મેઘાયલમાં ફરીથી આવ્યા ભૂકંપના ઝટકા, રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.9
એક વાર ફરીથી આજે મેઘાલયમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.
કોરોના સંકટ કાળમાં લોકો પહેલેથી જ ઘણી મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે પરંતુ આ દરમિયાન જે રીતે છેલ્લા ઘણા દિવસોમાં ભૂકંપના ઝટકા આવ્યા, તેણે લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે. એક વાર ફરીથી આજે મેઘાલયમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. આજે સવારે 12.24 વાગે મેઘાલયના તૂરામાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ આ અંગેની માહિતી આપીને કહ્યુ કે રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 3.9 હતી.

આ પહેલા આજે સવાર 8.56 વાગે અંદમાન નિકોબારમાં ભૂકંપના ઝટકા અનુભવાયા. ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી.વારંવાર આવી રહેલા ઝટકાના કારણે લોકોમાં ડર છે. લોકોને ઘરની અંદર રહેવામાં ડર લાગી રહ્યો છે. ભૂકંપનુ કેન્દ્ર અંદમાનનુ દિગલીપુર છે. જો કે ભૂકંપના કારણે કોઈ જાનમાલના નુકશાનના સમાચાર મળ્યા નથી. તમને જણાવી દઈએ કે આ પહેલા 9 જૂને પણ અંદમાન અને નિકોબારમાં ભૂકંપના ઝટકા આવ્યા હતા. એ વખતે ભૂકંપની તીવ્રતા 4.3 હતી. એ દિવસે પણ ભૂકંપનુ કેન્દ્ર અંદમાન નિકોબારનુ દિગલીપુર હતુ.
નેશનલ સેન્ટર ફૉર સિસ્મોલૉજીએ માહિતી આપી કે અંદમાન-નિકોબારના દિગલીપુરથી 110 કિલોમીટરના ઉત્તર-પશ્ચિમમાં ભૂકંપનુ સેન્ટર રહ્યુ હતુ. હવે એક વાર ફરીથી અહીં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. તમને જણાવી દઈએ કે આ પહેલા પૂર્વોત્તર રાજ્યોમાં વારેવાર ભૂકંપના ઝટકા આવી રહ્યા છે. વળી, દિલ્લી, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, હરિયાણા સહિત દેશના અલગ અલગ ભાગોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે.












Click it and Unblock the Notifications
