કોવિડ દર્દીઓની સેવા માટે મહિલા ડૉક્ટરે પોતાના લગ્ન ટાળ્યાં, પ્રિયંકા ગાંધીએ પીઠ થાબડી

કોવિડ દર્દીઓની સેવા માટે મહિલા ડૉક્ટરે પોતાના લગ્ન ટાળ્યાં, પ્રિયંકા ગાંધીએ પીઠ થાબડી

સેવા પરમો ધર્મઃ આ કથનને બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજ, ગુરખપુર જિલ્લાની સર્જરી વિભાગની જૂનિયર ડૉક્ટર હર્ષિતા દ્વિવેદી (26 વર્ષ)એ બિલકુલ સાચી સાબિત કરી દેખાડી છે. તેમણે દર્દીઓની સેવા કરવા માટે પોતાના લગ્ન ટાળી મૂક્યાં. જણાવી દઈએ કે ગત 30 એપ્રિલે હર્ષિતા દ્વિવેદીના લગ્ન નક્કી થયાં હતાં. પરંતુ સામે આવેલા કોરોના સંકટને પગલે તેમણે દર્દીઓ પ્રત્યે પોતાના દાયિત્વને પ્રાથમિકતા આપી અને કોલેજના કોવિડ વોર્ડમાં જઈ મોર્ચો સંભાળી લીધો. હવે પ્રિયંકા ગાંધીએ પત્ર લખી ડૉક્ટર હર્ષિતાના આ અદ્ભુત નિર્ણયની પ્રશંસા કરી છે.

દર્દીઓની સેવા માટે મહિલા ડૉક્ટરે પોતાના લગ્ન ટાળ્યાં

દર્દીઓની સેવા માટે મહિલા ડૉક્ટરે પોતાના લગ્ન ટાળ્યાં

જણાવી દઈએ કે ડૉક્ટર હર્ષિતા ગુરખપુર જિલ્લા વિકાસ ખંડના પૂર્વ બ્લૉક પ્રમુખ ડૉ. વિજયાનંદ તિવારીની પૌત્રી અને વેપારી સંતકુમાર ધર દ્વિવેદીની પુત્રી છે. તેમણે એમબીબીએસનો અભ્યાસ મેયો ઈન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સથી કરી છે. પરિવારના લોકો ઈચ્છતા હતા કે નક્કી થયેલા સમયે જ તેના લગ્ન થઈ જાય પરંતુ ડૉ હર્ષિતા આના માટે તૈયાર નહોતાં, તેમણે કોવિડ વોર્ડમાં ડ્યૂટીને પ્રાથમિકતા આપી.

કહ્યું પહેલાં દર્દીઓની સેવા પછી લગ્ન

કહ્યું પહેલાં દર્દીઓની સેવા પછી લગ્ન

તેમણે કહ્યું કે આ સમયે લોકોની ખુશિઓ દાવ પર લાગી છે. એવામાં ડૉક્ટર હોવાના નાતે દર્દીની સેવાની જવાબદારી મારા માટે પ્રમુખ છે. જ્યાં સુધી કોરોના પીડિત દર્દીઓ સાજા થઈ પોતાના ઘરે ના ચાલ્યા જાય, મને પણ કોઈપણ પ્રકારની ખુશી મનાવવાનો કોઈ હક નથી. માટે લગ્નની જગ્યાએ મેં દર્દીઓનો ઈલાજ કરવાનો નિર્ણય લીધો. લગ્ન તો ગમે ત્યારે થઈ શકે પરંતુ કોઈની જિંદગી ચાલી જાય તો પાછી નહિ મળે.

પ્રિયંકા ગાંધીએ પણ પીઠ થાબડી

પ્રિયંકા ગાંધીએ પણ પીઠ થાબડી

મીડિયા રિપોર્ટ્સ મુજબ 30 એપ્રિલે ડૉ હર્ષિતા દ્વિવેદીના લગ્ન થવાના હતાં પરંતુ કોરોના દર્દીઓના ઈલાજને પ્રાથમિકતા આપતાં તેમણે પોતાના લગ્ન ટાળી મૂક્યાં છે. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ એક પત્ર લખી ડૉક્ટર હર્ષિતાના આ અદ્ભુત ફેસલાની પ્રશંસા કરી છે અને કહ્યું કે તેમના આ ફેસલાથી દેશના કરોડો લોકોને પ્રેરણા મળશે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસ કમિટીના ઉપાધ્યક્ષ વિશ્વવિજય સિંહે પોતાના કેટલાક સાથીઓ સાથે ડૉક્ટર હર્ષિતા દ્વિવેદીના ઘરે પહોંચી પ્રિયંકા ગાંધીનો આ પત્ર તેમને સોંપ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X