દેશના ગમે તે ખૂણે હોય, પરંતુ રાતે કેમ ઘરે પરત ફરે છે મોદી?

By Kumar Dushyant
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 24 એપ્રિલ: લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી દેશભરમાં ફરી-ફરીને રેલીઓ કરી રહ્યાં છે. તાજેતરમાં જ તેમની ચૂંટણી રેલીઓનો આંકડો સોને પાર કરી ચૂક્યો છે. જે ગતિએ ચૂંટણી અંતિમ પડાવ તરફ આગળ વધી રહી છે તે જ ગતિએ મોદીની રેલીઓની સંખ્યા પણ વધતી જાય છે. નરેન્દ્ર મોદીનો આખો દિવસ વ્યસ્તતા ભરેલો રહે છે. અલગ-અલગ રાજ્યો, નાના-નાના શહેરો અને ગામડાઓમાં જઇને મોદી ચૂંટણી રેલીઓ કરે છે. ભલે જ તે દિવસ દરમિયાન ગમે ત્યાં હોય, પરંતુ દરરોજ રાત્રે પોતાના ઘરે જરૂર પહોંચી જાય છે.

નરેન્દ્ર મોદીની દરેક રાત પોતાના ઘરે પસાર થાય છે. ભલે ગમે તેટલું મોડું થઇ જાય, પરંતુ તે ઘરે જવાનું ભુલતા નથી, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે નરેન્દ્ર મોદી માટે આ બધુ કેવી રીતે સંભવ થઇ શકે છે. આવો તમને જણાવીએ કે નરેન્દ્ર મોદી કેવી રીતે દરરોજ રાત્રે પોતાના ઘરે પહોંચીને આરામથી ઉંઘે છે.

દરરોજ રાત્રે પરત ફરે છે ઘરે

દરરોજ રાત્રે પરત ફરે છે ઘરે

નરેન્દ્ર મોદી તમામ રેલીઓ કરવા છતાં દરરોજ રાત્રે ઘરે પરત ફરે છે. આ બધુ કેવી રીતે શક્ય બને છે કે તેમના હવાઇ બેડાની મદદથી. નરેન્દ્ર મોદીની હવાઇ ટીમમાં 1 જેટ વિમાન અને 2 હેલિકોપ્ટર છે.

મોદીની હવાઇ સેના

મોદીની હવાઇ સેના

નરેન્દ્ર મોદી અત્યાર સુધી દેશભરમાં 150થી વધુ રેલીઓને સંબોધિત કરી ચૂક્યાં છે. તેમણે પોતાના હવાઇ બેડાના માધ્યમથી અત્યાર સુધી લગભગ 2.4 લાખ કિલોમીટરની સફર કરી છે. સરેરાશ જોઇએ તો દરરોજ 1,100 કિલોમીટરની યાત્રા કરી રહ્યાં છે.

રાહુલને પછાડ્યા

રાહુલને પછાડ્યા

જાણકારો માને છે કે હવાઇ યાત્રાના મામલે મોદીએ બાકીના બધા નેતાઓને પછાડી દિધા છે. તેમના પછી રાહુલ ગાંધીનો નંબર આવે છે, જે કોંગ્રેસ તરફથી કમાન સંભાળી રહ્યાં છે.

અમદાવાદથી અમદાવાદ સુધી

અમદાવાદથી અમદાવાદ સુધી

મોદીની યાત્રાની શરૂઆત દરરોજ અમદાવાદ એરપોર્ટથી ઇએમબી-135બીજે એમ્રાયર વિમાનથી થાય છે. આ વિમાન કર્ણાવતી એવિએશનનું છે, જે અદાણી સમૂહની કંપની છે.

મોદીનો ગુજરાત પ્રેમ

મોદીનો ગુજરાત પ્રેમ

મોદી ભલે ભાજપ તરફથી વડાપ્રધાન પદના ઉમેદવારી કરી રહ્યાં હોય, પરંતુ તે ગુજરાતના મુખ્યમંત્રી છે. એવામાં મોદી ચૂંટણી વ્યસ્તતાઓ વચ્ચે ગુજરાતથી દૂર થવા માંગતા નથી. નરેન્દ્ર મોદી દરરોજ ગુજરાત ફરતાં મંત્રીઓના સંપર્કમાં રહે છે, જેથી ગુજરાતની જનતાને એમ ન લાગે કે નરેન્દ્ર મોદી ગુજરાતને ભુલાવી ચૂક્યા છે.

હેલિકોપ્ટર અટકાવ્યું તો આવ્યો ગુસ્સો

હેલિકોપ્ટર અટકાવ્યું તો આવ્યો ગુસ્સો

થોડા દિવસો પહેલાં જ નરેન્દ્ર મોદીના હેલિકોપ્ટરને દિલ્હીમાં 2 કલાક સુધી ડીજીસીએએ ઉડાન ભરતાં અટકાવવામાં આવ્યું હતું. ઉડાનમાં મોડું થયા બાદ મોદીએ કેન્દ્ર સરકાર પર હુમલો કર્યો. આ ઘટના બાદથી જ તેમણે હેલિકોપ્ટરના મુકાબલે વિમાનનો વધુ ઉપયોગ કરવાનું શરૂ કરી દિધું. હવે થોડા અંતર માટે વિમાનનો ઉપયોગ કરે છે.

જેટ વિમાનનો ખર્ચો 3 લાખ

જેટ વિમાનનો ખર્ચો 3 લાખ

પ્રતિ કલાક નરેન્દ્ર મોદી અગસ્તા એડબ્લ્યૂ-139માં સફર કરી રહ્યાં છે, જે ડીએલએફ ગ્રુપનું છે. જાણકારોના અનુસાર મોદીના હેલિકોપ્ટરમાં સફર કરવાનો ખર્ચ 7-75 હજાર રૂપિયા પ્રતિ કલાક, ચોપરનો ખર્ચ 1-1.2 લાખ રૂપિયા પ્રતિ કલાક અને જેટ વિમાનનો ખર્ચ લગભગ 3 લાખ રૂપિયા પ્રતિ કલાક છે.

English summary
Ever since he kick-started his campaign, Narendra Modi has been criss-crossing the country. But, BJP's PM candidate has rarely felt homesick, thanks to a fleet of three aircraft 1 jet and 2 choppers which bring him home every night.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X