For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સૌથી લાંબો રાષ્ટ્ર ધ્વજ હવામાં ફરકાવ્યો

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી.

વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર.

દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

સૌથી લાંબો રાષ્ટ્ર ધ્વજ હવામાં ફરકાવ્યો

સૌથી લાંબો રાષ્ટ્ર ધ્વજ હવામાં ફરકાવ્યો

બુધવારે, મધ્યપ્રદેશના ભોપાલમાં મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે, વલ્લભ પાર્ક ખાતે દેશનો બીજો સૌથી લાંબો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. આ ધ્વજની ઊંચાઇ 235 ફીટ છે.

રાયબરેલી પહોંચી સોનિયા

રાયબરેલી પહોંચી સોનિયા

ક્રોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી આજે તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલી પહોંચ્યા. તેમની આ એક દિવસની મુલાકાત દરમિયાન તે પ્રિયંકા વાડ્રા સાથે અને સ્થાનિક નેતાઓને મળશે અને ત્યાંના સ્થાનિક કાર્યક્રમોમાં ભાગ લઇ. જરૂરિયાતમંદોને ચેક આપશે.

પ્રિયંકા અને સ્મૃતિ ઇરાની વચ્ચે છેડાયો જંગ

પ્રિયંકા અને સ્મૃતિ ઇરાની વચ્ચે છેડાયો જંગ

સ્મૃતિ ઇરાનીએ થોડા સમય પહેલા જ રાયબરેલીની મુલાકાત લીધી હતી અને ત્યાં આઇટી સેન્ટર હજી સુધી કેમ નથી ખોલ્યું તે અંગે સવાલ કર્યો હતો જેના વળતો જવાબ બુધવારે રાયબરેલી પહોંચેલી પ્રિયંકા ગાંધીએ આપ્યો કે HR મિનિસ્ટર તમે છો તમને તે અંગે ખબર હોવી જોઇએ. જે પર બોલતા સ્મૃતિ ઇરાનીએ પ્રિયંકાને કહ્યું કે પહેલા હોમર્વક કરીને આવો પછી બોલજો.

મનમોહન સિંહ, નરેન્દ્ર મોદીને મળ્યા

મનમોહન સિંહ, નરેન્દ્ર મોદીને મળ્યા

બુધવારે, મોદી સરકાર પર ખુલ્લે આમ દોષારોપણ કર્યા બાદ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ, નરેન્દ્ર મોદીને મળવા ગયા. જ્યાં તેમણે તેમના પર લાગેલા આરોપોને લઇને વડાપ્રધાનને પોતાની ચિંતા વ્યક્ત કરી. જો કે ક્રોંગ્રેસેને મનમોહન સિંહની આ મુલાકાત ગમી નહીં.

મોદીએ કરી PMOના કુટુંબથી મુલાકાત

મોદીએ કરી PMOના કુટુંબથી મુલાકાત

બુધવારે, એનડીએ સરકારના એક વર્ષની ઉજવણી નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીના RCR લોન પર પીએમઓ અને તેમના કુંટુંબીજનો સાથે મુલાકાત કરી.

મૈસુરના 27માં રાજા બન્યા યદુવીર કિષ્ણાદત્તા

મૈસુરના 27માં રાજા બન્યા યદુવીર કિષ્ણાદત્તા

ચામરાજ વાડિયાર વંશના 27માં વાડિયાર રાજા તરીકે યદુવીર કિષ્ણાદત્તાની આજે મૈસૂરમાં તાજપોશી કરવામાં આવી. પરંપરાગત રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

એમ્સ મામલે જમ્મુમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

એમ્સ મામલે જમ્મુમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન

બુધવારે, જમ્મુ બંધનું એલાન કરવામાં આવ્યું. સરકાર દ્વારા એમ્સ હોસ્પિટલ જમ્મુના બદલે કાશ્મીરમાં ખોલવા મામલે આ બંધ પાળવામાં આવ્યો. આ દરમિયાન જમ્મુ એમ્સના કાર્યકર્તાઓએ ટાયર બાળીને અને સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરીને સરકારની નિતિનો વિરોધ કર્યો. વધુમાં સરકારી વાહનોને પણ નુક્શાન પહોંચાડવામાં આવ્યું

થાણે પોલિસ સ્ટેશન પહોંચી સની લિયોની

થાણે પોલિસ સ્ટેશન પહોંચી સની લિયોની

બુધવારે, બોલીવૂડ અભિનેત્રી સની લિયોની થાણે પોલિસ સ્ટેશન પોતાનું બયાન રેકોર્ડ કરાવા પહોંચી. નોંધનીય છે કે મુંબઇની એક ગૃહિણીએ સની લિયોની અને તેની વેબસાઇટ પર અશ્લીલતાનો આરોપ લગાવ્યો છે જેના કારણે સની લિયોની ગઇકાલે તેનું સ્ટેટમેન્ટ આપવા પોલિસ સ્ટેશન પહોંચી.

ગુર્જર આંદોલન પર હાઇકોર્ટ થઇ સખ્ત

ગુર્જર આંદોલન પર હાઇકોર્ટ થઇ સખ્ત

પાછલા સાત દિવસથી ચાલી રહેલા ગુર્જર આંદોલન પર હાઇકોર્ટે હવે લાલ આંખ કરી છે. અદાલતે રાજ્ય સરકારને 24 કલાકમાં પ્રદર્શનકારીઓને રાજમાર્ગ અને રેલ માર્ગ પરથઈ હટાવાનું કહ્યું છે. જેના પગલે તેણે રાજ્ય સરકાર પાસેથી પણ આ અંગે રિપોર્ટ માંગ્યો છે.

