ડિગ્રી વિવાદ પર સ્મૃતિ ઇરાની મુશક્લે વધી

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ડિગ્રી વિવાદ પર સ્મૃતિ ઇરાની મુશક્લે વધી

ડિગ્રી વિવાદ પર સ્મૃતિ ઇરાની મુશક્લે વધી

નકલી ડિગ્રી મામલે કેન્દ્રિય માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીની મુશ્કેલીઓ વધી. દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે આ મામલાને સુનવણી લાયક માનતા તેની પર કાર્યવાહી કરવાની શરૂ કરી. આ મામલે હવે 28 ઓગસ્ટે સુનવણી થશે.

ફરિયાદ કરીને તો ગુંડાઓએ રાષ્ટ્રિય ખેલાડીનું નાક તોડી દીધું

ફરિયાદ કરીને તો ગુંડાઓએ રાષ્ટ્રિય ખેલાડીનું નાક તોડી દીધું

ઉત્તર પ્રદેશના કાનપુરમાં રાષ્ટ્રિય કબડ્ડીની ખેલાડીની સાથે છેડછાડ અને મારપીટ કરવામાં આવી. કબડ્ડી ખેલાડી ડોલી સિંહે આરોપ લગાવ્યો છે કે તેને કેટલાક છોકરાઓ સામે છેડછાડનો આરોપ લગાવ્યો હતો. જે બાદ તે છોકરોઓએ તેની સાથે મારપીટ કરી તેનું નાક તોડી નાંખ્યું. જો કે આ બાદ પોલિસે તેને સુરક્ષા આપીને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે.

ક્રોંગ્રેસ કહ્યું સ્મૃતિ ઇરાની રાજીનામું આપે

ક્રોંગ્રેસ કહ્યું સ્મૃતિ ઇરાની રાજીનામું આપે

દિલ્હીમાં ક્રોંગ્રેસી નેતા શોભા ઓઝાએ પ્રેસ કોન્ફર્ન્સ કરીને નકલી ડિગ્રી મામલે સ્મૃતિ ઇરાનીના રાજીનામાંની માંગ કરે છે. વધુમાં તેણે કહ્યું કે સ્મૃતિ ઇરાનીની વિરુદ્ધ પોલિસમાં મામલો દાખલ થવો જોઇએ કારણ કે તેને લોકો અને ચૂંટણી પક્ષેને આટલા સમયથી ગેરમાર્ગે દોર્યા છે.

સ્મૃતિ ઇરાનીના ભાગ્યનો નિર્ણય આજે!

સ્મૃતિ ઇરાનીના ભાગ્યનો નિર્ણય આજે!

કેન્દ્રિય માનવ સંશાધન પ્રધાન સ્મૃતિ ઇરાનીની નકલી ડિગ્રી મામલે આજે ટ્રાયલ કોર્ટમાં નિર્ણય લેવામાં આવશે. ઇરાની પર લોકસભા ચૂંટણી દરમિયાન ખોટી ડિગ્રી બતાવાનો આરોપ છે. નોંધનીય છે કે સ્મૃતિ પર લેખક અહમેર ખાંએ આરોપ લગાવ્યો છે કે 2004ની લોકસભાની ચૂંટણીમાં ઇરાનીએ પોતાને બીએ ગણાવી હતી અને 2011ની ચૂંટણીમાં તેમણે પોતાને બી કોમ સ્નાતક કહ્યા છે.

લખવી મામલે ચીનનો ના

લખવી મામલે ચીનનો ના"પાક." પ્રેમ, ભારત નારાજ

મુંબઇ હુમલાના માસ્ટર માઇન્ડ જકીઉર રહમાન લખવીના મામલે સંયુક્ત રાષ્ટ્રમાં પાકિસ્તાન પર દબાવ વધારવાના મામલે ચીન પાકિસ્તાનના સથવારે ઊભુ રહ્યું છે. ચીને કહ્યું કે લખવી વિરુદ્ધ ભારત પાસે કોઇ પૂરતા પુરાવા નથી. જે સામે ભારતે કહ્યું કે તેણે અમેરિકાથી લઇને તમામ દેશોને આ મામલે માહિત ગાર કર્યા છે. અને તે પોતાનો પ્રયાસ ચાલુ રાખશે. બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ પર ચિંતા વ્યક્ત કરી છે અને તેણે ચીનના ઉચ્ચ અધિકારીઓ સાથે આ અંગે વાત પણ કરી છે.

