For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોરોનાના કારણે લોકસભાની વિઝિટર ગેલેરીમાં બેસશે 172 સાંસદ, ઑનલાઈન માધ્યમથી પૂછશે સવાલ

14 સપ્ટેમ્બરથી મોદી સરકારે સંસદના ચોમાસુ સત્ર બોલાવ્યુ છે જેની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ ભારતમાં હવે રોજના 90 હજારથી વધુ કોરોના વાયરસના કેસ સામે આવી રહ્યા છે. આ દરમિયાન 14 સપ્ટેમ્બરથી મોદી સરકારે સંસદના ચોમાસુ સત્ર બોલાવ્યુ છે જેની બધી તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. કોરોના મહામારીને જોતા આ વખતે સંસદની કાર્યવાહીમાં ઘણા ફેરફાર જોવા મળશે. સાથે જ હવે કાગળો પર કાર્યવાહીની જગ્યાએ ડિજીટલ માધ્યમનો ઉપયોગ કરવામાં આવશે.

parliament

આ બાબતે લોકસભા અધ્યક્ષ ઓમ બિડલાએ કહ્યુ કે આપણે છેવટે હવે 100 ટકા ડિજિટલ થવા જઈ રહ્યા છે. આ સંસદના ઈતિહાસમાં પહેલી વાર થશે કે જ્યારે બધા સભ્યોએ ઑનલાઈન માધ્યમથી સવાલ મોકલ્યા છે. ઓમ બિડલાના જણાવ્યા મુજબ અત્યાર સુધી 62 ટકા કામોને ડિજિટલ બનાવી લેવામાં આવ્યા છે. આ ઉપરાંત બધા સાંસદોનો કોવિડ-19 ટેસ્ટ પણ થશે અને મોબાઈલ એપના માધ્યમથી તેમની ઉપસ્થિતિ નોંધવામાં આવશે.

ઓમ બિડલાએ કહ્યુ કે મહામારી દરમિયાન આ સત્ર આપણા માટે પડકારરૂપ છે પરંતુ આપણે ખુદને એ લોકો માટે સાબિત કરી શકીએ છે જેના પ્રત્યે આપણે જવાબદેહ છીએ. સંસદની કાર્યવાહી દરમિયાન 257 સભ્યો લોકસભામાં બેસશે જ્યારે 172 દર્શક ગેલેરીમાં બાકીના સભ્ય રાજ્યસભામાં હશે. આ સાથે જ લોકસભામાં વર્ચ્યુઅલ સંબોધન માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે.

તમને જણાવી દઈએ કે આ વખતે ચોમાસુ સત્ર 14 સપ્ટેમ્બરથી એક ઓક્ટોબર સુધી ચાલશે. આ દરમિયાન એક દિવસની પણ રજા નહિ હોય. નોટિફેકેશનના મુજબ સત્રના પહેલા દિવસે એટલે કે 14 સપ્ટેમ્બરે લોકસભાની કાર્યવાહી સવારે 9 વાગે શરૂ થશે જે 1 વાગ્યા સુધી ચાલશે. ત્યારબાદ 15 સપ્ટેમ્બરથી લોકસભા બપોરે 3 વાગ્યાથી સાંજે 7 વાગ્યા સુધી ચાલશે. આ દરમિયાન કુલ 18 બેઠકો થશે.

અભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ચેરમેન, સાંસ્કૃતિક મંત્રીએ કર્યુ ટ્વિટઅભિનેતા પરેશ રાવલ બન્યા નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાના ચેરમેન, સાંસ્કૃતિક મંત્રીએ કર્યુ ટ્વિટ

English summary
257 members will sit in LokSabha and 172 in visitors gallery due to corona in monsoon session.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X