રાહુલ ગાંધીએ ત્રિશૂરમાં માણ્યું સ્વાદિષ્ટ ભોજન

રાહુલ ગાંધીએ ત્રિશૂરમાં માણ્યું સ્વાદિષ્ટ ભોજન

માછીમારોના પ્રશ્નોને સમજવા કેરળ પહોંચેલા ક્રોંગ્રેસ ઉપાઅધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે ત્રિશૂરમાં માછમારોને ત્યાં કેરળના મુખ્યમંત્રી ઓમન ચંડી સાથે સ્વાદિષ્ટ ભોજન માણી રહ્યા છે.

રાંચીમાં આવ્યું વાવાઝોડું, જનજીવન થયું અસ્ત વ્યસ્ત

રાંચીમાં આવ્યું વાવાઝોડું, જનજીવન થયું અસ્ત વ્યસ્ત

બુધવારે રાંચીમાં ગડગડાટ સાથે આવું વાવાઝોડું અને તોફાન જેણે કૃષિ મહોત્સવ રથ યાત્રા 2015ના તંબુને ફાટી નાંખ્યો. વધુમાં જીનજીવન પણ થયું આ તોફાનના કારણે અસ્ત વ્યસ્ત.

દિલ્હીમાં અધિકારોની જંગ, એલજી મળ્યા ગૃહસચિવને

દિલ્હીમાં અધિકારોની જંગ, એલજી મળ્યા ગૃહસચિવને

ઉપરાજ્યપાલ અને દિલ્હી સરકાર વચ્ચેની જંગ પૂરી થવાનું નામ નથી લેતી. નજીબ જંગ આજે ગૃહ સચિવ એલ સી ગોયલને મળ્યા. બન્નેએ નોટિફિકેશન અને અન્ય મામલાઓ પર એક કલાક ચર્ચા કરી. નોંધનીય છે કે ગૃહ મંત્રાલયે નોટિફિકેશન મામલે સુપ્રિમ કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. જેની પર કાલે સુનવણી થશે.

મુસ્લિમ છું માટે મને ભાડેના મકાન નથી મળતું

મુસ્લિમ છું માટે મને ભાડેના મકાન નથી મળતું

મિસ્બાહ કાદરી નામની એક મોડેલને સાંધવી હાઇટ્સ નામની મુંબઇની એક બહુમાળી ઇમારત પર આરોપ લગાવ્યો છે કે તેને એટલા માટે ત્યાંથી નીકાળવામાં આવી કારણ કે તે મુસ્લમાન છે. જો કે આ બિલ્ડીંગના સુપરવાઇઝર કહેવું છે કે આ મકાન માલિક અને ટેનેન્ટનો મામલો છે. અમારી બિલ્ડીંગને તેની જોડે કોઇ લેવાદેવા નથી.

નક્સલિયો સામે લડવા સેનાનો ઉપયોગ નથી થાય: પર્રિકર

નક્સલિયો સામે લડવા સેનાનો ઉપયોગ નથી થાય: પર્રિકર

કેન્દ્રીય રક્ષા પ્રધાન મનોહર પર્રિકરે રાયપુરમાં કહ્યું કે નક્સલવાદ આંતરિક સુરક્ષાનો મામલો છે અને તેના માટે સેનાનો ઉપયોગ ન થવો જોઇએ. વધુમાં ભૂતપૂર્વ સરકાર પર આરોપ પણ લગાવ્યો કે પહેલાની સરકારે મોટો પાયે અહીંના ગરીબ ખેડૂતોની જમીન ઉદ્યોગપતિઓને વેચી હતી જેના કારણે આમ થયું છે.

અલ્હાબાદમાં થઇ ગંગા દશેરાની ઉજવણી

અલ્હાબાદમાં થઇ ગંગા દશેરાની ઉજવણી

બુધવારે, અલ્હાબાદમાં ગંગા દશેરાની ઉજવણી ભારે ધૂમધામથી કરવામાં આવી. આ ઉત્સવમાં ગંગા નદીના કિનારે અલ્હાબાદ વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થીઓએ એક રંગોળીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગંગા માતાનું ચિત્ર દોર્યું. અને ગંગાને જલ્દી જ સાફ કરવાની માંગ કરી.

હરિદ્વારના પતંજલિ ફૂડ પાર્કમાં થઇ ફાયરિંગ

હરિદ્વારના પતંજલિ ફૂડ પાર્કમાં થઇ ફાયરિંગ

બુધવારે, હરિદ્વારના પતંજલિ ફૂડ પાર્કમાં કોઇ અજાણ્યા વ્યક્તિએ ફાયરિંગ કર્યું જેના પગલે પોલિસે આ વિસ્તારને સીલ કરી વધુ માહિતી હાથ ધરવાની શરૂઆત કરી.

જીયો ગાર્ડનનું ઉદ્ધાટન, સચિનથી લઇને અમિતાભ રહ્યા હાજર

જીયો ગાર્ડનનું ઉદ્ધાટન, સચિનથી લઇને અમિતાભ રહ્યા હાજર

બુધવારે, મુંબઇમાં જીયો ગાર્ડનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું. આ પ્રસંગે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, નીતા અંબાણી, ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેડુંલકર, બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન હાજર રહ્યા હતા.

English summary
28 May: Read today's top news in pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X