મહિલાએ શરીરમાં 27 લાખનું સોનુ સંતાડી રાખ્યું, ધરપકડ
ઘણા લોકો ગેરકાયદેસર સોનાની તસ્કરી કરતા હોય છે. કસ્ટમ અધિકારીઓ ઘણા સમયથી એક મહિલા પર નજર રાખી રહ્યા હતા.
ઘણા લોકો ગેરકાયદેસર સોનાની તસ્કરી કરતા હોય છે. કસ્ટમ અધિકારીઓ ઘણા સમયથી એક મહિલા પર નજર રાખી રહ્યા હતા. તેમને લાગ્યું કે કંઈક તો ગરબડ ચોક્કસ છે. અધિકારીઓને આ વાતનો અંદાજો આવી ગયો હતો કે મહિલા કંઈક તો સંતાડીને લઇ જઈ રહી છે. જયારે અધિકારીઓ ઘ્વારા મહિલાને રોકવામાં આવી ત્યારે તેમને વિશ્વાસ નહીં આવ્યો કે મહિલા પોતાના શરીરમાં સોનુ સંતાડીને લઇ જાય છે, જેની કિંમત લાખો રૂપિયામાં છે.
શરીરમાં સોનુ સંતાડ્યું હતું
સોનાની તસ્કરી કરવાનો આવો મામલો ભાગ્યે જ જોવા મળ્યો હોય. કસ્ટમ અધિકારીઓ ઘ્વારા તપાસ કરવા પર આ મહિલા પાસે બે ગોલ્ડ બાર મળી આવ્યા. મહિલા ઘ્વારા આ ગોલ્ડ બાર પોતાના શરીરમાં સંતાડીને રાખવામાં આવ્યું હતું. અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમને જણાવ્યું કે જપ્ત કરવામાં આવેલા સોનાની કિંમત 27.54 લાખ રૂપિયા છે. મહિલા પાસેથી 900 ગ્રામ સોનુ મળી આવ્યું છે.
મહિલા સોનાની તસ્કરી કરતા પકડાઈ
અધિકારીઓ ઘ્વારા જણાવવામાં આવ્યું કે મહિલાએ પૂછપરછ દરમિયાન જણાવ્યું કે તે પહેલા પણ આ પ્રકારે સોનુ સંતાડીને લાવવાનું કામ કરી ચુકી છે. તે પોતાના શરીરમાં પહેલા પણ 700 ગ્રામ સોનુ સંતાડીને લાવી ચુકી છે. જણાવવામાં આવી રહ્યું છે કે તે એક ઘરેલુ મહિલા છે અને તેને સોનાની તસ્કરી કરવા માટે કમિશન મળે છે.
કસ્ટમ વિભાગને શંકા થઇ
ખરેખર કસ્ટમ વિભાગને મહિલાના ચાલવાના અંદાઝ પર શંકા થઇ અને તેમને તેને પર નજર રાખવાનું ચાલુ કરી દીધું. ત્યારે તેમને આ વાત પર વિશ્વાસ આવી ગયો કે મહિલા કંઈક સંતાડી રહી છે ત્યારે તેમને મહિલાને રોકી દીધી. ત્યારપછી તે પણ સામે આવ્યું તે હેરાન કરી નાખે તેવું હતું.