For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CM ઉદ્ધવના ઘરે તૈનાત 3 પોલિસકર્મીને કોરોના, 130ને કરાયા ક્વૉરંટાઈન

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે 'માતોશ્રી' પર તૈનાત 3 પોલિસ કૉન્સ્ટેબલ પણ કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે.

|
Google Oneindia Gujarati News

કોરોના વાયરસના સૌથી વઘુ કહેર મહારાષ્ટ્ર પર તૂટ્યો છે. અહીં અત્યાર સુધી સાડા 11 હજારથી વધુ દર્દી કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે 'માતોશ્રી' પર તૈનાત 3 પોલિસ કૉન્સ્ટેબલ પણ કોરોના પૉઝિટીવ મળી આવ્યા છે. ત્યારબાદ અહીં તૈનાત 130 અન્ય પોલિસવાળાઓને સાંતાક્રૂઝમાં એક ક્વૉરંટાઈન સેન્ટર મોકલી દેવામાં આવ્યા છે. બધાની કોરોના તપાસ પણ કરાવવામાં આવી રહી છે.

cm

પહેલા સીએમ ઉદ્ધવ ઠાકરેના ઘરની બહાર ચાના સ્ટોપ લગાવનાર વ્યક્તિમાં પણ કોરોનાના લક્ષણ મળ્યા હતા. માતોશ્રી પર તૈનાત પોલિસકર્મી ત્યાં ચા પીતા હતા. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના ઘરે માતોશ્રી પાસે ચાની દુકાન લગાવનાર વ્યક્તિમાં એપ્રિલ મહિનાની શરૂઆતમાં કોરોના સંક્રમણ મળી આવ્યુ હતુ. ત્યારબાદ માતોશ્રી અને આસપાસના વિસ્તારોમાં તૈનાત પોલિસના 130થી વધુ જવાનોને ક્વૉરંટાઈન માટે મોકલવામાં આવ્યા હતા.

જો કે ત્યારબાદ બીએમસીએ આખા વિસ્તારને સેનિટાઈઝ કરવા માટે મોટાપાયે અભિયાન ચલાવ્યુ હતુ. મહારાષ્ટ્રમાં 30 અધિકારીઓ સહિત 227 પોલિસકર્મી કોરોના વાયરસથી સંક્રમિત થયા હતા. આમાં 66 પોલિસકર્મી ગુરુવારથી શુક્રવાર વચ્ચે સંક્રમિત થયા. અધિકારીઓ જણાવ્યુ કે સંક્રમિત પોલિસકર્મીઓમાં નાસિક જિલ્લામાં વધુ સંક્રમિત સ્થાન(હૉટસ્પૉટ) તરીકે ચિહ્નિત માલેગાંવમાં સુરક્ષા માટે તૈનાત રિઝર્વ પોલિસના જવાન શામેલ છે. તેમણે જણાવ્યુ કે 227 સંક્રમિત પોલિસકર્મીઓમાં 22 આરક્ષી અને આઠ પોલિસ અધિકારી સંક્રમણ મુક્ત થઈ ચૂક્યા છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત મુંબઈ શહેર થયુ છે. અહીં અત્યાર સુધી 7625 કોરોના પૉઝિટીવ દર્દી સામે આવી ચૂક્યા છે. શુક્રવારે હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી જારી આંકડાઓ મુજબ મહારાષ્ટ્રમાં 1879 લોકો કોરોના વાયરસના સંક્રમણથી મુક્ત થઈ ચૂક્યા છે.

આ પણ વાંચોઃ દિલ્લીમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના પૉઝિટીવઆ પણ વાંચોઃ દિલ્લીમાં એક જ બિલ્ડિંગમાં રહેતા 41 લોકો કોરોના પૉઝિટીવ

English summary
3 Constables Outside Uddhav Thackeray's Residence Test Positive
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X