• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ક્રોંગ્રેસે મુંબઇમાં મોદીના પૂતળાં બાળ્યા

|

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ક્રોંગ્રેસે મુંબઇમાં મોદીના પૂતળાં બાળ્યા

ક્રોંગ્રેસે મુંબઇમાં મોદીના પૂતળાં બાળ્યા

મંગળવારે, મોદી સરકારનું એક વર્ષ પૂર્ણ થતા મુંબઇમાં ક્રોંગ્રેસ કાર્યકર્તાઓએ મોદીના પૂતળાને બાળીને વિરોધ પ્રદર્શન કર્યું. અને એનડીએ સરકારની હુર્રિઓ બોલાવી.

ફરિદાબાદમાં સાંપ્રદાયિક લડાઇ, 5 જખ્મી

ફરિદાબાદમાં સાંપ્રદાયિક લડાઇ, 5 જખ્મી

હરિયાણાના ફરિદાબાદમાં સાંપ્રદાયિક હિંસાના કારણે બે જૂથો વચ્ચે અથડામણ થતા પથ્થર મારો અને આગ ચાંપવાના બનાવ બન્યા છે. જેને કારણે 5 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને 15 ઘરોને આગમાં બળીને ખાખ થયા છે. જે બાદ પોલિસે અહીં કર્ફ્યુ લગાવ્યો છે.

આજે વાતચીત પછી ગુર્જર આંદોલન બંધ થઇ શકે છે.

આજે વાતચીત પછી ગુર્જર આંદોલન બંધ થઇ શકે છે.

છેલ્લા કેટલાય દિવસથી 5 ટકા અનામતની માંગ લઇને દિલ્હી-મુંબઇ રેલ્વે ટ્રેક અને જયપુર આગરા રાષ્ટ્રિય રાજમાર્ગને રોકીને બેઠેલા ગુર્જરોએ રાજસ્થાન સરકાર જોડે નિર્ણાયક વાતચીત શરૂ કરી છે. અને અમુક મામલા પર સહમતિ પણ બની છે જે જોતા આશંકા સેવાઇ રહી છે કે જલ્દી જ આ આંદોલન બંધ થશે.

હેપ્પી બર્થ ડે સૂટ બૂટની સરકાર

હેપ્પી બર્થ ડે સૂટ બૂટની સરકાર

મંગળવારે, કેરળના કોઝિકોડ પહોંચેલા ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સરકારના એક વર્ષ પૂર્ણ થયા પર મોદી સરકારને આડે હાથે લેતા કહ્યું કે સૂટ બૂટની સરકારને એક વર્ષ પૂરું કરવા માટે અભિનંદન. વધુમાં મોદીને સલાહ આપતા તેમણે કહ્યું કે વિદેશોમાં ફરવાવાળા કદી કોઇ ગરીબના ઘરની પણ મુલાકાત લે તો સારું છે.

પોતાની નિષ્ફળતા છુપાવવા મારી છબી બગાડે છે

પોતાની નિષ્ફળતા છુપાવવા મારી છબી બગાડે છે

નવી દિલ્હી ખાતે, NSUIના રાષ્ટ્રિય સંમેલન પોતાની ચૂપ્પી તોડતા ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહે કહ્યું કે નરેન્દ્ર મોદીની સરકાર પોતાની નિષ્ફળતા છુપવવા માટે મારી છબીને બગાડી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું કે મોદી સરકાર ખાલી આંકડાઓનો ખેલ રમી રહી છે અને લોકોને ભ્રમિત કરી રહી છે.

જે પોતે ઝીરો છે તે હીરોની કિંમત શું જાણે

જે પોતે ઝીરો છે તે હીરોની કિંમત શું જાણે

રાહુલ ગાંધીની શૂટ બૂટની ટિપ્પણીનો બીજેપીએ વળતો પ્રહાર કર્યો. કેન્દ્રિય પ્રધાન વૈકંયા નાયડુએ કહ્યું કે જે પોતે જ ઝીરો છે તે હીરોની કિંમત શું જાણે. વધુમાં તેમણે કહ્યું કે ક્રોંગ્રેસ લૂટની સરકાર કહી. અને કહ્યું કે તેના આટલા વર્ષોમાં દેશને લૂંટ્યો છે.

