેમણે કહ્યું કે જ્યાં સુધી તે રાજીનામું નથી આપતી અને સસંદ નહીં ચાલવા દઇએ.

છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આવ્યો હળવા ભૂંકપનો આંચકો

છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આવ્યો હળવા ભૂંકપનો આંચકો

ગુરુવારે મહારાષ્ટ્રના ગોંદિયા જિલ્લા અને છત્તીસગઢના રાજનંદગાંવ જિલ્લામાં ભૂકંપના હળવા ઝટકા લોકોને અનુભવાયા. જો કે આ ભૂંકપમાં કોઇ જાનમાલને નુક્શાન નથી થયું. જો કે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સેક્લ પર 3.9ની હતા અને તેનું કેન્દ્ર મહારાષ્ટ્રનો ગોંદિયા જિલ્લો હતો.

નકલી ડિગ્રી મામલે તોમરને મળી જમાનત

નકલી ડિગ્રી મામલે તોમરને મળી જમાનત

ગુરુવારે, નકલી ડિગ્રી મામલે દિલ્હીના ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જીતેન્દ્ર તોમરને છેવટે કોર્ટે જમાનત આપી. જીતેન્દ્ર તોમરને દોઢ મહિના બાદ સાકેત કોર્ટ દ્વારા જમાનત આપવામાં આવી છે.

ચિકમંગલૂરની એક શાળામાં ધૂસ્યો દિપડો

ચિકમંગલૂરની એક શાળામાં ધૂસ્યો દિપડો

ગુરુવારે, કર્ણાટકાના ચિકમંગલૂરની એક શાળામાં એક ચિત્તો આવી ચઢતા ભારે નાશભાગ થઇ હતી. પાંચ કલાકની મહેનત બાદ ફોરેસ્ટ વિભાગે તેને પકડ્યો હતો. વધુમાં આ ધટનામાં એક પોલિસ અધિકારી પણ ઇજાગ્રસ્ત થયો હતો.

સિરિયલ કિલર રવિન્દ્ર કુમારને કોર્ટમાં રજૂ કરાયો

સિરિયલ કિલર રવિન્દ્ર કુમારને કોર્ટમાં રજૂ કરાયો

ગુરુવારે, 24 વર્ષિય રવિન્દ્ર કુમારને દિલ્હીની રોહિણી કોર્ટમાં લગભગ 30 બાળકો પર યૌનશોષણ અને હત્યાના આરોપ હેઠળ કોર્ટમાં રજૂ કરાયો.

નાગપુરમાં યાકુબ મેમણને મળ્યો પરિવાર

નાગપુરમાં યાકુબ મેમણને મળ્યો પરિવાર

ગુરુવારે, 1993ના મુંબઇ બોમ્બ ધડાકાના આરોપી અને ફાંસીની સજા મેળવવા જઇ રહેલા યાકુબ મેમણના પરિવારજનો નાગપુર સેન્ટ્રલ જેલ ખાતે તેને મળવા પહોંચ્યા.

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ભયાવહતા

ઉત્તરાખંડમાં ભૂસ્ખલનની ભયાવહતા

ગુરુવારે, ઉત્તરપ્રદેશના તેહરી જિલ્લાના જાસપુર ગામમાં ભૂસ્ખલ થયા બાદ આ જગ્યાનો નજરો કંઇક આમ લાગતો હતો.

ભોપાલમાં ક્રોંગ્રેસના વિરોધ પર પોલિસનો લાઠીચાર્જ

ભોપાલમાં ક્રોંગ્રેસના વિરોધ પર પોલિસનો લાઠીચાર્જ

ગુરુવારે, ભોપાલમાં વ્યાપંમ કૌભાંડ માટે મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણના નિવાસસ્થાને ક્રોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પોલિસે ભીડને ભગાવવા માટે લાઠી ચાર્જ કર્યો.

ભારત-બાંગ્લા સરહદ પરથી પકડાયો ફેંસીડેલ સિરપનો ટ્રક

ભારત-બાંગ્લા સરહદ પરથી પકડાયો ફેંસીડેલ સિરપનો ટ્રક

ગુરુવારે, સીમા સુરક્ષા બળે દાણચોરી કરીને બાંગ્લાદેશ લઇ જવાતા એક ટ્રેકમાંથી 9300 ફેંસીડેલ સિરપ જપ્ત કરી. આ ટ્રક પશ્ચિમ ત્રિપુરાના ભાગલપુર પાસેથી પોલિસે પકડ્યો છે. નોંધનીય છે કે શરદી ખાંસી માટે વપરાતા આ સિરપનો નશો કરવા માટે પણ દુઉપયોગ થાય છે.

વડાપ્રધાનને ઉજવી આમ્બેડકર જયંતી

વડાપ્રધાનને ઉજવી આમ્બેડકર જયંતી

ગુરુવારે, નવી દિલ્હીમાં રાષ્ટ્રિય સમિતિની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડૉ. બાબા સાહેબ આંબેડકરની 125મી જન્મ જયંતીની ઉજવણી કરી.

રાહુલ ગાંધી પહોંચ્યા તમિલનાડુ

રાહુલ ગાંધી પહોંચ્યા તમિલનાડુ

ગુરુવારે, ક્રોંગ્રેસના ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધી તમિલનાડુના ત્રિરુચી પહોંચ્યાં. જ્યાં તેમને જનમેદનીને સંબોધી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X