મહારાષ્ટ્રઃ 400 ફૂટ ઉંડી ખીણમાં પડી બસ, 27એ ગુમાવ્યો જીવ

Posted By:
Subscribe to Oneindia News
thane
ઠાણે, 2 જાન્યુઆરીઃ મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની એક બસ ગુરુવારે માલશેજ ઘાટમાં 400 ફૂટ ઉંડા ખાડામાં પડી છે, જેમાં 27 લોકોના મોત નીપજ્યા હોવાનું અને 18 જેટલા લોકોને ઇજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટના ડ્રાઇવરે બસ પરથી કાબૂ ગુમાવવાના કારણે થયો છે, તેમ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે.

આ ઘટના સવારે 10.30 વાગ્યે બન્યો. આ બનાવ અંગે જાણવા મળ્યા અનુસાર, મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ પરિવહન નિગમની ઠાણે-અહમદનગર બસ રોડ પરથી લપસી ગઇ હતી અને બસ ઉંડા ખાડામાં પડી હતી. ઠાણે ગ્રામીણ પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે, પ્રારંભિક તપાસ અનુસાર, ઘાટ રોડ પર પર્વતીય ઢાળ પર ડ્રાઇવરે બસ પરથી પોતાનો કાબૂ ગુમાવી દીધો હતો, જેના કારણે 45 મુસફારોને લઇ જઇ રહેલી બસ ખાડામાં પડી હતી.

ઠાણે અને પુણેના સ્થાનિક ગ્રામીણો, પોલીસ અને ફાયર બ્રિગેડના કર્મચારીઓ દ્વારા પીડિતોને બચાવવાનું કામ હાથમાં લીધુ હતુ. પર્વતીય ઢાળના કારણે બચાવ કાર્યમાં મુશ્કેલીઓ આવી રહી છે. પોલીસે કહ્યું કે, કેટલાક ઇજાગ્રસ્તોને મુર્બાદ અને ઠાણેની હોસ્પિટલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા છે. મૃતકોની સંખ્યા વધે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

English summary
At least 27 passengers were killed and 18 injured when a state transport bus fell into a 400 feet deep ravine in the Malshej Ghats here Thursday morning, police said.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.