યોગ કરતા કરતા

યોગ કરતા કરતા "પ્રભુ" સૂઇ ગયા

આંતરાષ્ટ્રિય યોગ દિવસે કેન્દ્રના તમામ મોટા પ્રધાનોએ અનેક કાર્યક્રમોમાં હાજર રહી યોગને મહત્વ આપ્યું. પણ તે વચ્ચે રેલ પ્રધાન સુરેશ પ્રભુ કોચ્ચીમાં યોગ કરતા કરતા સૂઇ ગયા. જે બાદ તેમના ઇન્ટ્રક્ટરે તેમને જગાડ્યા. આ દરમિયાન કોઇને તેમનો ફોટો પાડીને સોશ્યલ મિડિયા પર જાહેર કરી દીધો. જે બાદ ઠેર ઠેર લોકોએ સુરેશ પ્રભુની ઠેકડી ઉડાડી.

લલિત મોદીએ ટ્વિટ કરી અન્ય નામોનો ખુલાસો કર્યો

લલિત મોદીએ ટ્વિટ કરી અન્ય નામોનો ખુલાસો કર્યો

મંગળવારે, આઇપીએલના પૂર્વ કમિશ્નર લલિત મોદીએ ટ્વિટ કરીને કેટલાક અન્ય અધિકારીઓના નામ જાહેર કર્યા છે. જેમણે મોદીથી લાંચ માંગી હતી. જેમાં ઇડીના અધિકારીઓ, પૂર્વ ઇનકમ ટેક્સ અધિકાર, હવાલા આપરેટર વિવેક નાગપાલના નામોની જાહેરાત કરી હતી.

શિવસેના કર્યો મુંબઇ પોલિસ આયુક્તનો બચાવ

શિવસેના કર્યો મુંબઇ પોલિસ આયુક્તનો બચાવ

શિવસેનાએ લલિત મોદી વિવાદ મામલે મુંબઇના પોલિસ આયુક્ત રાકેશ મારિયાનો બચાવ કર્યો છે. નોંધનીય છે કે મારિયા એક પ્રેસ કોન્ફર્ન્સ દરમિયાન લલિત મોદીને મળ્યા હતા. જે બાદ આ વિવાદ ઊભો થયો છે. વધુમાં શિવસેનાએ કહ્યું કે ભાજપ વસુંધરા અને સુષ્માને બચાવાનો પ્રયાસ કરે છે. તે ચક્કરમાં તેણે મોરિયાને ફાંસી પર ના ચઢાવવો જોઇએ.

સાંસદ કેન્ટીનને પાછલા પાંચ વર્ષમાં મળી 60 કરોડની સબસિડી

સાંસદ કેન્ટીનને પાછલા પાંચ વર્ષમાં મળી 60 કરોડની સબસિડી

એક આરટીઆઇ દ્વારા પ્રાપ્ત થયેલી માહિતી મુજબ પાછલા પાંચ વર્ષમાં દિલ્હીમાં સાંસદ કેન્ટીનને ભારે માત્રામાં સબસિડી આપવામાં આવી છે. લગભગ 60.7 કરોડ રૂપિયાની સબસિડીની જાણ થયા બાદ જનતાના પૈસાને ઝલસા કરતા રાજનેતોઓએ અલગ અલગ રાગ આલાપવાનો શરૂ કરી દીધો છે.

