શોપિયા એનકાઉન્ટરમાં ત્રણ આતંકી ઠાર, સર્ચ ઑપરેશન ચાલુ

જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુલરાન સ્થિત ઈમામ સાહેબ વિસ્તારમાં આતંકીઓ સામે એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે.

શ્રીનગરઃ જમ્મુ કાશ્મીરના શોપિયાં જિલ્લાના તુલરાન સ્થિત ઈમામ સાહેબ વિસ્તારમાં આતંકીઓ સામે એનકાઉન્ટરમાં સુરક્ષાકર્મીઓએ 3 આતંકવાદીઓને ઠાર માર્યા છે. જે ત્રણ આતંકીઓએ સુરક્ષાકર્મીઓને ઠાર માર્યા છે તેમાં એક આતંકીની ઓળખ થઈ ચૂકી છે. કાશ્મીર ઝોન પોલિસ અનુસાર માર્યા ગયેલા આતંકી લશ્કર એ તૈયબા સંગઠનના છે. માર્યા ગયેલા ત્રણ આતંકીઓમાંથી એક આતંકીની ઓળખ મુખ્તાર શાહ તરીકે થઈ છે. કાશ્મીરના આઈજીપી વિજય કુમારે જણાવ્યુ કે મુખ્તારે બિહાહરમાં સ્ટ્રીટ હૉકર વીરેન્દ્ર પાસવાનની હત્યા કરી હતી અને ત્યારબાદ તે શોપિયાંમાં આવી ગયો હતો. એનકાઉન્ટર બાદ વિસ્તારમાં સર્ચ ઑપરેશન ચલાવવામાં આવી રહ્યુ છે. આ આતંકીઓ પાસેથી વાંધાજનક વસ્તુઓ મળી આવી છે. સાથે જ તેમની પાસેથી હથિયાર અને દારુગોળો પણ મળ્યો છે.

indian army

કાશ્મીર ઝોન પોલિસે પોતાના અધિકૃત ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કર્યુ, 'શોપિયા એનકાઉન્ટર અપડેટઃ લશ્કર(ટીઆરએફ)ના ત્રણ આતંકવાદી માર્યા ગયા.' સોમવારે શોપિયાંના ઈમામ સાહેબ વિસ્તારના તુલરાનમાં અથડામણ શરૂ થઈ ગઈ હતી. સોમવારના દિવસનુ પહેલુ એનકાઉન્ટર પુંછમાં થયુ હતુ જેમાં એક જુનિયર કમીશંડ અધિકારી(JCO)સહિત પાંચ જવાન શહીદ થઈ ગયા હતા. ત્યારબાદ સાંજે પુંછમાં જ વધુ એક એનકાઉન્ટર શરૂ થયુ હતુ. આ એનકાઉન્ટર પહેલાવાળા ઘટના સ્થળથી અમુક કિલોમીટરના અંતરે થયુ હતુ.

શોપિયાંમાં થયેલા એનકાઉન્ટરને લઈને જમ્મુ કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે સોમવારે કહ્યુ હતુ કે એક વિશ્વસનીય ઈનપુટના આધારે બે ઑપરેશન શરૂ કરવામાં આવ્યા. શોપિયાંના તુલરાનમાં 3-4 આતંકી ઘેરી લેવામાં આવ્યા. વળી, શોપિયાંના જ ખેરીપોરામાં વધુ એક ઑપરેશન શરૂ થયુ. એનકાઉન્ટરનો એક વીડિયો પણ સામે આવ્યો જેમાં આતંકીઓને ઘેર્યા બાદ સેનાએ તેમને સરેન્ડરનો મોકો આપ્યો. જો કે, આમ ન કરવા પર કાર્યવાહી કરવામાં આવી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X