ફરજ બજાવા ગયો તો મળી મોત

ફરજ બજાવા ગયો તો મળી મોત

માલદામાં આરપીએફ કોન્સ્ટેબલ સમરેન્દ્રા સામંતના પરિવારજનો સ્વજનને ગુમાવાનો શોક મનાવી રહ્યા છે. નોંધનીય છે સોમવારે, કોલકત્તાના માલદામાં રેલ્વે સ્ટેશન પરથી અનઅધિકૃત હોકર્સને દૂર હટાવા જ્યારે પોલિસે પ્રયાસ હાથ ધર્યા ત્યારે ભારતીય મજદૂર સંધના રેલ્વે હોકર્સે તેને પથ્થર મારી મારીને મારી નાંખ્યા.

અતિક્રમણ અભિયાનમાં લાઠી ચાર્જ

અતિક્રમણ અભિયાનમાં લાઠી ચાર્જ

મંગળવારે, પટનામાં અતિક્રમણ અભિયાન દરમિયાન રહેવાસીઓએ વિરોધ કરતા પોલિસે લાઠી ચાર્જ કરીને લોકોને ભગાડવા પડ્યા.

આમ આદમી પાર્ટીએ કરી

આમ આદમી પાર્ટીએ કરી "અચ્છે દિન"ની શોકસભા

આમ આદમી પાર્ટીએ કાલે ભારતભરમાં મોદી સરકારના એક વર્ષને પૂર્ણ થયા પર સારા દિવસોની શોકસભાની મનાવી. તેમણે મોદી સરકાર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. અને જંતર મંતર ખાતે પણ ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું.

લૂથી મરનારની સંખ્યા એક હજાર પાર, દિલ્હીમાં પાંચની મોત

લૂથી મરનારની સંખ્યા એક હજાર પાર, દિલ્હીમાં પાંચની મોત

આંધ્રપ્રદેશ અને તેલંગાના સહિત વિભન્ન રાજ્યોમાં લૂથી મરનાર લોકોની સંખ્યા વધીને 1 હજાર ઉપર થઇ ગઇ છે. જેમાં આંધ્રપ્રદેશમાં બે દિવસમાં 55 અને તેલંગાનામાં 35 લોકોની મોત થઇ છે. રાજધાની દિલ્હીમાં પણ પાછલા બે દિવસમાં 5 લોકોની મોત હીટ વેવના કારણે થઇ છે.

કેન્દ્ર વિરુદ્ધ આજે આપ પસાર કરશે પ્રસ્તાવ

કેન્દ્ર વિરુદ્ધ આજે આપ પસાર કરશે પ્રસ્તાવ

કેન્દ્ર સરકાર અને આમ આદમી પાર્ટીની લડાઇનો સેકેન્ડ રાઉન્ડ આજે શરૂ થશે. જેમાં બે દિવસ માટે બોલાવેલી આપાતકાલીન બેઠકમાં દિલ્હી વિધાનસભામાં એક પ્રસ્તાવ પસાર કરીને કેન્દ્રની નોટિસને નકારવામાં આવશે.

દિલ્હીના પ્રશ્નો માટે ક્યારે કરશો આપાતકાલિન બેઠક?

દિલ્હીના પ્રશ્નો માટે ક્યારે કરશો આપાતકાલિન બેઠક?

કેજરીવાલ દ્વારા કેન્દ્ર સરકારની નોટિસ મામલે આપાતકાલિન બેઠક બોલાવવા પર બીજેપી પ્રવક્તા સામબિત પાત્રાએ, આપ સરકારની ઠેકડી ઉડાડતા કહ્યું કે આવી આપાતકાલિન બેઠક દિલ્હીની સરકાર દિલ્હીના લોકોના પ્રશ્નોને હલ કરવા બોલાવે તો સારું.

લોકોને જગાડનાર પોતે જ સૂઇ ગયા

મંગળવારે, દિલ્હી વિધાનસભાની આપાત કાલિન બેઠકમાં ચાલુ બેઠકે ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયા, મંત્રી સંદીપ કુમાર અને વિધાયક આસિફ મોહમ્મદ ખાન મીઠી નિંદ્રા માણતા જોવા મળ્યા.

અમારી જમીન અમને પાછી આપો

અમારી જમીન અમને પાછી આપો

મંગળવારે, થાણે જિલ્લાના નેવાલી ગામ અને તેની આસપાસના 17 ગામોના હજારો ખેડૂતોએ રેલી કાઢી સરકાર પાસેથી તેમની જમીન પાછી આપવાની માંગ કરી. નોંધનીય છે કે આ ગામની નજીક એક એરપોર્ટનું બાંધકામ થઇ રહ્યું છે જેના માટે આ લોકોની જમીન સરકારે ખરીદી હતી.

