દિલ્હીમાં જુદાજુદા સ્થળોએ વિસ્ફોટ, ઘણા ઇજાગ્રસ્ત

Posted By:
Subscribe to Oneindia News

નવી દિલ્હી, 14 ફેબ્રુઆરી: રાજધાની દિલ્હીમાં ત્રણ જુદા જુદા સ્થળોએ વિસ્ફોટ થયો છે. આ વિસ્ફોટમાં ઘણા લોકોના ઘાયલ થવાના સમચાર મળી રહ્યા છે. જોકે હજી સુધી આ વિસ્ફોટોનું કારણ જાણી શકાયું નથી.

પ્રારંભિક તપાસમાં જે બાબત સામે આવી છે તે અનુસાર બ્લાસ્ટ ગેસ સિલિન્ડરમાં થયો છે. કહેવાઇ રહ્યું છે કે આ સિલિન્ડર બ્લાસ્ટ સરાયકાલે ખાં અને મટિયાલા રોડમાં થયા છે.

જ્યારે પ્રીતમપુરામાં એક રેપ્રિજરેટરના કોમ્પ્રેશરમાં ધડાકો થયો છે. પ્રાથમિક રિપોર્ટ દ્વારા મળેલી જાણકારી અનુસાર સરાયકાલે ખાંમાં એક ઘરમાં સિલિન્ડર વિસ્ફોટ થયો. જેમાં પતિ, પત્ની અને તેમનો પુત્ર ઘાયલ થઇ ગયો. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. અને બચાવકામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.

delhi

English summary
Three simultaneous explosions were reported from various areas of the national capital on Friday afternoon, injuring at least three people.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.