નિતિશ કુમાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

રોજે રોજ દેશ-દુનિયામાં અઢળક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર કરી શકતા નથી. ઘણા બધા એવા મહત્વના સમાચારો જેવા કે રાજકીય, મનોરંજન, રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સમાચારો પણ આપણે ચૂકી જતા હોઇએ છીએ. પરંતુ અમે આપને અહીં પળેપળના સમાચારોથી અપડેટ રાખીશું, અને એ પણ તસવીરો સાથે. આપ આ પેજ પર દરેક મહત્વના સમાચારોને તસવીરો સાથે જોઇ અને વાંચી શકશો. દરેક મહત્વના સમાચારોથી અપડેટ રહેવા માટે આ પેજને રિફ્રેસ કરતા રહો...

અત્રે પ્રસ્તુત છે આજના તમામ મુખ્ય સમાચારો તસવીરોમાં...

નિતિશ કુમાર

નિતિશ કુમાર

બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમાર આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા. જ્યાં નિતિશે કેન્દ્ર સરકાર પાસે બિહારને વિશેષ રાજ્યનો દર્જો આપવાની અને આર્થિક સહાય કરવા માટે મદદ માંગી.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં આજે લોન્ચ થઇ અમિતાભ બચ્ચન, દિપિકા પાદુકોણ અને ઇમરાન ખાન સ્ટાર્ર "પીકૂ".

કોલકત્તા

કોલકત્તા

વર્લ્ડ કપ 2015ની સેમીફાઇન મેચ હાલ ચાલી રહી છે. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાલતી આ મેચે કોલકત્તાના રસ્તાઓ પર સોપા પાડી દીધો છે. ડેલહાઉસી પાસેને સસ્તા પર ક્રિકેટ મેચના કારણે શોધે તોય કોઇ માણસ દેખાતું નથી.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

સુપ્રિમ કોર્ટ દ્વારા જાટ લોકોની આરક્ષણની અપીલ રદ્દ કરાતા આજે જાટ નેતાઓ આ મામલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળી, આ મામલે હસ્તાક્ષેપ કરવા અપીલ કરી હતી. નોંધનીય છે કે ત્યાર બાદ જાટ નેતાઓ બીજેપી પ્રમુખ અમિત શાહને પણ મળ્યા હતા.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હીમાં કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીએ ગ્રોથ નેટ સમિટને સંબોધી.

રોબોર્ટ વાડ્રા

રોબોર્ટ વાડ્રા

હુડ્ડા સરકાર રોબોર્ટ વાડ્રાની કંપનીને ખેડૂતો પાસેથી સસ્તી જમીન ખરીદીને તેને અન્ય કંપનીને કરોડોમાં વેચી નફો ખાઇ ગયા હોવાનો ખુલાસો કૈગના રિપોર્ટમાં બહાર આવ્યો છે.

નવી દિલ્હી

નવી દિલ્હી

નવી દિલ્હી ખાતે યોજાયેલી યોનેક્સ સનરાઇઝ ઇન્ડિયા ઓપનમાં સાનિયા નેહવાલે રિયા મુખર્જી સામે શોટ લગાવી રહી છે.

ગુરગાંવ

ગુરગાંવ

ગુરગાંવ પોલિસે એક વ્યક્તિની ચંદનની સ્મગલિંગ મામલે ધરપકડ કરી.

કોલકત્તા

કોલકત્તા

કોલકત્તામાં શારદા ચીટ ફંડ કૌભાંડના આરોપી ઇસ્ટ બેંગાલ ક્લબના અધિકારી દેબબ્રતા સરકારને હોસ્પિટલથી બહાર લઇ જવામાં આવી રહ્યા છે. નોંધનીય છે કે તેમના સ્વાસ્થયને જોતા તેમને શરતી જમાનત આપવામાં આવી હતી.

મુંબઇ

મુંબઇ

મુંબઇમાં યોજવામાં આવેલા માસ વેડિંગ દરમિયાન નવવધુના જોડામાં સજેલી દુલ્હનો ગ્રુપ સેલ્ફી લઇ રહી છે.

ચેન્નઇ

ચેન્નઇની ચાણક્ય 2 નામની માછલીએ એવી ભવિષ્યવાણી કરી છે વર્લ્ડ કપ સેમીફાઇનલ મેચમાં ટીમ ઇન્ડિયાની જીત પાક્કી છે. નોંધનીય છે કે 23 માર્ચે પણ આ માછલીએ ન્યૂઝિલેન્ડના જીતની ભવિષ્યવાણી કરી હતી જે સાચી સાબિત થઇ હતી. જુઓ આ માછલીનો વિડિયો.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 9 એપ્રિલથી 16 એપ્રિલ સુધી ત્રણ દેશોનાં વિદેશ પ્રવાસે જશે તેવી માહિતી વિદેશ મંત્રાલયે આપી હતી. વડાપ્રધાન તેમના આ પ્રવાસમાં ફ્રાંસ, જર્મની અને કેનેડાની સત્તાવાર મુલાકાત લેશે.

અરુણ જેટલી

અરુણ જેટલી

21st સેન્ચ્યૂરી ફોક્સના સીઇઓ જેમ્સ મુર્ડોચ આજે કેન્દ્રિય નાણાં પ્રધાન અરુણ જેટલીને મળ્યા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X