Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

ભારતભરના સમાચાર સંક્ષિપ્તમાં વાંચો અહીં

કેરળ બ્લાસ્ટવાળી જગ્યાએથી મળી પેન ડ્રાઇવ, અખિલેશના ચૂંટણી રથ પર ડિમ્પલ પણ સવાર, પાસપોર્ટ અને લાયસંસની ફીમાં વધારો, વગેરે સમાચારો વિશે વાંચો અહીં....

ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં. બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારો તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ. ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા.

પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં..

કેરળ: બ્લાસ્ટવાળી જગ્યા પરથી મળી પેન ડ્રાઇવ, પીએમ મોદી સહિત ઘણા મંત્રીઓની તસવીરો

કેરળ: બ્લાસ્ટવાળી જગ્યા પરથી મળી પેન ડ્રાઇવ, પીએમ મોદી સહિત ઘણા મંત્રીઓની તસવીરો

કેરળની રાજધાની તિરુઅનંતપુરમથી લગભગ 360 કિમી દૂર મલ્લાપુરમમાં કલેક્ટર ઓફિસમાં થયેલા વિસ્ફોટમાં તપાસ શરુ થઇ ગઇ છે. પોલિસને ઘટના સ્થળેથી એક પેન મળી છે જેમાં પીએમ નરેન્દ્ર મોદી અને તેમના કેટલાક મંત્રીઓની તસવીરો છે. આ ઉપરાંત આ પેન ડ્રાઇવમાં મંત્રાલય સાથે જોડાયેલી કેટલીક સૂચનાઓ પણ મળી છે. પોલિસ અધિકારીઓએ હવે એ વાતની આશંકા વ્યક્ત કરી છે કે ધમાકાને અંજામ આપનારા સંગઠને દેશમાં આ પ્રકારના બીજા હુમલાની યોજના પણ બનાવી હતી. એનઆઇએની ટીમે પણ વિસ્ફોટ સ્થળની તપાસ કરીને પોલિસ સાથે ચર્ચા કરી.
ત્રિશૂર રેંજના આઇજીપી એમઆર અજિત કુમારે કહ્યું કે ઘટના સ્થળ પરથી કેટલાક પેમ્પલેટ અને ઓસામા બિન લાદેનના ફોટા પણ મળ્યા છે. એક પેમ્પલેટમાં ઉત્તરપ્રદેશના દાદરીકાંડનો બદલો લેવાની વાત કહેવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે મલ્લપુરમ વિસ્ફોટમાં તે જ ગ્રુપનો હાથ છે જેણે ચિત્તુર, મૈસૂર અને કોલ્લમના કોર્ટ પરિસરમાં વિસ્ફોટ કર્યા હતા.

આત્મહત્યા કરનાર પૂર્વ સૈનિકના પરિવારને હરિયાણા જઇને મળ્યા રાહુલ ગાંધી

આત્મહત્યા કરનાર પૂર્વ સૈનિકના પરિવારને હરિયાણા જઇને મળ્યા રાહુલ ગાંધી

દિલ્હીમાં મચેલા જબરદસ્ત રમખાણ બાદ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પૂર્વ સૈનિક રામ કિશન ગ્રેવાલના પરિવારને મળવા ગુરુવારે હરિયાણાના ભિવાની તેમના ઘરે પહોંચ્યા હતા. હરિયાણાના પરિવહન મંત્રી કૃષ્ણલાલ પવારે રામકિશનના પરિવારને 10 લાખ રુપિયાની આર્થિક મદદ અને પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવાની ઘોષણા કરી છે. ઉલ્લેખનીય છે કે વન રેંક વન પેંશન મુદ્દે આત્મહત્યા કરનાર પૂર્વ સૈનિક રામકિશનના પરિવરને મળવા રાહુલ ગાંધી અને અરવિદ કેજરીવાલ હોસ્પિટલ ગયા ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી હતી અને બાદમાં છોડી મૂકવામાં આવ્યા હતા.

યુપીનો કિલ્લો જીતવા માટે અખિલેશના રથ પર ડિમ્પલ પણ સવાર

યુપીનો કિલ્લો જીતવા માટે અખિલેશના રથ પર ડિમ્પલ પણ સવાર

મુખ્યમંત્રી અખિલેશ યાદવના વિકાસ રથ પર તેમની જીવનસાથી ડિમ્પલ યાદવ પણ સવાર છે. લખનૌથી કાનપુર જતી આ યાત્રામાં ડિમ્પલ યાદવ પણ લોકોનુ અભિવદન સ્વીકારી રહી છે. આ રથયાત્રા પર ડિમ્પલ યાદવે કહ્યું કે અખિલેશજી પાસે લોકોને ઘણી આશાઓ છે, તેમણે ઘણુ કામ કર્યુ છે. લોકસભા સાંસદ ડિમ્પલ યાદવે કહ્યું કે આ યાત્રા ઐતિહાસિક બનવાની છે. તેમણે પ્રદેશ સરકારની પ્રશંસા કરી અને કહ્યુ કે લોકો સરકારના કામોને જોઇ રહ્યા છે. એક ટ્રેની મુખ્યમંત્રી જો આટલુ કામ કરી શકતા હોય તો એક અનુભવી મુખ્યમંત્રી કેટલા કામ કરશે તેની તમે કલ્પના કરી શકો છો. સાચા રસ્તે પરિવાર હંમેશા સાથે જ હોય છે.

પાસપોર્ટ, લાયસંસ, પરીક્ષા ફીમા વધારો

પાસપોર્ટ, લાયસંસ, પરીક્ષા ફીમા વધારો

પાસપોર્ટ બનાવવા, લાયસંસ બનાવવા, રજિસ્ટ્રેશન કરવા, સરકારી પરીક્ષાઓ અને દરેક એ સેવા જે સરકાર તરફથી મળે છે તેના માટે તમારે હવે વધુ ફી આપવી પડશે. હાલની પ્રોડક્ટ પર ખર્ચાનું ફંડિંગ અને આપવામાં આવતી સેવાઓનો ખર્ચ નીકળી શકે તે માટે નાણા મંત્રાલયે દરેક મંત્રાલયો અને વિભાગોને યૂઝર ચાર્જ વધારવા માટે કહ્યુ છે. તમને જણાવી દઇએ કે રેલવે અને યુપીએસસીની પરીક્ષા માટે હજુ સુધી માત્ર 100 રુપિયા ફી જ લેવામાં આવે છે. જ્યારે હાલમાં આ પરીક્ષાના આયોજનમાં થતા ખર્ચમાં ઘણો વધારો થઇ ગયો છે. પાસપોર્ટની ફી પણ છેલ્લે 2012 માં 1000 માંથી 1500 કરવામાં આવી હતી. એક અધિકારીનું કહેવુ છે કે ઓટોનોમસ ઓર્ગેનાઇઝેશનોએ આત્મનિર્ભર બનવુ જોઇએ. સરકાર ક્યાં સુધી સબસિડી આપતી રહે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X