કેજરીવાલે કહ્યું સુષ્મા અને વસુંધરા રાજીનામું આપે

કેજરીવાલે કહ્યું સુષ્મા અને વસુંધરા રાજીનામું આપે

મંગળવારે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાનો લગાવતા કહ્યું કે તેમણે જે રીતે તોમરનું રાજીનામું સ્વીકાર્યું તેવી જ રીતે મોદીએ પણ સુષ્મા સ્વરાજ અને વસુંધરા રાજેનું રાજીનામું લેવું જોઇએ.

પપ્પુ કહ્યું લાલુ યાદવ કંસના વંશજ છે

પપ્પુ કહ્યું લાલુ યાદવ કંસના વંશજ છે

આરજેડીમાંથી બહાર નીકળ્યા બાદ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં રાજનૈતિક દળોના આરોપ પ્રત્યારોપ શરૂ થઇ ગયા છે. જેમાં પપ્પુ યાદવે લાલુને કંસ અને દુર્યોધનનો વંશજ કહ્યું. તેમણે કહ્યું કે લાલુ યાદવ પોતાને કુષ્ણના વંશજ જણાવે છે પણ તે હંમેશા અધર્મના પક્ષમાં રહે છે જેનાથી કે કુષ્ણ નહીં પણ કંસ અને દુર્યોધનના વશંજ છે.

આજે થશે સિસ્ટર નિર્મલાનો અંતિમ સંસ્કાર

આજે થશે સિસ્ટર નિર્મલાનો અંતિમ સંસ્કાર

મંગળવારે, મિશનરી ઓફ ચેરિટીના પ્રમુખ સિસ્ટર નિર્મલાનો 81 વર્ષે નિધન થતા. આજે કોલકત્તામાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે. નોંધનીય છે કે મધર ટેરેસાની મૃત્યુ બાદ સિસ્ટર નિર્મલા જ આ ટ્રસ્ટને ચલાવી રહ્યા હતા.

રેડ ટેપ ટૂ રેડ કાર્પેટ નામના પુસ્તકનું વિમોચન

રેડ ટેપ ટૂ રેડ કાર્પેટ નામના પુસ્તકનું વિમોચન

મંગળવારે, દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આસ્ટ્રેલિયાની હૈનકોક પ્રોસ્પેક્ટિંગ ગ્રુપના ચેરમેન જાઇના રિનેહાર્ટ દ્વારા લખવામાં આવેલ પુસ્તક રેડ ટેપ ટૂ રેડ કાર્પેટનું વિમોચન કર્યું. આ મુદ્દે મોદીએ કહ્યું કે લોક પ્રશાસનની સમસ્યા ત્યારે પૂરી રીતે સમાપ્ત થઇ જશે જ્યારે રાજનેતા ના અને નોકરશાહ હા કહેતા શીખે જશે.

કુલગામ બંધ, ગિલાની અને મીરવાઇઝ નજરબંધ

કુલગામ બંધ, ગિલાની અને મીરવાઇઝ નજરબંધ

મંગળવારે, દક્ષિણ કાશ્મીરના કુલગામમાં બંધ દરમિયાન થયેલી હિંસક અથડામણ બાદ, ગુસ્સે ભરાયેલી ભીડે અનેક ગાડીઓ અને દુકાનોને આગ લગાવી. જે બાદ પ્રશાસને ગિલાની અને મીરવાઇઝ સામેત આઠ હર્રિયત નેતાઓને ઘરમાં નજરબંધ કર્યા. અને કુલગામ જવા ઇચ્છતા જમ્મુ કાશ્મીર લિબરેશન ફ્રંટના ચેરમેન મહોમ્મદ યાસીન મલિક અને તેમના ચાર સાથીઓની ધરપકડ કરી.

