For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

26/11: મુંબઈ આતંકી હુમલોઃ એ ભયાવહ 60 કલાકમાં મુંબઈમાં શું થયુ હતુ જાણો અહીં

26/11 એ આજે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને જે લોકોએ 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર થયેલા આતંકી હુમલાને જોયો, એક વાર ફરીથી તેમને આ કાળમુખી રાત યાદ આવી ગઈ છે.

|
Google Oneindia Gujarati News

26/11 એ આજે 10 વર્ષ પૂરા થઈ રહ્યા છે અને જે લોકોએ 26 નવેમ્બર 2008ના રોજ દેશની આર્થિક રાજધાની મુંબઈ પર થયેલા આતંકી હુમલાને જોયો, એક વાર ફરીથી તેમને આ કાળમુખી રાત યાદ આવી ગઈ છે. આ દિવસ રાત આઠ વાગ્યાથી પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓએ જે તાંડવા મચાવવુ શરૂ કર્યુ, તે 60 કલાક બાદ ખતમ થઈ શક્યુ હતુ. 26/11 એ ભારતની આર્થિક રાજધાની મુંબઈને એ જખમ આપ્યા જે ભરાયા બાદ પણ હજુ તાજા છે. 10 વર્ષ બાદ મુંબઈ દોડી રહી છે પરંતુ આ તારીખ આવતા જ ફરીથી એક ડર દિમાગમાં જગ્યા બનાવવાનું શરૂ કરી દે છે. આ હુમલામાં 164 લોકોનો મોત નીપજ્યા હતા. એક હોડીમાં પાકિસ્તાનના આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાના 10 આતંકી મુંબઈ પહોંચ્યા અને તેમણે ક્યારેય ન અટકનારી મુંબઈને બ્રેક લગાવી દીધી.

આ પણ વાંચોઃ VIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યાઆ પણ વાંચોઃ VIDEO: મિઝોરમ પહોંચેલા અમિત શાહ હેલીકોપ્ટરમાંથી ઉતરતી વખતે પડ્યા

આતંકીઓનું પહેલુ નિશાન

આતંકીઓનું પહેલુ નિશાન

26 નવેમ્બર 2008ના રોજ લશ્કરના 10 આતંકી સમુદ્રના રસ્તા દાખલ થયા. તેમણે 12 જગ્યાએ ફાયરિંગ અને બોમ્બિંગ શરૂ કરી દીધુ. લિયોપોલ્ડ કેફ સાઉથ મુંબઈનું સૌથી જાણીતુ રેસ્ટોરન્ટ અને બાર છે. કોલાબા સ્થિત કેફે હુમલાનું નિશાન બનનાર સૌથી પહેલી જગ્યા હતુ. બે આતંકીઓએ અહીં ઘૂસીને ફાયરિંગ શરૂ કરી દીધી હતી. અહીં થયેલા હુમાલામાં 10 લોકો માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા.

લિયોપોલ્ડ બાદ સીએસટી

લિયોપોલ્ડ બાદ સીએસટી

મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનસમાં હાજર મુસાફરો પર લશ્કરના આતંકી અજમલ કસાબે ઘૂસતા જ ગોળીઓ વરસાવવી શરૂ કરી દીધી હતી. સીએસટી પર આતંકીઓએ 50 નિર્દોષ લોકોના જીવ લીધા હતા. હુસેન સાગર એક્સપ્રેસ જે મુંબઈથી હૈદરાબાદ વચ્ચે ચાલે છે, રાતે 9.30 વાગે સ્ટેશન પરથી પસાર થઈ હતી. ત્યારબાદ મુંબઈથી પૂણે વચ્ચે ચાલનારી ઈન્દ્રયાણી એક્સપ્રેસ સ્ટેશન પર પહોંચી હતી. ટ્રેન આવતા જ પ્લેટફોર્મ પર જોરદાર ધમાકો થયો અને પ્લેટફોર્મ પર અફડાતફડીની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. લોકો આમતેમ ભાગી રહ્યા હતા અને કસાબ હસતા હસતા ગોળીઓ વરસાવી રહ્યો હતો. સ્ટેશન પર હુમલામાં 104 લોકો ઘાયલ થઈ ગયા હતા.

હોટલ તાજમાં દાખલ થયો આતંકી

હોટલ તાજમાં દાખલ થયો આતંકી

અમુક આતંકી લગભગ નવ વાગે મુંબઈની બે સૌથી પ્રતિષ્ઠિત હોટલો, હોટલ તાજ અને ઓબેરૉય ટ્રાઈડેન્ડમાં દાખલ થઈ ગયા. હોટલ તાજમાં છ જગ્યાએ ધમાકા થયા હતા. વળી, એક ધમાકો ઓબેરૉય ટ્રાઈટેન્ડમાં થયો. તાજમાં આતંકીઓએ 200 લોકોને બંધક બનાવીને રાખ્યા હતા. ભલે હોટલ તાજે હુમલામાં સૌથી વધુ નુકશાન જોયુ પરંતુ આજે પણ પર્યટકોનો ભરોસો તેમના પર જળવાઈ રહ્યો છે. આ બંને હોટલ સીએસટીથી લગભગ બે કિલોમીટરના અંતરે જ છે.

