For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

2G કેસ : CBI કોર્ટે એ રાજીનું નિવેદન નોંધ્યું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 મે : આજે દિલ્હીમાં સીબીઆઇ કોર્ટે 2જી સ્પેક્ટ્રમ ફાળવણી કૌભાંડમાં પૂર્વ ટેલિકોમ પ્રધાન એ રાજાના નિવેદનો નોંધ્યા છે. સીબીઆઇના વિશેષ ન્યાયાધીશ ઓ પી સૈનીએ એમ કહીને નિવેદન નોંધવાનું શરૂ કર્યું હતું કે આ આરોપી અને ન્યાયાધીશ વચ્ચેની સીધી વાતચીત છે.

ન્યાયાધીશે જણાવ્યું કે હવે આરોપીનું નિવેદન નોંધવામાં આવશે. આપ (આરોપી) જવાબ આપવો કે નહીં તે પસંદ કરી શકો છો. રાજા અને દ્રમુક સાંસદ કનીમોજી ઉપરાંત 15 અન્યના નિવેદનો નોંધવાની તૈયારી એ જ સમયે થઇ ગઇ હતી જ્યારે અદાલતે આરોપીઓને 824 પાનાની પ્રશ્નાવલીનો એક મુસદ્દો તૈયાર કર્યો હતો. આ મુસદ્દામાં 1718 પ્રશ્નો હતા. આ દરમિયાન વિશેષ અદાલતે 2જી સ્પેક્ટ્રમ કૌભાંડની તપાસમાં સામે આવેલી એક બાબતમાં એસ્સાર સમૂહ અને લૂપ ટેલિકોમના પ્રવર્તકોના નિવેદનો પણ નોંધવાના હતા. જો કે હવે તેમના નિવેદનો 19 મેના રોજ નોંધવામાં આવશે.

kanimozhi-a-raja

2જી સ્પેક્ટ્રમ કેસના તમામ આરોપીઓએ સીબીઆઇ દ્વારા લગાવવામાં આવેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. અદાલતે એ રાજા અને અન્ય 16 આરોપીઓવાળા કેસમાં મુખ્ય તપાસ અધિકારી સીબીઆઇની પોલીસ અધિક્ષક વિવેક પ્રિયદર્શીનું નિવેદન સમાપ્ત થવાની સાથે પાછલા વર્ષે 27 નવેમ્બરના રોજ ફરિયાદી પક્ષના નિવેદનો નોંધ્યા હતા.

English summary
A CBI court in Delhi on Monday recorded the statement of former Telecom Minister A Raja, a key accused in the 2G spectrum allocation case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X