દિલ્હીમાં ઇમારતમાં આગ લાગતા 3 ના મોત, 10 ઘાયલ

Subscribe to Oneindia News

દેશની રાજધાની દિલ્હીમાં બુધવારે એક મોટી ઘટના બની ગઇ. દિલ્હીના સહાદરામાં મોહન પાર્ક વિસ્તારમાં એક ઇમારતમાં આગ લાગવાથી ત્રણ લોકોના દર્દનાક મોત થયા છે.

delhi fire

આ ઘટનામાં 10 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા છે. હાલમાં આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો છે. આગથી ખૂબ જ નુકશાન થયુ છે. જાણકારી પ્રમાણે ચાર માળની આ ઇમારતના પાર્કિંગમાં આશરે 10-12 ઇ-રિક્શા ઉભેલી હતી જેને ચાર્જિંગમાં મૂકવામાં આવી હતી. પરિણામે શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાની શંકા સેવવામાં આવી રહી છે.


ઇમારતના નીચલા ભાગથી શરુ થયેલી આગે આખી ઇમારતને પોતાની લપેટમાં લઇ લીધી. ફાયર બ્રિગેડની ગાડીઓએ ઘણી મહેનત બાદ આગ પર કાબૂ મેળવ્યો. આ ઘટનામાં ત્રણ લોકોના મોત નીપજ્યા છે જ્યારે 10 લોકો ઘાયલ થયા છે. આગમાં ઇ-રિક્શા સહિત ઘણી બાઇકો અને કાર બળીને ખાખ થઇ ગઇ છે.

English summary
3 dead, 10 injured after fire broke out in a building in Mohan Park area of Shahdara in delhi.
Please Wait while comments are loading...