ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર 28 ટકા જીએસટી યથાવત રહેશે, જાણો શું કહ્યું નાણામંત્રીએ?

આજે નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવાયા છે. આ નિર્ણયોમાં સૌથી મહત્વનો નિર્ણય ઓનલાઈન ગેમિંગને લઈને લેવાયો છે.

નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં યોજાયેલી જીએસટી કાઉન્સિલની આ બેઠકમાં ઓનલાઈન ગેમિંગ, હોર્સ રેસિંગ અને કેસિનો પર 28 ટકા GST લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Nirmla sitaraman

જણાવી દઈએ કે, મની લોન્ડરિંગ અને ટેક્સ ચોરીના વધતા જતા મામલાઓને લઈને આ બાબતો પણ કેન્દ્ર સરકાર પણ કડક નિર્ણય લઈ શકે છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ તમામ કંપનીઓ પર પ્રતિબંધ લાગી શકે છે.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે, આ 1 ઓક્ટોબરથી લાગુ થવાની અપેક્ષા છે. આ સિવાય આ નિર્ણયના અમલના 6 મહિના પછી તેની સમીક્ષા કરવામાં આવશે. નાણાંમંત્રીએ જણાવ્યુ કે, હું કહું છું કે 6 મહિનાનો અર્થ એ નથી કે આજથી શરૂ કરો, તે જ્યારે અમલમાં આવે ત્યારથી 6 મહિના શરૂ થશે.

મહેસૂલ સચિવ સંજય મલ્હોત્રાએ જણાવ્યુ કે, સટ્ટાબાજી પહેલાથી જ GSTના દાયરામાં છે અને તેનાથી તે કાયદેસર નથી થઈ જતી. સટ્ટો અને જુગાર ગેરકાયદેસર છે અને કરના દાયરામાં આવે છે. ઓનલાઈન ગેમિંગ પર ટેક્સ લગાવવાથી એ રાજ્યોમાં ઓનલાઈન ગેમ્સ કાયદેસર નહીં બને જેમને તેના પર પ્રતિબંધ મુક્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X