કોલકત્તાના મનોવિકાસ કેન્દ્રમાં આગ

કોલકત્તાના મનોવિકાસ કેન્દ્રમાં આગ

મંગળવારે, કોલકત્તાના મનોવિકાસ કેન્દ્રમાં આગ લાગી હતી. ત્યારે ફાયર બ્રિગેડના જાબાજ ફાયર ફાઇટરો આ આગને કાબુમાં લેવાનો પ્રયાસ કરી રહ્યા છે.

રામ મંદિર બનાવવા 370 સીટ જોઇશે

રામ મંદિર બનાવવા 370 સીટ જોઇશે

મોદી સરકારની એક વર્ષની ઉજવણી પર અમિત શાહને જ્યારે તેમ પૂછવામાં આવ્યું કે રામ મંદિર તેમની સરકાર ક્યારે બનાવશે ત્યારે તેનો જવાબ આપતા અમિત શાહે કહ્યું કે રામ મંદિર બનાવા માટે 370 સીટો જોઇશે.

દિલ્હીની જૂઠ્ઠી સરકારના 100 દિવસો

દિલ્હીની જૂઠ્ઠી સરકારના 100 દિવસો

મંગળવારે, દિલ્હીમાં કેજરીવાલ સરકારના 100 દિવસો પૂરા થયા. આ પર ક્રોંગ્રેસના દિલ્હી પ્રમુખ અજય માંકડ અને અન્ય ક્રોંગ્રેસી કાર્યકર્તાઓએ કેજરીવાલની અસફળતાઓ અંગે એક બૂલલેટ નીકાળી સરકાર સામે પોતાનો વિરોધ નોંધાવ્યો.

ક્રોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ- એક વર્ષ દેશ બેહાલ

ક્રોંગ્રેસનું રિપોર્ટ કાર્ડ- એક વર્ષ દેશ બેહાલ

મંગળવારે, દિલ્હીમાં મોદી સરકારના 1 વર્ષ પૂર્ણ થયા પર ક્રોંગ્રેસે મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ બનાવ્યું. જેમાં તેમણે મોદી સરકારને ફેલ ગણાવીને કહ્યું કે આ સૂટ બૂટની સરકારે એક વર્ષમાં દેશને બેહાલ કરી દીધો છે. આ રિપોર્ટ કાર્ડને ક્રોંગ્રેસ નેતા મલ્લિકાઅર્જન અને અન્ય વરિષ્ઠ નેતાઓએ લોન્ચ કર્યું.

ક્રિકેટર શિખર ધવને કહ્યું

ક્રિકેટર શિખર ધવને કહ્યું "સ્માઇલ" પ્લીઝ

મંગળવારે, નવી દિલ્હીમાં જાણીતા ક્રિકેટર શિખર ધવને સ્માઇલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત કરવામાં આવેલ એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તે દરમિયાન તેને કેટલાક બાળકો સાથે આ ફોટો પડાવ્યો હતો.

પર્રિકરે કર્યા બોફોર્સ તોપના વખાણ

પર્રિકરે કર્યા બોફોર્સ તોપના વખાણ

જે બોફોર્સ તોપોના કારણે ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને પોતાની ખુરશી છોડવી પડી હતી તે તોપાના વખાણ કેન્દ્રીય રક્ષાપ્રધાન મનોહર પર્રિકરે કર્યા. નોંધનીય છે કે રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ હાલમાં બોફોર્સ કાંડને "મિડિયા ટ્રાયલ" કહ્યું હતું. ત્યારે એક ખાનગી છાપા દ્વારા આ અંગે સવાલ પૂછતા પર્રિકરે કહ્યું કે રાષ્ટ્રપતિના ભાષણ અંગે હું કોઇ ટિપ્પણી કરવા નથી માંગતો પણ હા જો તમે મને બોફોર્સ તોપોની ગુણવત્તા વિષે પૂછતા હોવ તો મારા મતે તે સારી છે.

ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આપી નહેરુને શ્રદ્ધાજંલિ

ક્રોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ આપી નહેરુને શ્રદ્ધાજંલિ

આજે ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુની 51મી મૃત્યુ વર્ષગાંઠના દિવસે દિલ્હી ખાતે ક્રોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ જવાહરલાલ નહેરુને શ્રદ્ધાજંલી આપી.

English summary
27 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more