For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સ્વતંત્રતા દિવસે પણ પાક.ની નાપાક હરકત, 3 જવાન ઘાયલ

|
Google Oneindia Gujarati News

જમ્મુ, 15 ઑગસ્ટ : આઝાદીની ઉજવણી વચ્ચે પાકિસ્તાને એકવાર ફરી સરહદ પર સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે. આજે પાકિસ્તાનન તરફથી ભારતની ચોકિઓ અને રહેઠાણના વિસ્તારોને વારંવાર નિશાનો બનાવવામાં આવ્યા. જેમાં સેનાના ત્રણ જવાનો અને એક નાગરિક ઘાયલ થઇ ગયા. સેનાના પ્રવક્તાએ આ અંગેની જાણકારી આપી છે.

પાકિસ્તાને એલઓસી પર આજે સતત પાંચમાં દિવસે પણ તણાવભરેલી સ્થિતિ રહેતા જમ્મુ-કાશ્મીરમાં પુંછ જિલ્લાના બાલાકોટ સેક્ટરમાં એલઓસી પાસે આવેલી ચોકીઓ પર ફાયરિંગ કરી. પુંછમાં એક કરતા વધારે મહત્વની સરહદી ચોકીઓ પર અને રહેઠાણના વિસ્તારમાં ફાયરિંગ કરવામાં આવ્યું જેમાં એક નાગરિક પણ ઘાયલ થયાના સમાચાર છે.

loc
ભારતીય જવાનોએ પણ ફાયરિંગનો જવાબ આપ્યો, બંને તરફથી ઘણી વાર સુધી ગોળીબારી કરવામાં આવી. અધિકારીઓએ જણાવ્યું કે પાકિસ્તાની સૈનિકોએ આજે સવારે સાડા સાત વાગ્યે પુંછના બાલાકોટ પટ્ટી પર ગોળીબાર કરી. તેમણે જણાવ્યું કે પાકિસ્તાન તરફથી ગોળીબાર કરવામાં આવ્યો અને મોર્ટાર પણ છોડવામાં આવ્યા જેનાથી ત્રણ જવાનો સહીત એક નાગરિક પરવેઝ ઘાયલ થઇ ગયો.

ઘાયલને નજીકની હોસ્પિટલમાં ભર્તી કરવામાં આવ્યો. રક્ષા પ્રવક્તા એસ એન આચાર્યએ જણાવ્યું કે ગઇ કાલે રાત્રે 9 વાગ્યે પણ પાકિસ્તાની સૈનિકોએ પુંછના મેંધાર સબ સેક્ટરમાં એલઓસી પર ગોળીયો ચલાવી હતી. ભારતીય જવાનોની જવાબી કાર્યવાહી બાદ રાત્રે 11 વાગ્યા સુધી બંને તરથી ગોળીબાર થતો રહ્યો.

English summary
Pakistani troops resorted to unprovoked and indiscriminate firing amid rocket and mortar shell attacks on LoC posts injuring three Army jawans and a civilian in Poonch sector of Jammu and Kashmir.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X