કામા હોસ્પિટલને પણ બનાવી નિશાન

કામા હોસ્પિટલને પણ બનાવી નિશાન

વિક્ટોરિયા ટર્મિનલથી નીકળ્યા બાદ હુમલાખોમ કામા હોસ્પિટલ પહોંચી ગયા. જ્યાં રાતે દસ વાગતા જ એક મોટો ધમાકો થયો, આ ધમાકો એક ટેક્સીમાં થયો કારણકે તેમાં એક બોમ્બ રાખવામાં આવ્યો હતો અને તેણે ટેક્સી જ નહિ લોકોના પણ ફૂરચા ઉડાવી દીધા. કામા હોસ્પિટલ એક ચેરિટેબલ હોસ્પિટલ છે. તેનું નિર્માણ એક અમીર વેપારીએ 1880માં કરાવ્યુ હતુ. કામા હોસ્પિટલની બહાર અથડામણ દરમિયાન આતંકવાદ વિરોધી દળના પ્રમુખ હેમંત કરકરે, મુંબઈ પોલિસના અશોક કામટે અને વિજય સાલસકર શહીદ થયા હતા.

તાજ હોટલમાં ચારે તરફ આતંકી

તાજ હોટલમાં ચારે તરફ આતંકી

રાતના લગભગ 10 વાગ્યાને 15 મિનિટ થઈ ચૂક્યા હતા. આતંકવાદી તાજ હોટલને નિશાન બનાવી ચૂક્યા હતા. ગુંબજમાં લાગેલી આગ આજે પણ લોકોના માનસપટલ પર તાજી છે. હોટલ પર જ્યારે હુમલો થયો તો ત્યાં ડિનરનો સમય હતો અને ઘણા બધા લોકો ડિનર હૉલમાં જમા થયા હતા ત્યારે અચાનક અંધાધૂંધ ગોળીઓ ચાલવા લાગી. સરકારી આંકડાની માનીએ તો તાજમહલ હોટલમાં 31 લોકો માર્યા ગયા અને ચાર હુમલાખોરોને સુરક્ષાકર્મીઓએ ઠાર માર્યા હતા.

ઓબેરૉયમાં 32 લોકોના મોત

ઓબેરૉયમાં 32 લોકોના મોત

તાજ બાદ હુમલાખોરોના નિશાન પર ઓબેરૉ હોટલ હતી. આ હોટલમાં પણ હુમલાખોર ઢગલાબંધ ગોળાબારુદ સાથે ઘૂસ્યા હતા. માનવામાં આવે છે કે તે સમયે હોટલમાં 350થી વધુ લોકો હાજર હતા. અહીં હુમલાખોરોએ ઘણા લોકોને બંધક પણ બનાવી લીધા હતા. રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડના જવાનોએ અહીં બંને હુમલાખોરોને મારી દીધા. પરંતુ ત્યાં સુધી 32 લોકો જીવ ગુમાવી ચૂક્યા હતા.

ચાબડ હાઉસ

ચાબડ હાઉસ

આ ઉપરાંત હુમલાખોરોએ નરીમન હાઉસને પણ નિશાન બનાવ્યા હતા. અહીં પણ હુમલાખોરોએ ઘણા લોકોને બંધક બનાવ્યા હતા. જે ઈમારતમાં હુમલાખોરો ઘૂસ્યા હતા તે યહૂદીઓની મદદ કરવા માટે બનાવવા આવેલ એક સેન્ટર હતુ. અહીંના હુમલાખોરોથી નીપટવા માટે એનએસજી કમાન્ડોએ કાર્યવાહી કરવા માટે હેલીકોપ્ટરથી બાજુની ઈમારતમાં ઉતરવુ પડ્યુ હતુ. અહીં સાત લોકો અને બે હુમલાખોર માર્યા ગયા હતા.

60 કલાક બાદ ઓપરેશન પૂર્ણ

60 કલાક બાદ ઓપરેશન પૂર્ણ

તાજ હોટલ, ઓબેરૉય હોટલ, નરીમન ભવનમાં ડઝનેક લોકોના જીવ હુમલાખોરોના નિશાનલ પર હતા. તેને પહોંચી વળવા માટે સુરક્ષા બળ, એનએસજી, એટીએસ, મુંબઈ પોલિસના જવાન ચારે તરફ ફેલાઈ ગયા. ઓપરેશન શરૂ થઈ ગયુ. શુક્રવારે રાતે સાડા નવ વાગે એટલે કે આગલા દિવસ સુધી હોટલ તાજ, ઓબેરૉય હોટલ, નરીમન ભવનને આતંકીઓના કબ્જામાંથી મુક્ત કરાવી લેવામાં આવ્યા. ઓબેરૉય હોટલમાંથી 50 ગ્રેનેડ મળ્યા હતા.

આ પણ વાંચોઃ દુનિયામાં સૌથી ઓછી રજાઓ લે છે ભારતીય, કામનો બોજ સૌથી મોટુ કારણઆ પણ વાંચોઃ દુનિયામાં સૌથી ઓછી રજાઓ લે છે ભારતીય, કામનો બોજ સૌથી મોટુ કારણ

English summary
26/11-10 years of Mumbai terror attack: details of events happened on that fateful night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X