દિલ્હીમાં ડોક્ટરે હડતાલ પાછી લીધી

દિલ્હીમાં ડોક્ટરે હડતાલ પાછી લીધી

મંગળવારે, સરકારી હોસ્પિટલના રેજિડેન્ટ ડોક્ટરોએ તેમની બે દિવસીય હડતાલ પૂરી કરી. નોંધનીય છે કે ડોક્ટરોની માંગ હતી કે તંત્ર લેખિતમાં તેમની માંગને સ્વીકારે. જે પર દિલ્હીના સ્વાસ્થય મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે તેમની તમામ માંગો સ્વીકારી લેવામાં આવી છે. જે બાદ પણ તેમણે આનાકાની કરી તો તેમના પર અસ્મા લગાવામાં આવશે. જે બાદ ડોક્ટરોએ તેમનું આંદોલન પાછું ખેચ્યું હતું.

વિનોદ તાવડેની નકલી ડિગ્રી મામલે ક્રોંગ્રેસનો વિરોધ

વિનોદ તાવડેની નકલી ડિગ્રી મામલે ક્રોંગ્રેસનો વિરોધ

મંગળવારે, મહારાષ્ટ્રના શિક્ષણ પ્રધાન વિનોદ તાવડેની ડિગ્રી નકલી છે તે વિવાદ છેડાતા મુંબઇ ક્રોંગ્રેસ પ્રમુખ સંજય નિરુપમે તેમની વિરુદ્ધ એક ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

મુંબઇમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે હાલ બેહાલ

મુંબઇમાં ઠેર ઠેર પાણી ભરાવાના કારણે હાલ બેહાલ

મુંબઇમાં પાછલા ત્રણ-ચાર દિવસથી રોકાઇ રોકાઇને ભારે વરસાદ પડી રહ્યો છે. જેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા છે. અને રોડ વ્યવહાર ખરાબ રીતે ખોરવાયો છે.

શ્રીનગરમાં પત્રકારો બેઠા વિરોધ પ્રદર્શન પર

શ્રીનગરમાં પત્રકારો બેઠા વિરોધ પ્રદર્શન પર

શ્રીનગરમાં એક વરિષ્ઠ પત્રકાર અને તેમની પત્ની સાથે લાલચોકમાં થયેલ કથિત મારઝૂડ મામલે શ્રીનગરના પત્રકારોએ એક મૂક બેઠક યોજી પોતાનો વિરોધ દર્શાવ્યો હતો.

પાણી નહીં મળે તો રસ્તો રોકી દઇશું!

પાણી નહીં મળે તો રસ્તો રોકી દઇશું!

મંગળવારે કેન્દ્રિય કાશ્મીરમાં આવેલ બડગામની મહિલાઓએ પાણીની તંગી અને વીજકાપથી કંટાળીને માર્ગ રોકી પોતાનો વિરોધ દર્શાવ્યો.

દિલ્હી વિધાનસભાના પહેલા દિવસ જ હંગામો

દિલ્હી વિધાનસભાના પહેલા દિવસ જ હંગામો

મંગળવારે, દિલ્હી વિધાનસભાના ચોમાસુ સત્રની શરૂઆત થઇ. જેમાં ભૂતપૂર્વ કાનૂન પ્રધાન જીતેન્દ્ર તોમરના વિવાદ મામલે બીજેપી દ્વારા નારાઓ લગાવામાં આવતા, બીજેપી સાંસદ ઓ.પી.શર્માને પોલિસ બહાર ખેંચીને લઇ જઇ રહી છે.

દાનપુરમાં પુલ તૂટવાથી યાતાયાત બંધ

દાનપુરમાં પુલ તૂટવાથી યાતાયાત બંધ

મંગળવારે, બિહારના આવેલા દાનપુર વિસ્તારમાં પોનટૂન બ્રિઝ તૂટી જતા આસપાસના લોકોની અવરજવર બંધ થઇ ગઇ હતી.

આંતરાષ્ટ્રિય વિધવા દિવસની ઉજવણી

આંતરાષ્ટ્રિય વિધવા દિવસની ઉજવણી

મંગળવારે, વૃંદાવનમાં આંતરાષ્ટ્રિય વિધવા દિવસ નિમિત્તે શારદા મહિલા આશ્રય સદનની મહિલાઓએ કંઇક આ રીતે તેની ઉજવણી કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X